OMG! તમારી ફેવરિટ રશ્મી દેસાઇને સિદ્ધાર્થ શુક્લાએ મારી જોરદાર થપ્પડ, અને વિડીયો થઇ ગયો વાયરલ

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મી દેસાઈ

image source

રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા એકસાથે એકદમ પરફેક્ટ લાગી રહ્યા છે. તેઓ બંનેની કેમેસ્ટ્રીના જલવા લોકોના મનમાં વસી ગયો છે. પરંતુ હકીકતમાં તેઓ બંનેના સંબંધ ખૂબ તનાવપૂર્ણ રહ્યા છે. ટીવી સિરિયલ ‘દિલ સે દિલ તક’માં શરૂ થયેલ બંનેનો ઝગડો બિગ બોસ સિઝન ૧૩માં પણ જોવા મળ્યો છે. ત્યાર પછી રિયાલિટી શો પૂરો થતાં થતા બંને વચ્ચે ઝઘડો ખતમ થઈ ગયો છે અને સંબંધ પણ પહેલા કરતા સારો થઈ ગયો છે.

અત્યારે રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની વચ્ચે બધું જ ઠીક છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના કિસ્સાઓ આજે પણ પ્રસિધ્ધ છે. સિદ્ધાર્થ શુકલાના ફેન્સ દ્વારા બનાવેલ એક વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધાર્થ શુકલાના ફેન્સ દ્વારા બનાવેલ આ વીડિયોમાં સિદ્ધાર્થ શુકલાની એગ્રેસીવ સાઈડ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ શુકલા રશ્મિ દેસાઈના ગાલ પર એક જોરદાર થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે.

અરે…રશ્મિ દેસાઈના ફેંસને ગભરાવાની જરૂર નથી. કેમ કે, આ એક રીલ થપ્પડ છે રીયલ થપ્પડ નથી. આ વિડીયો બનાવનાર યુઝરએ પોતાની ક્રિએટીવીટી બતાવતા સિદ્ધાર્થ-રશ્મિના શો ‘દિલ સે દિલ તક’ના એક સીનને એમ્બેડ કર્યો છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા રશ્મિ દેસાઈને થપ્પડ માર્યો હતો.

image source

આ સીનની સાથે સિદ્ધાર્થ શુકલાનો એક ઓડિયો પણ ચલાવવામાં આવ્યો છે જેમાં સિદ્ધાર્થ શુક્લા ‘ભાડ મેં જાઓ’ એવું કહી રહ્યા છે. આ સાથે જ રશ્મિ દેસાઈનો એ સીન લેવામાં આવ્યો છે જેમાં રશ્મિ દેસાઈ બીગ બોસ-13માં સિદ્ધાર્થ શુક્લાને ખુબ સંભળાવી રહી છે.

આ વિડીયોમાં સિદ્ધાર્થ શુક્લાને રશ્મિ દેસાઈના થપ્પડ મારવા વાળા સીનના લુપમાં થપ્પડના અવાજની સાથે બતાવવામાં આવ્યો છે. બન્નેના ઝઘડાને બતાવતા વિડીયોના બેકગ્રાઉન્ડ ‘ભૂલા દુંગા’ મ્યુઝીક લેવામાં આવ્યું છે.

image source

આ વિડીયો કલીપ ખરેખરમાં ખુબ મજેદાર છે. આ વિડીયો બનાવનાર વ્યક્તિએ ખુબ જ સરસ એડીટીંગ કર્યું છે. પરંતુ આ વિડીયો રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાને એકસાથે જોવા ઈચ્છતા ફેંસને જરૂરથી નિરાશ કરી રહ્યો છે.

ટીવી સીરીયલ ‘દિલ સે દિલ તક’માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની જબરદસ્ત સ્ક્રીન પેરીંગ જોવા મળી હતી. સિદ્ધાર્થ અને રશ્મિ જયારે પણ એકસાથે જોવા મળે છે ત્યારે તેઓ સ્ક્રીન પર છવાઈ જાય છે. સિદ્ધાર્થ અને રશ્મિના ફેંસ ઈચ્છે છ એકે, તેઓ ફરીથી એકસાથે શો કરે.

image source

સિદ્ધાર્થ શુક્લાના ટીવી શો ‘નાગિન ૪’માં કામ કરવાની પણ ખબરો આવી રહી છે. જો કે, સિદ્ધાર્થે આ ખબરોને ખોટી જણાવી દીધી છે. તેમજ જયારે રશ્મિ દેસાઈનું કહેવું છે કે, જો સિદ્ધાર્થ પણ આ શોનો ભાગ બને છે તો તેને કોઈ તકલીફ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ