સિંગાપુર ફરવા જવા માટે બેસ્ટ, પણ ત્યાંના સ્થાનિક કાયદા વિશે પણ જાણી લેજો

આપણે ગુજરાતીઓ હરવા-ફરવાના ભારે શોખીન છીએ. બાળકોને ઉનાળાનું વેકેશન પડે કે તરત જ ફરવા ઉપડી જઈએ છીએ. ખાસ કરીને દિવાળી પછીની રજાઓમાં લગભગ દરેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગુજરાતીઓથી ઉભરાવા માંડે છે.

હરવું-ફરવું કોને ન ગમતું હોય ? અહીં આપણે માત્ર ગુજરાતીઓની વાત નથી કરતા પરંતુ કોઈપણ નામે માણસ હોય તે હરવા-ફરવા જવાની ઇચ્છા રાખતો જ હોય. માત્ર આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં પણ એવા અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે જ્યાં આપણે ફરવા જવાની ઇચ્છા રાખતા જ હોઈએ છીએ.

image source

વળી જેઓની આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધ હોય તેવા લોકો દેશ-વિદેશ પણ ફરવા જાય છે. વિદેશમાં ફરવા જવાની વાત આવી છે તો આપણે અહીં એક એવા દેશ વિશે વાત કરીએ જેને હરવા-ફરવાના શોખીન લોકો ખૂબ પસંદ કરે છે. જી હા, આપણે વાત કરીશું સિંગાપુર દેશની.

ભલે અત્યારે નહીં તો ભવિષ્યમાં ક્યારેક તમારી પણ જો સિંગાપુર જવાની ઇચ્છા હોય તો અમારી શુભેચ્છા તમારી સાથે છે. પરંતુ તે પહેલા ચાલો જાણીએ સિંગાપુર દેશની થોડીક રસપ્રદ વાતો.

image source

સિંગાપુર દેશની ગણના વિશ્વના ધનિક દેશો પૈકી એક દેશ તરીકે થાય છે. અહીંની બજાર – વ્યાપાર વ્યવસ્થા આપણા માટે બહુ મોંઘી છે પરંતુ ત્યાં રહેતા સ્થાનિક લોકો માટે સસ્તી છે કારણકે અહીં રહે તો દરેક છઠ્ઠો વ્યક્તિ મિલિનેયર છે.

એ સિવાય બીજી રસપ્રદ બાબત એ છે કે અહીંની કુલ વસ્તીની સંખ્યા કરતા વધુ સંખ્યામાં ટુરિસ્ટો અહીં આવતા હોય છે. એટલે અહીંની ઈકોનોમીનો ગ્રાફ વધવા પાછળ ટુરિઝમનો બહુ મોટો ફાળો છે.

image source

એ સિવાય અહીંના કાયદાઓ પણ આપણને થોડાક વિચિત્ર લાગે તેવા છે. જેમ કે અહીં જાહેર ઉપર થૂંકવું પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તો તેની એક હજાર ડોલર જેવી માતબર રકમનો દંડ ભરવો પડે છે.

image source

તો વળી ચુઈંગમ વિશે કાયદો એવો છે કે તમે અહીં ચુઈંગમ ચાવતા-ચાવતા ફરી ન શકો. એટલું જ નહીં ચુઈંગમની બાબતમાં અહીંની સરકાર એટલી સખત છે કે કોઈ વ્યક્તિ ચુઈંગમ વેચતા પકડાઈ જાય તો તેને પણ બે વર્ષની જેલ અથવા એક લાખ ડોલરનો દંડ જેવી કડક સજા આપવામાં આવે છે.

તો હવે તમે પણ ક્યારેક જો સિંગાપુર ફરવા જવાના હોય તો તેના સ્થાનિક કાયદા કાનૂન વિશે વિગતવાર જાણી, સમજી-વિચારીને જ જજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ