Covid-19: 1500 કરોડના દાન બાદ રતન ટાટાએ કરી એટલી મોટી બીજી મદદ કે, જે જાણીને તમને પણ થશે ગર્વ

દેશ પર સંકટ આવશે તો કંઈ પણ કરી છૂટવા તૈયાર છે રતન ટાટા – 1500 કરોડના દાન બાદ ડોક્ટર્સ માટે તાજ હોટેલ્સમાં રહેવા માટે કરી વ્યવસ્થા

ભારતમાં દીવસે દીવસે કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે, રતન ટાટા, ટાટા ટ્રસ્ટ અને એમેરીટસ ટાટા સન્સના ચેરમેન એવા રતન ટાટાએ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ, રેસ્પીરેટરી સીસ્ટમ, ટેસ્ટીંગ કીટ્સ અને કોરોના સામેની લડતમાં અન્ય જરૂરી ઉપકરણો માટેના ઉત્પાદન માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટાટા ગ્રુપ ઓફ કંપની અંતરગતની ટાટા સન્સ પેઢીએ ત્યાર બાદ તરત જ કોવીડ 19 અને તેની સાથે સંબંધીત પ્રવૃત્તિઓ માટે વધારાના 1000 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

અને હવે ફરી પાછા આ સુવર્ણ હૃદયના બિઝનેસમેને ઓર વધારે મદદનો હાથ લંબાવતા ડોક્ટર્સ માટે પોતાની લક્ઝરી હોટેલ તાજ ગૃપના દરવાજા ખોલ્યા છે. રતન ટાટાએ તાજ હેટલ કોલાબા, તાજ લેન્ડ્સ એન્ડ બાન્દ્રા અને હોટેલ પ્રેસીડેન્ટ ઇન કફ પરેડના દરવાજાઓ બીએમેસીના ડોક્ટર્સ કે જેઓ કોવીડ 19 માટે કામ કરી રહ્યા છે તેમના માટે હોટેલ્સના રૂમ ખુલ્લા મુક્યા છે. આ સમાચાર બિગબોસના પૂર્વ સ્પર્ધક વિન્દુ દારાસિંહે ટ્વીટ કરીને શેર કર્યા હતા. વિન્દુ દારા સિંહે ટ્વીટ કરીને રતન ટાટાને બીરદાવ્યા હતા.

image source

રતન ટાટાનું આ ડોનેશન ભારતમાં સૌથી મોટું ડોનેશન છે. 82 વર્ષીય રતન ટાટાએ પોતાની મદદ જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે આજની જે દુનિયાની સ્થિતિ છે તે જોઈને પગલાં ત્વરીત લેવામા આવે તે અત્યંત જરૂરી છે. રતન ટાટાની આ દરિયાદીલીને ભારતીય ક્રીકેટ ટીમ કેપ્ટન વીરાટ કોહલી અને RPG ગૃપના માલિક હર્ષ ગોએન્કાએ ખૂબ બીરદાવ્યા છે.

image source

તમને એ પણ જણાવી દઈ કે ભારતમાં કોવીડ – 19ના કેસો વધતાના થોડા જ અઠવાડિયામાં ટાટા ગૃપે તરત જ સમગ્ર દેશમાં આવેલી તેમની ઓફીસો તેમજ ફેક્ટરીઓમાં કામ કરતા પોતાના ટેમ્પરરી વર્કર્સ તેમજ રોજીંદુ કામ કરીને કમાતા કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ બન્ને મહિનાનું એડવાન્સમાં પૂરું પેમેન્ટ ચૂકવી દીધું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે સાવચેતીના ધોરણોને પાળતા જો તેમના કર્મચારીઓ કામ નહીં કરી શકે તો પણ તેમને પગાર આપવામાં આવશે.

image source

સમગ્ર વિશ્વમાં કોવીડ 19 પોઝીટીવના કેસનો આંકડો 10 લાખને વટાવી ચુક્યો છે, અને હજારો લોકોના મૃત્યુ નીપજ્યા છે. ભારતના ચોક્કસ આંકડાની વાત કરીએ તો 2902 કેસ પોઝીટીવ નોંધાયા છે, 184 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, અને મૃત્યુઆંક 68 પર પહોંચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ