શિલ્પાએ મોંઘીદાટ ખરીદી આ વસ્તુ, અને પાછી શેર કરી આ તસવીર પણ, જેની કિંમત જાણીને આંખોના ડોળા આવી જશે બહાર,

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને થોડા થોડા દિવસે યોગા અને ફિટનેસને લઈને વિડીયો શેર કરતી રહે છે. પણ હમણાં શિલ્પા પોતાની નવી કારના કારણે ચર્ચામાં છે. હા શિલ્પા શેટ્ટીએ બ્રાન્ડ ન્યુ કાર લીધી છે.

અભિનેત્રીએ મર્શિડીઝ બેંજ વી કલાસ કાર ખરીદી છે, જેની કિંમત સાંભળીને તમે ચોકી જશો. હવે સોશિયલ મીડિયા પર શિલ્પા અને એમના પતિ રાજ કુન્દ્રાનો ગાડીમાં બેઠેલો વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે

image source

શિલ્પા શેટ્ટીએ પોતાના મોંઘા કાર કલેક્શનમાં અન્ય એક ગાડીને સામેલ કરી દીધી છે. અભિનેત્રીની નવ8 કાર મર્શિડીઝ બેંજ વી કલાસ બ્લેક કલરની છે અને આ એક ફેમીલી સાઈઝ કાર છે.

શિલ્પાએ પતિ રાજ, બહેન સમીતા અને માતા સાથે આ નવી કારની સવારી પણ કરી લીધી છે. શિલ્પા અને રાજને ફેમીલી સાથે મુંબઈના વર્લી વિસ્તારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. નવી કાર સાથે શિલ્પા અને રાજનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શિલ્પાની નવી નકોર ગાડીને જોઈને લોકો એની કિંમતનો અંદાજો લગાવવાનું શરૂ કરી દીધું છે. એ પછી કારની જે કિંમત સામે આવી છે એ ખરેખર ચોંકાવી દે તેવી છે.

મર્શિડીઝ બેંજ વી ક્લાસની કિંમત 71.10 લાખથી લઈને 1.46 કરોડની વચ્ચે છે. એમાં 7 લોકો બેસી શકે છે. એટલું જ નહીં આ કાર 5 અલગ અલગ વેરીએન્ટમાં માર્કેટમાં મળે છે. આ કારના દરેક વેરીએન્ટની કિંમત અલગ અલગ છે.

image source

શિલ્પા શેટ્ટી પોતાની લાઇફસ્ટાઇલ અને ફિટનેસને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. ફિટનેસને લગતા વિડીયો પણ એ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા શિલ્પાએ હરિદ્વારમાં ગંગાના તટે મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરતો એક વિડીયો પણ શેર કર્યો હતો.

image source

એમને આ અનુભવને થેરેપી કહ્યો હતો અને સારા સ્વાસ્થ્ય અને શાંતિ માટે પોતાના ફેન્સને આ મંત્રનો જાપ કરવાનું કહ્યું હતું. સાથે જ એમને પોતાના ફેન્સને કહ્યું કે ” જો તમે કોઈ બીમારીથી પીડિત હોવ તો આ મંત્રના જપને રોજ 11 વાર કરો અને ચમત્કાર જુઓ”.

image source

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ જલ્દી જ ફિલ્મ હંગામા 2માં દેખાવાની છે. આ ફિલ્મમાં એમની સાથે પરેશ રાવલ અને મિજાન જાફરી પણ જોવા મળશે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે. એક્ટ્રેસે એનો એક વિડીયો પણ શેર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ