જો એકવાર કરશો આ ફેસ મસાજ ઘરે, તો વારંવાર થશે કરવાનુ મન

ફેસ મસાજની આ નવી જ પદ્ધતિ તમને ઘરે જ રીલેક્સ કરશે

image source

જેમ્સ સ્ટોન ફેસરોલર્સ તમારા ચહેરાના સ્નાયુઓને ઘરે જ રીલેક્સ કરશે

બ્યુટી પાર્લરમાં જ્યારે તમે ફેશિયલ કરાવવા જાઓ છો ત્યારે તમારા ચહેરા પર જે રીતે મસાજ કરવામાં આવે છે તેનાથી તમારા ચહેરાન સ્નાયુઓને આરામ મળે છે અને તમને પણ સારું ફીલ થાય છે.

પણ જો તમે હવે માત્ર આ મસાજ માટે જ બ્યુટી પાર્લરમાં રૂપિયા ખર્ચવા જવાના હોવ તો તેમ ન કરતાં. કારણ કે હવે તમે ઘરે જ રોલર મસાજર દ્વારા તમારા ચહેરાને રીલેક્સ કરી શકશો.

image source

હાલ એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે તે છે જેમસ્ટોન ફેસ રોલર્સનો. આ રોલર્સની મદદથી તમે જાતે જ તમારા ચહેરા પર અસરકારક મસાજ કરી શકશો. અને તેના માટે તમારે ઘરની બહાર નહીં જવું પડે.

અને આ ફેસ મસાજ રોલર્સનો ઉપયોગ આજે ઘણા બધા લોકો કરી રહ્યા છે. આ રોલર્સ દ્વારા મસાજ કરવાથી તમારા ચહેરાના મસલ્સને ઉર્જા મળે છે. તેમજ ચહરો જે ફુલી જાય છે તે પણ નથી થતું અને તે તમારા ચહેરાને ઓર વધારે યુવાન દેખાવામાં મદદ કરે છે.

image source

આ ઉપરાંત આ રોલર્સ દ્વારા મસાજ કરવાથી તમારી લબડી પડેલી ચામડી ચુસ્ત થાય છે તેમજ તમારું કોમ્પ્લેક્શન પણ સુંદર ચમકીલુ બને છે. તો ચાલો જાણીએ વિગતે આ જેમસ્ટોન્સ રોલર્સ વિષે.

ફેસ રોલર્સથી ચેહરાને શું લાભ થાય છે

ફેસ રોલર્સથી ચહેરાની ત્વચાને ફાયદો થાય છે. આ રોલર્સનો ઉપયોગ કવરાથી મસાજ માટે જે ક્રીમ વિગેરે વાપરવામાં આવ્યું હોય તે ત્વચામાં સારી રીતે શોષાય છે.

image source

જો ચેહરા પર કોઈ સીરમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો અને ત્યાર બાદ રોલર ફેરવવામાં આવે તો તે સિરમની અસર બેવડાઈ જાય છે એટલે કે તેનો બમણો લાભ તમારા ચેહરાની ત્વચાને મળે છે.

આ ઉપરાંત ફેસ રોલર્સ તમારા ચહેરાના સ્નાયુઓને રીલેક્સ કરે છે અને તેના કારણે તમારો ચેહરો સામાન્ય કરતાં વધારે તેજસ્વી લાગે છે. ફેસ રોલર્સનો નિયમિત ઉપયોગ કરવાથી તમને પિગ્મેન્ટેશન કે પછી કાળા ધબ્બા તેમજ ડાર્ક સર્કલની સમસ્યા રહેતી હોય તો તે પણ દૂર થાય છે.

image source

તમે જ્યારે ક્યારેય સવારે ઉંઘમાંથી ઉઠતા હશો ત્યારે તમારો ચેહરો સુજી ગયેલો જોયો હશે. જો તે સમયે તમે આ ફેસ રોલર્સનો ઉપયોગ કરશો તો તમારા ચેહરાનો સોજો ઓછો થઈ જશે.

આ સિવાય ચહેરા પરનું લોહીનું ભ્રમણ પણ તેનાથી વધશે અને તેના કારણે તમારા ચહેરા પરના કોષને નવજીવન મળશે અને તમારો ચેહરો કાંતિવાન બનશે.

બજારમાં વિવિધ પ્રકારના જેમ્સ્ટોન રોલર્સ ઉપલબ્ધ છે ચાલો તે વિષે જાણીએ

એમેથિસ્ટ (નિલમ સ્ફટિક) ફેસ રોલર

image source

આજ કાલ આ રોલર ઘણું બધું પ્રખ્યાત છે. અમેરિકન સેલિબ્રિટિઝ કર્દાશીયન્સ સીસ્ટર્સે પણ આ એમેથીસ્ટ ફેસ રોલર્સ પ્રત્યેનો પોતાના પ્રેમ કબૂલ્યો છે. અને ત્યાર બાદ તે બીજી બધી સેલેબ્રીટીઝમાં પણ લોકપ્રિય બન્યું છે.

સ્કીનકેર એક્સપર્ટનું કહેવું છે કે આ સ્ટોનમાં એક પ્રકારની હીલીંગ પ્રોપર્ટી છે જે શારીરિક બિમારીઓ, હોર્મોનલ ઇનબેલેન્સ દૂર કરે છે અને સાથે સાથે માનસિક તાણ પણ દૂર કરે છે અને અનિંદ્રાની સમસ્યા પણ દૂર કરે છે તેમજ બળતરા દૂર કરી તમારા શરીરમાં એક જાતની શાંતિ જગાવે છે.

રોઝ ક્વાર્ટ્ઝ (ગુલાબી ક્રીસ્ટલ) રોલર

image source

આ એક પ્રકારનો ક્રીસ્ટલ છે જેમાં એક અનેરી આધ્યાત્મિક હિલિંગ પ્રોપર્ટી છે. એવું કહેવાય છે કે રોઝ ક્વાર્ટર રોલર તમારી ત્વચાને એક પ્રેમભરી કેર આપે છે.

કેહવાય છે કે તેનાથી ગુસ્સો પણ ઓછો થાય છે અને ત્વચાને નુકસાનકારક તત્ત્વો પણ ઓછા રીલીઝ થાય છે.

image source

તે ત્વચામાં સંતુલન ઉભુ કરે છે અને ચેહરા પરનું લોહીનું ભ્રમણ પણ મજબુત બનાવે છે. રોઝ ક્વાર્ટ્ઝ એક લવ સ્ટોન હોવાથી કહેવાય છે કે તે ત્વચાને પ્રેમાળ ઉર્જા આપે છે.

જેડ (લીલો સ્ફટીક) રોલર

image source

જેડ એ એક પ્રકારનો કુદરતી ક્રીસ્ટલ છે જે તમારી ત્વચા પરના સોજા તેમજ રતાશને ઠંડા પાડે છે ઓછા કરે છે. જેડ રોલરને તમારા ચહેરા પર ઉપરની દીશામાં રોલ કરવાનું છે અને તમારા ચેહરા પર લગાવવામાં આવેલી ક્રીમ કે પછી સીરમ તમારી ત્વચામાં અંદર સુધી પહોંચી જશે.

જ્યારે તમે આ રોલરનો ઉપયોગ એન્ટિ એજિંગ સ્કીન કેર પ્રોડક્ટ પર કરશો તો તમારા ચહેરા પરની પાતળી કરચલીઓ તેમજ રેખાઓ ધીમે ધીમે દૂર થશે અને તમને તે પ્રોડક્ટનો સંપુર્ણ લાભ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ