થાઇરોઇડથી લઇને આ મોટી બીમારીઓને દૂર કરવા રોજ કરો સિંહાસન, એક ક્લિકે જાણી લો કેવી રીતે કરવુ

જીભ નીકાળીને કરો આ આસન, 10 બીમારીઓનો છે ઇલાઝ

image source

આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના માટે થોડો સમય કાઢવો જોઇએ. યોગમાં આવા જ થોડા આસન છે જે તમને તંદુરસ્ત રાખશે.

તો જાણી લો તમે પણ આજે એવા આસન વિશે જે તમને રોગ મુક્ત કરશે અને સાથે-સાથે તમારી ત્વચાને પણ સુંદર બનાવશે. તમને જણાવી દઇએ કે આ આસનનુ નામ સિંહાસન છે. સિંહાસન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થાય છે.

image source

તો જાણી લો તમે પણ આ આસન કરવાની રીત…

આસન કરવાની રીત

આ આસનમાં સિંહની જેમ ગર્જના કરવાની હોય છે. આ આસન કરવા માટે કોઈ એકાંત કે શાંત જગ્યા એ બેસો. સૌથી પેહલા પગને ઘૂંટણથી વાળીને ઘૂંટણને આગળની તરફ કરો.

image source

હવે એડી પર બેસીને આગળની તરફ ઝૂકો. પછી બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે આંગળીઓને અંદરની તરફ રાખી હથેળીને જમીન પર મૂકો. આમ કરવાથી તમારી આખી પોઝિશન સિંહ જેવી થશે. પછી જીભને બહાર કાઢી સિંહની જેમ ગર્જના કરો.

દૂર થશે તોતડાપણું

ઘણા લોકોને બાળપણથી જ જીભ તોતડાતી હોય છે. આમ, જો તમે આ સમયે સિંહાસન કરો છો તો આ સમસ્યામાંથી બહાર આવી જાવો છો.

image source

ગળામાં કાકડા(ટોન્સિલ) દૂર થાય છે

જો તમને વારંવાર ગળામાં કાકડા(ટોન્સિલ)ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય અને ગળામાં દુખતુ હોય તો આ આસન કરવાથી તમને ફાયદો થશે. જો તમે આ આસન નિયમિત કરશો તો ગળાને લગતી કોઇ પણ પ્રકારની તકલીફથઈ તમે બચી શકશો.

image source

બ્લડ સરક્યુલેશન

શરીરમાં બ્લડ સરક્યુલેશન બરાબર રાખી ઓક્સીજનની માત્રા પૂરતી રાખે છે જેના કારણે અસ્થમાની સમસ્યામાંથી રાહત મળે છે

મોઢાની વાસ દૂર કરે

image source

સિંહ જેવી ગર્જના કરવાથી મોઢામાંથી આવતી વાસ ધીરે ધીરે ઓછી થાય છે.

ડર દૂર થાય

કોઈ કારણ વગર અથવા નાની- નાની વાતોમાં લાગતો ડર આ સિંહ આસન કરવાથી દૂર થાય છે અને તમે ડરનો સામનો કરતાં શીખી જાઓ છો.

ચહેરાની કરચલી કરે દૂર

image source

વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલી પડવા લાગે છે જે તમને સિંહાસન કરવાથી દૂર થાય છે અને પડી ગયેલી કરચલીઓ જલ્દી જ ગાયબ થઇ જાય છે. જો તમે આ આસન રેગ્યુલરલી કરશો તો તમારા ફેસ પર ક્યારે પણ તમને કરચલીઓ પડશે નહિં અને ફેસ એકદમ ક્લિન રહેશે.

image source

થાઈરોઈડમાં ફાયદાકારક

જો તમને થાયરોઈડની તકલીફ છે તો આ સિંહાસન કરવાથી જલ્દી આરામ મળશે.

આંખ અને કાન થાય છે મજબૂત

image source

આ આસન કરવાથી આંખ અને કાનને તો ફાયદો થાય છે જ પણ સાથે -સાથે નાક,જીભ,તાળવું અને દાંત પણ મજબૂત બને છે.

વધે છે આંખોની રોશની

સિંહાસન કરવાથી આંખોની રોશની વધે છે એટલે આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે.

image source

ત્વચા નિખરે છે

સિંહાસન કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઈટ થાય અને ચહેરો નિખરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ