શિવશંભુનાથ – એક અદભુત સફર – એક પરિવાર નીકળ્યો હતો મહાદેવના દર્શને અને તેમની બસ ખાબકે છે ઊંડી ખીણમાં અને…

કુંજ અને તેનો પરીવાર પોતાનાં કુળદેવ નાં મંદીર જવા નીકળવા બિલકુલ તૈયાર હતો. કુંજ ના દાદાજી કાનજીભાઈ બધેકા ની બહુ ઈચ્છા હતી કે આખા કુટુંબ સાથે કુળદેવ ભગવાન મહાદેવ નાં દર્શન કરે. પણ મંદીર નો રસ્તો ઘણો લાંબો અને નાની એવી કેડી થી રહીને પસાર થતો હતો. તેમના પત્ની કલ્યાણીબહેન એ કહ્યું પણ હતુ કે હવે આ ઉમરે ન જઈ શકાય પણ કાનજીભાઈ મહાદેવ નાં પરમ ભક્ત હોવાથી તેમણે જીદ ન મૂકી અને આખા કુટુંબ ને ભેગા કરી યાત્રાપ્રવાસ નુ નક્કી કરી જ નાંખ્યુ.

કાનજીભાઈ ને બે સંતાન હતાં. એક દીકરો હીતેશ અને દીકરી ઈલા. હીતેશ ની પત્ની હતી હેતલ. તેમને બે બાળકો હતાં. એક કુંજ જેનાં હમણાં જ નવા લગ્ન થયાં હતાં કુંજલ સાથે. કુંજલ પણ ખૂબ સારી અને સંસ્કારી છોકરી હતી. અને બીજી કાજલ. કાજલ કોલેજ માં ભણતી હતી. કાનજીભાઈ તેમના દીકરા અને પૌત્ર સાથે જ રહેતા હતા. તેમની દીકરી ઈલા નાં પણ લગ્ન થઈ ગયાં હતા ઈલેશ સાથે. તેમને પણ બે સંતાન હતાં. દીપ અને દીપાલી. બંન્ને જુડવા હતાં અને તેઓ પણ કોલેજ માં જ અભ્યાસ કરતાં હતા. બધાં તૈયાર થઈ ગયાં હતાં. ઈલેશ એ હોલ માંથી બુમ પાડી

” ક્યાં ગયા બધાં? બસ આવી ગઈ છે. ” ” હા હવે જરાક તૈયાર થવા તો દો ” ઈલા વાળ સરખા કરતી નીચે આવી. ” ઈલા હવે આ ઉમરે શું તૈયાર થવાનુ? ” ઈલેશ એ મશ્કરી કરતાં કહ્યુ. ” ઉંમર થઈ હશે તમારી. હું તો દીપ અને દીપુ ના કોલેજ જાવ ને તો હજીય મને બંન્ને ની બહેન જ કહે છે ” ઈલા એ મશ્કરી નો જવાબ આપતાં કહ્યુ. અને બંન્ને હસવા લાગ્યા. તેમનો સંબંધ જ એવો હતો. કાયમ મજાક કરતાં રહેતા. એટલા માં જ દીપાલી અને કાજલ આવ્યા.

” દીપુ તારો ભાઈ ક્યાં રહી ગયો અને બાકી બધાં? ” ” પપ્પા દીપ તો બસ માં બેસી સુઈ પણ ગયો. બાકી બધા આવતાં હશે. લ્યો કુંજભાઈ આવી ગયાં” ” કુંજ બાકી નાં ક્યાં ? ” ” ફુવા તમે લોકો જઈને બેસો બસમાં આ મમ્મી પાપા પણ બહાર જ છે. કુંજલ પૂજા પતાવે એટલે હું બા બાપુજી ને લઈને આવું ” ” ઠીક છે અમે બસમાં બેસતા થઈએ ”

કુંજલ પૂજાનાં રુમ માં પાઠ કરી રહી હતી. જે એ રોજ કરતી ઘરનાં ની સલામતી માટે. કુંજલ કાયમ પાઠ કરતી વખતે એક દીવો ચાલુ રાખતી. એ દીવસે એ દીવો અધવચે જ બુઝાઈ ગયો. કુંજલ ને મન માં વહેમ આવ્યો. તેણે તો પણ ફરી જગાવી પૂજા પૂર્ણ કરી. તે રુમ માં હતાશ ચહેરે સામાન લેવા ગઇ.

” કુંજલ બધું બરોબર લઈ લીધું ને? ” કુંજ એ બે ત્રણ વાર પુછ્યુ પણ કંજલ એ કાંઈ જવાબ ન આપ્યો. કુંજલ ક્યાંક ખોવાયેલી લાગતી હતી. ” શું થયું કુંજલ? ” ” કાંઈ નહી ” ” મને નહી કહે? ” ” હું આજે પાઠ કરતી હતી તો વચે જ દીવો બુઝાઈ ગયો. આજ પેલા આવુ ક્યારેય બન્યુ નથી. ” ” અરે બસ આટલી જ વાત? એતો પવન નો ઓલવાઈ ગયો હશે.સારા કામે દર્શન કરવા જઈએ છે તો મહાદેવ પર ભરોસો રાખ ” કુંજ એ કુંજલ ને સમજાવી લીધી. અને તેનાં બાપુજી નાં રુમ માં ચાલ્યો ગયો.કુંજલ પણ બધાં વહેમ ખંખેરી પાછળ ચાલી.

કુંજ તેનાં દાદાજી કાનજીભાઈ બસ તૈયાર જ હતાં. કુંજ તેમનાં રુમ માં પ્રવેશ્યો અને તેમને અને કલ્યાણીબહેન ને પગે લાગ્યો. કુંજલ પણ પાછળ થી આવી અને બંન્ને ને પગે લાગી. કુંજ એ સામાન ઉપાડ્યો. ચારેય નીકળ્યા. બધા હવે બહાર હાજર થઈ ગયાં હતા. કુંજલ એ તાળુ માર્યુ અને ચાવી કલ્યાણીબહેન ને સોંપી લીધી. કુંજ ના માતા પિતા હિતેશભાઈ અને હેતલબહેન પણ આવી ગયા હતા. એ લોકો એ મીની બસ કરી હતી. જે બધી જ સુવિધાઓથી સજ્જ એસી બસ હતી. ડ્રાઈવર ની સાથે એક બીજો માણસ પણ આવ્યો હતો.

જેથી શિફ્ટ બદલી શકાય અને બંન્ને વારાફરતી ડ્રાઈવ કરી શકે. કુળદેવ નું મંદીર જવામાં તેમને આખો દીવસ અને રાત લાગવાના હતા. માટે બધાં જ ગોઠવાઈ ગયા બસમાં. દાદા દાદી આગળ તેમના પાછળ મીડીયમ એજ વાળા અને પાછળ બધા છોકરાવ. સવાર ના વહેલા નીકળ્યા હતા એટલે પહેલા તો બધાં એ ઊંઘ જ પૂરી કરી. વચ્ચે ચા નાસ્તા માટે રોકાયા. બપોરે જમવા. ગીતો ગાતા અંતાક્ષરી રમતા હસતા રમતા દીવસ પસાર થઈ ગયો તેમને સમજ પણ ન પડી. રાત થઈ ગઈ હતી અને હવે તેઓ ખાઈ વાળા વિસ્તાર મા આવી ગયાં હતા. સાંકડી કેડી જેટલો જ રસ્તો હતો.

અંધારુ થઈ ગયુ હતુ. માટે તેમણે ઘરનો જ નાસ્તાની ભેળ જેવુ બનાંવી ખાઈ લીધુ. કેમ કે રસ્તો એવો હતો કે ત્યા ઉતરવુ હિતાવહ ન હતુ. રાતનાં આઠેક વાગ્યા હતાં. કુંજલ ને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. કાનજીભાઇ આગળ પહેલી સીટ માં બેઠા બેઠા ક્યારનાં ઓમ નમ: શિવાય ની માળા ફેરવી રહ્યાં હતા. તેમનાં મન માં બસ મહાદેવ નાં દર્શન ની આસ હતી. પણ કહેવાય છે ને જેટલી દર્શન ની ઈચ્છા તીવ્ર હોય છે એટલી જ કસોટી પણ અઘરી હોય છે. એમ જ થયું બસ ડ્રાઈવર બસ ચલાવતો હતો ત્યાં અંધારા માં તેને પથ્થર ન દેખાયો. બેલેન્સ જતાં બસ ખાઈ માં નીચે દોડી ગઈ અને એક ઝાડ સાથે અથડાઈ ગઈ.

બસ અથડાઈ પણ સદનસીબ એ કોઈને વાગ્યુ ન હતુ. ધીમે ધીમે બધાં ને હોશ આવ્યો. કુંજ એ બધાં ને બહાર કાઢ્યા. “હવે શું કરીશું ? બસ તો સાવ તુટી ગઈ છે ” ” હા અને કુંજભાઈ અને ફોન માં નેટવર્ક પણ નથી મદદ માટે કેવી રીતે બોલાવશું? ” ” તમે બધાં શાંત થાવ કોઈ ને કોઈ રાહ તો મળી જ જશે ” ” હા કુંજ સાચું કહે છે. આપણે તો નસીબદાર છે કે બધાં સલામત છે ” કુંજલ એ બધાંની હિંમત વધારતા કહ્યુ. ” મારા ખ્યાલ થી આપણે હવે ઉપર સુધી જઈ મદદ માંગવી પડશે અને પાછા જવું જોઈએ “

” ના હું મહાદેવ નાં દર્શન વગર હવે પાછો નહી જાવ. ભલે કાંઈ પણ થાય. આ જંગલ નો રસ્તો મંદીર સુધી જવાનો ટૂંકો રસ્તો છે. તમે બધાં જાવ હું જઈ આવીશ” કાનજીભાઈ એ હઠ પકડી. ” પણ દાદાજી તમે આ ઉમરે કેવી રીતે જશો ? હું તોકહું છુ કે ચાલો પાછા જઈએ ” ” દીપ બેટા તુ નહી સમજે. આ મારી યાત્રા છે. અને હું તે પૂરી કરીને જ રહીશ. તમારે જવુ હોય તો જઈ શકો છો. ” કાનજીભાઈ એ નિર્ણય સંભળાવી દીધો.

અને બધાં જ જાણતા હતાં કે દાદા નો નિર્ણય તો હવે ભગવાન પણ નહી બદલી શકે. અને તેઓ તેમને પ્રેમ પણ બહુ કરતા અને માન પણ આપતા. માટે કુંજ એ ડ્રાઈવરો ને જવા કહ્યુ અને મદદ લાવવા. અને પોતે બધાંજ કાનજીદાદા ની પાછળ તેમની યાત્રા માં નીકળી પડ્યાં.

કલાક ઉપર થઈ ગયું હતુ. ઘનઘોર જંગલ હતુ. ચાંદની ના આછા પ્રકાશ માં થોડુ ઘણું જોઈ શક‍તુ હતુ. બાકી ફોન માંથી લાઈટ વાપરી લેતા બધાં થાક્યા હતાં. એવા માં જ કાનજીભાઈ નાં પગ માં જીવડુ કરડ્યુ. તેમને પગમાં ખૂબ પીડા ઉપડી. બધાં એ ઘા ધોયો અને પોતાનાં સાથે લાવેલા નાના બેગ માં જરુરી દવાઓ હતી એ પણ લગાવી. કુંજ એ કહ્યુ.

” દાદાજી હવે થોડો આરામ કરી લો “

કાનજીભાઈ ને હવે આરામ હરામ હતો. તે બધાં ચાલતા જ જતાં હતા. ઘણો સમય વીતી ગયો. કાનજીભાઈ ની હાલત ખરાબ થતી જતી હતી. પણ તેમની જીદ હતી કે બસ મંદીર સુધી પહોંચી જાવ પછી ભલે મારું જે થવુ હોય એ થાય. તેમણે નક્કી કરી લીધું હતુ કે હવે છેલ્લા શ્વાસ લેશે તો બસ મહાદેવજી ના દર્શન કરી ને જ. તેમને કરડેલય જીવડુ ઝેરી હતૂ. ઝેર ફેલાતુ જતુ હતુ. કુંજલ એ દવા પણ કરી પણ ધીમે ધીમે કાનજીભાઈ ની હાલત બગડતી જતી હતી. થોડુંક ચાલતા જ તે બેભાન થઈ ગયા. બધાં જ ચિંતા કરવા લાગ્યા અને તેમને ભાન માં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા. એવા માં જ એક ફકીર ત્યાંથી પસાર થતાં હતા. તેમણે આ લોકો ને જોયા એટલે તેમનાં પાસે આવ્યા.

” અલખ નિરંજન…. તમે બધાં શું કરો ચવો અહીં અડધી રાતે ? ” ” અમે અહિં મહાદેવજી નાં દર્શન એ જતા હતા. રસ્તા માં બસ ખાઈ માં પડી ગઈ….” કુંજ એ વિસ્તાર માં ફકીર ને બધી વાત કરી. ” ઓહ તો એમ વાત છે ” ફકીર એ આસપાસ નજર કરી એક નાના છોડનાં પાન લઈ વાટીને કાનજીભાઈ નાં ઘા પર લગાવી પાટો બાંધી દીધો. બધા જોતા રહ્યા પણ કોઈએ વાંધો ન ઉઠાવ્યો.

” હવે લઈ જઈ શકો છો આમને મંદીર પહોંચતા સુધી ભાન પૂરેપૂરુ આવી જશે ” કુંજ અને દીપ એ કાનજીભાઈ ને સહારો આપ્યો અને ચાલવા લાગ્યા. ” બાબા તમે ક્યાં જાવ છો ? ” ” હું મંદીર જ જાવ છુ ચાલો મારી પાછળ હું તમને પહોંચાડિ દઈશ ” બધાં ચાલવા લાગ્યા. ફકીર આગળ આગળ અને બધેકા પરીવાર પાછળ પાછળ. ” બાબા તમે ક્યાં રહો છો? ”

” હું? હું બસ એ જ મંદીર મા જ્યાં તમે જાવ છો. આ તો કામ થી બહાર ગયો હતો. ” ચાલતા ચાલતા તેઓ મંદીર નાં દ્ધાર સુધી પહોંચી ગયા. ” લો આવી ગઈ તમારી મંઝીલ “

બધાં ખુશ થઈ ગયા. આખી રાત જેની રાહ જોતા હતાં આખરે ત્યાં પહોંચી ગયા. બધા જ અંદર ગયા. કુંજ અને દીપ બંન્ને કાનજીભાઈ ને અંદર લઈ ગયાં. સવાર ની પહેલી કીરણ થી આખું મંદીર જાજરમાન લાગી રહ્યુ. હતુ. સવારની આરતી ચાલુ થઈ. કાનજીભાઈ એ આંખો ખોલી ને સામે શિનલિંગ ના દર્શન કર્યા. તેમની આંખો માં અપર શ્રદ્ધા હતી. હાથ જોડીને સહારા વગર ઊભા રહી આખી આરતી કરી. આરતી પુરી થયાં પછી પ્રસાદ લઈ બધાં બેઠા મંદીર નાં આંગન માં.

” દાદા તમે ઠીક તો છો ને” દીપાલી એ સવાલ પુછ્યો. ” હા બેટા એકદમ ઠીક ” ” અરે પેલા ફકીર ક્યાં ગયા જેમણે આપડને અહીં પહોંચાડ્યા? ” કુંજલ એ આતુરતા થી પુછ્યુ ” અરે એ તો અહીં જ રહે છે ને હું પુછી જોવ પુજારી ને ” દીપ બોલતો બોલતો પુજારી પાસે ગયો. ” ફકીર ? કોણ ફકિર ? ” કાનજીભાઈ એ ઉત્સાહ થી પુછ્યું

તેમનાં પત્ની એ તેમને બધી વિગતવાર વાત કહી. ” પણ મને તો સપનુ આવ્યુ કે હું ચાલ્યો જાવ છુ. મારા આગળ મારા ઈષ્ટદેવ સ્વયં ભુ મહાદેવજી છે. જે મને રસ્તો બતાવે છે ને તેમની પાછળ હું ચાલ્યો જ જાવ છુ. ” બધાં જ કાનજીભાઈ નુ આવી વાત સાંભળી ચકીત થઈ ગયા. એટલા માં દીપ દોડતો દોડતો આવ્યો. અને બોલ્યો ” આ પુજારી તો કહે છે અહીં કોઈ જ ફકીર નથી કે ના ક્યારેય અહીં આવે છે કોઈ ફકીર. જંગલ નાં એરીયામાં દૂર દૂર સુધી કોઈ જ નથી એવુ ”

” શું નામ હતુ એ ફકીર નુ” ” શંભુનાથ ” ” કાનજીભાઈ સમજી ગયાં અને શિવલિંગ સામે દંડવત પ્રણામ કરવા લાગ્યા. ” મિત્રો જો સાચા દીલથી તમે તેને યાદ કરો તો સ્વયં મુસીબત નાં સમયે તે કોઈ પણ સ્વરુપે આવીને તમને તમારી મંઝીલ સુધી સ્વયં પહોંચાડી દે છે.

લેખક : બંસરી પંડ્યા “અનામિકા”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ