સ્કિન પર ગ્લો લાવવા અને સાથે સ્કિનને સુંવાળી બનાવવા ટામેટાનો આ ફેસ પેક છે તમારા માટે બેસ્ટ, આ રીતે બનાવો ઘરે

આજના સમયમાં, દરેક લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા અને સુંદર દેખાવા માંગે છે આ માટે છોકરીઓ તેમના ચહેરા પર ગ્લો લાવવા માટે વિવિધ પ્રકારના મેક-અપ સાથે ખર્ચાળ ઉત્પાદનો અને ક્રિમનો ઉપયોગ કરે છે. જો આ ઉત્પાદનો અને ક્રીમનો ઉપયોગ કરવાથી ચેહરો ચમકદાર બને તો પણ તે ફક્ત થોડા દિવસો માટે જ રહે છે અને ઘણી વખત આ પ્રકારની મોંઘી ક્રીમો અને ઉત્પાદનો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

image source

પરંતુ જો તમે ઇચ્છો, તો તમે તમારા ચહેરા પર સુંદરતા લાવવા અને વધુ સારી રીતે ચમકવા માટે દેશી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે મોંઘી ક્રીમ લગાવ્યા વગર જ તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરી શકો છો તમે શાકભાજીમાં સામાન્ય રીતે વપરાતા ટમેટાની મદદ તમારો ચેહરો સુંદર બનાવી શકો છો. તો ચાલો જાણીએ ટમેટાના ફાયદા અને તેને લગાડવાની રીત.

image source

– ટમેટા આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ટમેટામાં લાઇકોપીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ખૂબ શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે. તે આપણી ત્વચાને ગ્લોઈંગ તો બનાવે જ છે સાથે તે ચેહરા પર પિમ્પલ્સ થતા પણ અટકાવે છે.

image source

– ટમેટા પેસ્ટ ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ કાચા દૂધને ટમેટાના પલ્પ સાથે મિક્સ કરો તમે આ મિશ્રણ સાથે તૈયાર કરેલી પેસ્ટને કોટનની મદદથી ચહેરા અને ગળા પર લગાવી શકો છો.

image source

– આ પછી અડધું ટામેટું લો અને તેમાં ખાંડ નાંખો હવે આ ટમેટાને ચહેરાની ત્વચા પર હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ 5 મિનિટ સુધી સ્ટીમ લો. હવે ટમેટાંનો પલ્પ, ચંદન પાવડર અને મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો, આ પેસ્ટ તમારા ચેહરા પર 15 મિનિટ સુધી રાખો. હવે તમારા ચેહરાને શુદ્ધ પાણીથી ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ એકવાર કરવાથી તમારી ત્વચામાં ગ્લો દેખાશે.

ટમેટા અને લીંબુનું ફેસ માસ્ક

image source

તૈલીય ત્વચા દૂર કરવામાં આ ફેસ માસ્ક ખૂબ અસરકારક છે તેને બનાવવા માટે એક ટમેટાને છીણી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો આ ફેસ પેકને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસપેક તમારી તૈલીય ત્વચા દૂર કરશે અને તમારા ચેહરા પરના ડાઘ પણ દૂર કરશે.

image source

 

ટમેટા અને લીંબુમાં લાઈટનિંગ ગુણધર્મો હોય છે જે આંખોની નીચેના ડાર્ક સર્કલ દુર શકે છે. આ માટે, 1 ચમચી ટમેટાનો રસ અને 1 ચમચી લીંબુનો રસ એક સાથે મિક્સ કરો. હવે તેને કોટનના ઉપયોગથી આંખોની નીચે લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો, પછી તેને સાદા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. તમે દિવસમાં બે વખત આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારા ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ