11 જુલાઈના રોજ બની રહ્યો છે મહાયોગ, તમે પણ આ શુભ મૂહુર્તમાં ખરીદી કરી લો અને મેળવો ધન લાભ

પંચાંગ મુજબ તા. ૧૧ જુલાઈ, ૨૦૨૧ રવિવારના રોજ અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આ તિથિથી અષાઢ માસના શુક્લ પક્ષની શરુઆત થઈ ગઈ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર રહેશે. રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવતો હોવાના લીધે રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે, જે ખુબ જ શુભ યોગો માંથી એક યોગ માનવામાં આવે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રવિ પુષ્ય યોગને એક શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. આ યોગમાં જમીન, મકાન, દુકાન, વાહન, અભુશ્ન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આની સાથે જ જો કોઈ નવા શુભ કાર્યની શરુઆત કરવા ઈચ્છો છો તો એના માટે પણ રવિ પુષ્ય નક્ષત્રને પુણ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. એટલા માટે આ યોગની લોકો રાહ પણ જોતા હોય છે. આ યોગ સમૃદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે.

વર્ષનો પહેલો રવિ પુષ્ય યોગ (Ravi Pushya Nakshatra):

image source

તા. ૧૧ જુલાઈ, ૨૦૨૧ રવિવારના રોજ વર્ષનો પ્રથમ અને અંતિમ રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. એટલા માટે પણ એને ખાસ માનવામાં આવી રહ્યો છે. તા. ૭ જુલાઈ, ૨૦૨૧ ના રોજ બુધ ગ્રહનું મિથુન રાશિમાં ગોચર થઈ ગયું છે. બુધ ગ્રહને મિથુન રાશિનો સ્વામી માનવામાં આવે છે. ત્યાર બાદ રવિ પુષ્યના યોગનું નિર્માણ થવાને એક સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. જે ધન અને કરિયર માટે શુભ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ૨૭ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને આઠમો નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્ર જયારે ગુરુવાર અને રવિવારના દિવસે થાય છે તો મહાયોગ બની જાય છે.

રવિ પુષ્ય યોગ શુભ મુહુર્ત (Ravi Pushya Auspicious Muhurat):

image source

હિંદુ ધાર્મિક પંચાંગ મુજબ, તા. ૧૧ જુલાઈ, ૨૦૨૧ રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર સૂર્યોદય થવાની સાથે શરુઆત થઈ જશે અને રાતના અંદાજીત ૨:૨૦ મિનીટ સુધી રહેવાનું છે. રવિ પુષ્ય નક્ષત્ર યોગનો સમયગાળો અંદાજીત ૯ કલાક સુધી રહેશે.

આ કાર્યો માટે શુભ રહેશે.

રવિ પુષ્ય યોગના શુભ માંગલિક કાર્યોની સાથે આ વસ્તુઓની ખરીદી કરવા માટે સારું માનવામાં આવે છે.

image source

-આભુષણ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, વાહન, જમીન, મકાન, ફર્નીચર. વર્ષ ૨૦૨૧ દરમિયાન ફક્ત એક જ રવિ પુષ્ય યોગ બની રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong