જો તમે ઘરે બનાવેલી આ સિરમ લગાવશો તમારા ફેસ પર, તો તમારો ફેસ ચમકી ઉઠશે

ચહેરા પર ગ્લો લાવવા માટે રોજ લગાવો સિરમ ,જાણો ઘરે જ સિરમ બનાવવાની રીત

image source

ચહેરા પર સિરમ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરા પરથી શુષ્કતા (ડ્રાયનેસ )દૂર થાય છે. બજારમાં ઘણા બધા પ્રકારના સિરમ મળે છે જે ચહેરાને સુંદર બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.

જોવા જઇયે તો બજારમાં મળતા આ સિરમ ખૂબ મોંઘા હોય છે એટલે ઘણા બધા લોકોના બજેટ બહારના થઈ જાય છે.

આમ, જો તમે પણ સિરમનો ઉપપોગ કરવા માંગતા હોય તો આને બજારમાંથી ખરીદવાને બદલે ઘરમાં સરળતાથી જાતે બનાવો.

image source

સિરમને ઘરે જ બનાવી શકાય છે અને આને લગાવવાથી ચહેરાની સુંદરતાને વધુ નીખારી પણ શકાય છે.

આ રીતે ઘરે બનાવો સિરમ

ગ્લિસરીનમાંથી બનવો સિરમ

image source

ગ્લિસરીનમાંથી સિરમ બનાવવા માટે તમારે ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુના રસની જરૂર પડશે. ગ્લિસરીનની અંદર ગુલાબજળ અને લીંબુનો થોડો રસ મિક્સ કરો.

પછી આ મિશ્રણને રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો.આ સિરમ લગાવવાથી તમારો ચહેરાની ત્વચા મુલાયમ થશે અને શુષ્કતા દૂર થશે. આ સિરમને તમે હાથ-પગ પર પણ લગાવી શકો છો.

એલોવેરા જેલમાંથી બનાવો સિરમ

image source

એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ લાભદાયી છે અને આને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે.

એલોવેરા સિરમ બનાવવા માટે એલોવેરા જેલની અંદર વિટામિન-ઇની કેપ્સુલ નાખો અને આને સરખી રીતે મિક્સ કરો.

image source

પછી આ સિરમને ચહેરા પર લગાવો. આ એલોવેરા સિરમ રોજ ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે.

બદામમાંથી બનાવો સિરમ

બદામમાં વિટામિન-ઇ ભરપૂર માત્રમાં હોય છે અને બદામ તેલને ત્વચા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે.

image source

બદામની સિરમ બનાવવા માટે થોડી બદામને પીસી એનું તેલ નીકાળો. બદામનું તેલ બજારમાં પણ તૈયાર મળે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.

આ તેલની અંદર તમે થોડુ મધ ભેળવો અને પછી એને બરાબર મિક્સ કરી દો. હવે સૌથી પહેલા તમે ચહેરાને પાણીથી સાફ કરી દો અને પછી આ સિરમ લગાવો.

image source

રોજ રાત્રે સૂતા પહેલા આ સિરમ લગાવવાથી તમારા ચહેરા પરની રંગત સાફ થશે અને ચહેરા પર નિખાર આવી જશે. આ સિરમને પણ તમે હાથ-પગ પર લગાવી શકો છો.

સિરમ લગાવવાની રીત

image source

– સિરમને રાત્રે જ લગાવો કારણ કે દિવસે સિરમ લગાવવાથી ચહેરા પર ધૂળ-માટી ચોંટે છે. જેના કારણે ચહેરા પર ખીલ થાય છે. એટલે જ સિરમને લગાવવાનો સાચો સમય રાત્રે જ છે.

– સિરમ લગાવતા પહેલા ચહેરાને સરખી રીતે સાફ કરો પછી જ સિરમ લગાવો. જો ચહેરો બરાબર સાફ નહીં કર્યો હોય તો ખીલ થઈ શકે છે.

– સિરમ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ સ્કિનને Environmental damageથી પૂરી રીતે પ્રોટેક્ટ કરીને રિકવર કરે છે.

image source

આજકાલની જીવનશૈલીમાં કેમિકલ્સ એક્સપોઝર, ડસ્ટ, ડર્ટ, પોલ્યુશન ખુબ જ વધારે હોય છે.ત્યાં જ બીજ તરફ તમે ઘરમાં જ છો તો પણ તમારી સ્કિન ઈલેક્ટ્રોનિક્સ, લાઈટ અને બાકીના ગેજેટ્સથી ઉત્પન્ન થનારા ટોક્સિના સંપર્કમાં ચોક્કસથી આવે છે.

સિરમમાં કેટલાય પ્રકારના વિટામિન્સ હોય છે, જે સ્કિન પર એન્વાયરમેન્ટલ ફોર્સિસ આવતા રોકે છે. એની સાથે જ તે સન ડેમેજ અને ડાર્ક સ્પોટ્સથી પણ તમને પ્રોટેક્ટ કરે છે.

– સિરમ તમે હાથ-પગ ઉપર પણ લગાવી શકો છો જેનાથી હાથ-પગની ત્વચા મુલાયમ થશે.

image source

– સિરમને 25 કરતા વધારે ઉંમરની છોકરીઓ લગાવી શકે છે. આમ તો આ ઉંમર પછી જ લગાવવું ઠીક છે. કારણ કે, ત્યાર બાદ જ એજિંગ અને રીંકલ્સ આવાના શરૂ થાય છે.

આ ઉંમર પછી જ સ્કિનને વધારે પોષણની જરૂર હોય છે. જો તમે તમારી સ્કિનમાંથી પૉરસ છુપાવવા છે તેમજ રેડિઅન્સ અને ગ્લો વધારવા છે તો સિરમ તેની માટે બેસ્ટ ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ