જો અજમામાં આ રીતે કરશો જીરું મિક્સ તો પેટને લગતી તમામ સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

ચૂટકીભર અજમાં અને જીરા થી દુર થઇ જશે પેટની જૂનામાં જૂની તકલીફો. પેટની સમસ્યા એવી છે કે હર કોઈ એનાથી પરેશાન રહે છે.

આપણી ભાગદોડ ભરી જીવન શૈલીમાં ગેસ થવાથી લઇને પેટ ફૂલવા સુધીની અને કબજિયાત થવાની સમસ્યા બેહદ સામાન્ય થઈ ગઈ છે.

વારંવાર ડોક્ટર પાસે જવામાં, ઈલાજ અને દવાઓ પર પૈસા ખર્ચવામાં એક તરફ તો આપણું બજેટ ખોરવાઈ જાય છે તો બીજી બાજુ માનસિક પરેશાની પણ વધી જાય છે.

image source

પરંતુ જો આપણે થોડીક સાવધાની વર્તીને ઘરના કિચનમાં આ બે વસ્તુઓનો રોજ સવારે ઉપયોગ કરીએ તો પેટની જૂનામાં જૂની બીમારી પણ જડ થી દુર થઇ જશે.

જો રોજ સવારે ઉઠતાની સાથે તમે જીરું અને અજમાનું પાણી પીવો છો તો તમારી જૂની એસિડિટી અને કબજિયાતની સમસ્યા જડથી દુર થઇ જશે.

આ જ કારણ છે કે જીરું અને અજમાના પાણીને પેટ માટે ‘જાદુઈ પાણી’ પણ કહ્યું છે. આનાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે અને પાચન શક્તિ મજબૂત થાય છે.

image source

આ જાદુઈ પાણીની ખાસિયત એ છે કે તમે આને ઘરમાં ખૂબજ સરળ રીતે બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ જાદુઈ પાણી બનાવવાની રીત.

સૌથી પહેલા એક લોટો પાણી લો. તેમાં બે ચમચી જીરું અને બે ચમચી અજમો મેળવી લો.

ત્યારબાદ આ પાણી મે આખી રાત મૂકી દો અને સવારમાં ઉઠતાવેત પી લો. આ પ્રવાહીને ગરમ પાણી સાથે અથવા ચાની જેમ પણ પી શકાય.

image source

જો તમે જીરું અને અજમાના પાણીને થોડું સ્વાદિષ્ટ બનાવવા ઈચ્છતા હોવ તો તેમાં લીંબુ અથવા આદુનો રસ પણ ભેળવી શકાય.

જીરા અને અજમાના આ પાણીના સેવનથી પેટની તમામ બીમારીઓથી છુટકારો મળી જશે.

આયુર્વેદમાં જીરા અને અજમાના ભરપૂર ઔષધીય ગુણ બતાવવામાં આવ્યા છે.

image source

પેટની સમસ્યાઓની સાથે સાથે આ જાદુઈ પાણી થી તમે વજન પણ ઘટાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ