પહેલા કુંડળીમાં જોઇ લો ગુરુની સ્થિતિ અને પછી જ પહેરો સોનાનાં આભુષણો નહિં તો થશે ભયંકર નુકસાન

ભારતીય સમાજમાં સ્ત્રી પુરુષોમાં ઘરેણા પહેરવાની પરંપરા જુના સમયથી ચાલતી આવેલ છે. ઘરેણા ધારણ કરવાનું પોતાનું એક મહત્વ છે જે શરીર અને મન સાથે જોડાયેલ છે. મોટા મોટા અન્વેશક અને વિજ્ઞાનવેતા પણ આપણા જુના ઋષિ મુનીઓ બ્રહ્મવેત્તાઓ અને પૂર્વજો દ્વારા પ્રમાણિત અનેક તથ્યો અને રહસ્યોને નથી સમજી શક્યા. જુના સમયમાં લોકો ભારતીય સંસ્કૃતિના ઘણા સિદ્ધાંતોને નકામાં અને ખોટા કહીને ખોટો પ્રચાર કરે છે. પણ હવે તે જ માથું નમાવીને તેનો સ્વીકાર કરીને કોઈને કોઈ રીતે જ માનવા પણ લાગ્યા છે.

image source

ઘર્મ ગ્રંથો, વેદ પુરઆમમાં જે રીતે સારી જિંદગી માટે અનેક ખરાબ ચીજો થી દૂર રહેવાની વાતો કહેવામાં આવી છે તેવી જ રીતે જ્યોતિષમાં કુંડળીમાં કેટલાક કામ કરવાની અને કેટલાક ન કરવાની વાત કરાઈ છે. તેમાં ખાસ કરીને વસ્તુઓ ના ઉપયોગ કરવા અને ન કરવાને લઈને પણ સલાહ આપવામાં આવી છે. તેમાંથી એક છે સોનાના ઘરેણાં.

image source

મહિલાઓની સાથે પુરુષો પણ સોનાની જ્વેલરી કે એસેસરીઝ પહેરે છે. પણ દરેકને સોનું ઉપયોગી થતુ નથી. કુંડળીની સ્થિતિ અનુસાર જાણો કે કયા લોકોએ સોનું પહેરવું કે તે લાભ આપી શકે અને કઈ રાશિ ના લોકોએ તેને પહેરવાનું ટાળવું અને નુકસાન થી બચવું.

સોનાના આભૂષણો પહેરવાથી થતી અસર

image source

એ જાતકો જેમના લગ્ન મેષ, કર્ક, સિંહ અને ધન છે. તેમને માટે સોનું ધારણ કરવાનું શુભ હોઈ શકે છે. શરીર ના અલગ અલગ અંગોમાં સોનું ધારણ કરવાથી અલગ અલગ અસર જોવા મળી શકે છે. ગળામાં સોનું પહેરવા નો અર્થ છે કે તમારો ગુરુ ગ્રહ કુંડળી ના લગ્ન ભાવમાં બેસી જશે અને અસર દેખાશે. આ રીતે હાથમાં સોનું પહેરવા નો અર્થ છે કે ગુરુ ત્રીજા ભાવમાં રહેશે. આ ભાવ પરાક્રમ નો ભાવ હોઈ શકે છે.

આ લોકોને સોનાના આભૂષણો પહેરવાથી થઈ શકે છે નુકશાન

image source

જ્યોતિષ મુજબ જે પ્રકારે રત્ન કુંડળી જોઇ પહેરવુ જોઇએ, એ જ રીતે સોનાના આભૂષણો પણ કુંડલીમાં ગુરુ ની સ્તિથિ જાણી જ પહેરવુ જોઇએ. નહીંતર નુકશાન થઇ શકે છે. વૃષભ, મિથુન, કન્યા અને કુંભ લગ્નવાળા લોકો માટે સોનાના આભૂષણો પહેરવા યોગ્ય નથી.

image source

તુલા અને મકર લગ્ન ના લોકોને પણ સોનાના આભૂષણો પહેરવાથી બચવુ જોઇએ. વૃશ્ચિક અને મીન લગ્નના લોકોને સોનાના આભૂષણો પહેરવાથી થતી અસર મધ્યમ હોય છે. એટલે કે ના વધારે લાભ અને ના નુકશાન. જેમની કુંડળીમાં ગુરુ ખરાબ સ્થિતિમાં હોય, તેમને સોનાના આભૂષણો ના પહેરવા જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong