Smartphone માં થતા આ મોટા-મોટા પ્રોબ્લેમ્સને ઘરે બેઠા જ કરી દો સોલ્વ, એક રૂપિયાનો પણ નહિં થાય ખર્ચ

સ્માર્ટફોનનો ઉપયોગ આપણે આપણા દરરોજના કામકાજમાં અનેક વખત કરીએ છીએ. આ સ્માર્ટફોન આપણા કોલ, ચેટિંગ, માલ સામાનની ખરીદી, નેટ બેન્કિંગ, મિટિંગ જેવું અગત્યના કામમાં સહભાગી બને છે. એમ કહીએ કે સ્માર્ટફોન હવે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે તો પણ ખોટું નહિ કહેવાય. આ માટે જો સ્માર્ટફોનમાં નાનું એવું પણ નુકશાન થાય તો આપણા કેટલાય કામો અટવાઈ પડે છે. એ બધું તો ઠીક પરંતુ સ્માર્ટફોનમાં જ્યારે કોઈ ફોલ્ટ સર્જાઈ ત્યારે આપણે આપણા અગત્યનાં કામ પડતા મૂકી મોબાઈલ રીપેરીંગની દુકાને કે ઓફિશિયલ મોબાઈલ સેન્ટરે દોડવું પડે છે. જો કે સ્માર્ટફોનના અમુક ફોલ્ટ એવા પણ હોય છે જેને તમે પોતે પણ ઠીક કરી શકો છો બસ તમને અમુક ટિપ્સ અને ટ્રિક્સ વિશે ખબર હોવી જોઈએ.

મોબાઈલ નેટવર્કથી પરેશાન

image source

અનેક વખત લોકોને મોબાઈલમાં નેટવર્કનો પ્રોબ્લેમ મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. ખાસ કરીને જ્યારે ઇન્ટરનેટનું કામ પડે અને ત્યારે જ નેટવર્કના કારણે ઇન્ટરનેટની સ્પીડ ન પડે ત્યારે મુશ્કેલી સર્જાય છે. નેટવર્કની સમસ્યા માટે અમુક અંશે ફોન પણ જવાબદાર છે. આવી સ્થિતિ ન થાય તે માટે તમે Network Signal Speed Booster, Net Optimizer અને Droid Optimizer જેવી એપની મદદ લઇ શકો છો. સાથે જ તમે વાયરસ સ્કેન કરી લો તો સારું પરિણામ મળશે.

ફોનના કેમેરામાં મુશ્કેલી સર્જાય ત્યારે

image source

સ્માર્ટફોનમાં કેમેરાની મુશ્કેલી તમે પોતે પણ સોલ્વ કરી શકો છો. સૌથી પહેલા તમારા ફોનને safe mode માં સ્ટાર્ટ કરો. ફોનને સેફ મોડમાં ચાલુ કરવા માટે તેના પાવર બટનને થોડી વાર દબાવી રાખો. તે આપોઆપ જ સેફ મોડમાં સ્ટાર્ટ થવા માટે પૂછશે. અહીં તમારા ફોનના કેમેરાનો.ઉપયોગ કરો. જો કેમેરો બરાબર કામ કરે તો સમજી લો કે કોઈ થર્ડ પાર્ટી એપ છે જેને તમે કેમેરા એક્સેસની પરવાનગી આપી છે અને તે કેમેરાને નુકશાન કરે છે. આ માટે જેવી તેવી એપને અનઇન્સ્ટોલ કરો જેથી કેમેરાની સમસ્યા હલ થઈ જાય.

આ રીતે દૂર થશે પ્લે સ્ટોરની પરેશાની

image source

અનેક વખત એવું બનતું હોય છે કે તમે ફોનમાં એપ કે ગેમ ડાઉનલોડ કરવા માંગો છો ઓન ગુગલ પ્લે સ્ટોર ક્રેશ થઈ જાય છે. આ સમસ્યા દૂર કરવી પણ સહેલી છે. આ માટે તમારે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જવું પડશે. ત્યાં એપ્લિકેશન પસંદ કરો અને ઓલ એપ્સમાં જાવ. તેમાં નીચે સ્ક્રોલ કરવાથી ગૂગલ સર્વિસ ફ્રેમવર્કનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરી ડેટા સાફ એટલે કે ડેટા ડીલીટ કરો. આ જ ટેબમાં ગૂગલ પ્લે સ્ટોરનો પણ વિકલ્પ દેખાશે તેમાં જઈને પણ તમે પ્લે સ્ટોરનો ડેટા ક્લિયર કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong