બોલિવૂડની આ અભિનેત્રીઓની બહેનો છે તેમના કરતા ગ્લેમરસ, તસવીરો જોઇને બોલી ઉઠશો સાચી વાત!

બોલીવૂડ અભિનેત્રીઓની આ બહેનો પણ કંઈ ઓછી ગ્લેમરસ નથી – તેમાંથી કેટલીક તો બોલીવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે

image source

બોલીવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાના સૌંદર્યમાં પોતાની બહેનો કરતાં પાછળ રહી જાય છે પણ તેમની આ બહેનો લાઈમલાઈટથી દૂર રહે છે. જો કે કેટલીક અભિનેત્રીઓ પોતાની બેહનોની ઝલક અવારનવાર સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સને આપતી રહેતી હોય છે.

અને કેટલીક તો પોતાની બહેનોને પણ પોતાની સાથે ફિલ્મોમાં કામ કરાવવા મનાવી લે છે જેમાંની બે તો ટુંક જ સમયમાં બોલીવૂડમાં પ્રવેશી રહી છે. તો ચાલો જાણીએ સુંદર અભિનેત્રીઓની પ્રભાવશાળી બહેનો વિષે.

અનિષા પાદુકોણ

image source

અનિષા દીપિકાની નાની બહેન છે. પણ અનિશાનો કોઈ જ વિચાર નથી બોલીવૂડમાં પ્રવેશવાનો કારણ કે તેણી એક ઇન્ટરનેશનલ ગોલ્ફર છે. તમને જણાવી દઈ કે દીપિકા પાદુકોણના પિતા પણ એક આંતરરાષ્ટ્રી કક્ષાના બેડમિન્ટન પ્લેયર હતા. જો કે તેમની એક દીકરીએ ફિલ્મી લાઈન પસંદ કરી છે તો બીજીએ સ્પોર્ટ્સ લાઈન જ પસંદ કરી છે પણ રમત અલગ પસંદ કરી છે. દીપિકા અવારનવાર પોતાની બહેનને ચીયરઅપ કરતી તેણીની કમ્પીટીશનમાં જોવા મળી છે.

સમીક્ષા પેડનેકર

image source

સમીક્ષા પેડનેકર એક પછી એક સુપરહીટ ફિલ્મો આપનારી ભૂમિ પેડનેકરની નાની બહેન છે. સમીક્ષાને જોતાં તેણી ઘણા અંશે પોતાની બહેનની કાર્બન કોપી જેવી જ લાગે છે. ભૂમિ અવારનવાર પોતાની બહેન સાથેની તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી હોય છે. એવા અહેવાલ પણ મળ્યા છે કે સમીક્ષા પણ નજીકના ભવિષ્યમાં બોલીવૂડમાં પ્રવેશ કરી રહી છે.

શગુન પન્નૂં

image source

શગુન પન્નુ તાપસીની નાની બહેન છે. તમને જણાવી દઈએ કે તે ગ્લેમરમાં જરા પણ તાપસીથી ઓછી ઉતરે તેમ નથી. તાપસીની પોતાની એક વેડીંગ પ્લાનર કંપની છે. તેની બહેન આ જ કંપની સંભાળે છે. અને તેણી વ્યવસાયે એક વકીલ પણ છે. તાપસી અવારનવાર સોશિયલ મડિયા પર પોતાની સાથે પોતાની બહેનની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

નુપૂર સેનન

image source

નુપૂર સેનન કૃતિ સેનની બહેન છે. તેણીએ આમ જોવા જઈએ તો ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કરી જ લીધો છે. થોડા સમય પહેલાં તેણીએ અક્ષય કુમાર સાથે એક વિડિયો આલ્બમ કર્યું હતું. અને આ વિડિયો આલ્બમનું સોંગ એક રોમેન્ટિક સોંગ હતું. આ ઉપરાંત તેણી સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશી રહી છે.

સુરીલી ગૌતમ

image source

સુરીલી ગૌતમ યામી ગૌતમની બહેન છે. સુરીલી પણ યામીની પાછળ પાછળ ફિલ્મોમાં પ્રવેશી ચુકી છે. તેણી તાજેતરમાં બેટલ ઓફ સારાગઢીમાં જોવા મળી હતી. આ ફિલ્મ સારાગઢી યુદ્ધ પર આધારિત હતી. તમને બધાને જો ખ્યાલ હોય તો યામી ગૌતમ ફિલ્મોમાં આવ્યા પહેલાં ટેલીવીઝનમાં કામ કરતી હતી અને તેની બહેન પણ તેણીની જેમ ટેલીવીઝન પર કામ કરી ચુકી છે.

ઇઝાબેલ

image source

ઇઝાબેલ કેટરીનાની નાની બહેન છે. તેણી પણ કેટરીનાની જેમ હાલ મોડેલીંગ કરી રહી છે. પણ હવે તેણી બોલીવૂડમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તેણીએ પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ પણ પુરું કરી લીધું છે. તમને જણાવી દઈ કે ઇઝાબેલ ભારતીય ટેલીવીઝન પર પણ ઘણી બધી એડવર્ટાઇઝમાં મોડેલીંગ કરી ચુકી છે. દેખાવે તેણી કેટરીના જેવી જ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ