શું તમારો પાર્ટનર પણ તમારી સામે જૂઠ્ઠુ બોલે છે? તો જોઇ લેજો તેની રાશિ આ તો નથી ને?

મિત્રો, જૂઠ્ઠુ બોલવુ એ માણસનો એક સામાન્ય સ્વભાવ બની ચુક્યો છે. કોઈપણ સ્થિતિમા પોતાને સાચું સાબિત કરવા માટે માણસ કયાંક ને ક્યાંક પોતાના રોજીંદા જીવનમાં તેનો સહારો લેતો જ હોય છે. ક્યારેક નાનુ તો ક્યારેક મોટુ જૂઠ્ઠાણુ માણસ બોલતો જ હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ રાશિના જાતકો જૂઠ્ઠુ બોલવામા ખુબ જ માહેર હોય છે. તો ચાલો આજે આ લેખમા જાણીએ કે, કઈ રાશીઓ છે આ?

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકો કોઈપણ વાતની લાંબી-લાંબી વાર્તાઓ બનાવવામા ખુબ જ વધુ પડતા માહેર હોય છે. તેઓ ખુબ જ સારી રીતે જાણે છે કે, કેવી રીતે જુઠ્ઠુ બોલવુ છે અથવા તો કેવી રીતે આ જૂઠને કવર કરવુ? આ બધી જ બાબતો તેમને ખુબ જ સારી રીતે ખબર હોય છે. આ જાતકોથી શક્ય તેટલું અંતર રાખવું અને ક્યારેય પણ તેની કોઈ વાત પર આંધળો વિશ્વાસ ના કરવો.

સિંહ રાશિ :

આ રાશિના જાતકો પોતાની જાતને કોઈપણ રીતે લાઇમલાઇટમાં આવવા માટે જૂઠ્ઠુ બોલતા રહેતા હોય છે. તેમનુ જૂઠ્ઠાણુ પકડાઇ પણ જાય છે તેમછતાં પણ તે સ્વીકારતા નથી. આ લોકો જૂઠ બોલવામા ખુબ જ ચતુર હોય છે. તે ખુબ જ ચતુરાઈપૂર્વક અને સમય જોઇને જૂઠ બોલે છે, જેથી તે પકડાઈ ના જાય અને તેનું કામ પણ નીકળી જાય.

મિથુન રાશિ :

આ રાશિના જાતકો કોઈપણ વ્યક્તિને માનસિક રીતે પાડીને ભાંગવામા ખુબ જ માહેર હોય છે. તે તેમના દોગલા વ્યક્તિત્વના કારણે સત્યને એ રીતે ઘૂમાવે છે કે, દરેક વ્યક્તિને તેમની વાતો પર વિશ્વાસ થઇ જાય છે. લોકો તેમની ખોટી વાતો પર પણ ઝડપથી વિશ્વાસ કરી લે છે અને પછી અંતે પસ્તાવાનો વારો આવે છે. માટે શક્ય હોય તો આ જાતકોથી અંતર બનાવીને જ રાખવુ.

તુલા રાશિ :

આ રાશિના જાતકો એકદમ ઉદાર સ્વભાવના હોય છે પરંતુ, તેમની વાતો જૂઠ્ઠી હોય છે. આ જાતકો બીજા લોકોને દુઃખ પહોંચાડવા નથી માંગતા કે ના તો તેમની લાગણીઓને દુભાવવા માંગે છે પરંતુ, તેમની સામે પરિસ્થિતિ એવી સર્જાય છે કે, તેમેને ઈચ્છા ના હોવા છતા પણ પરિસ્થિતિને સામાન્ય બનાવી રાખવા માટે જુઠનો સહારો લેવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong