શું તમે તમારી પત્નીઓની કરો છો મઝાક? તો જોઇ લો શિલ્પા શેટ્ટીનો આ વિડીયો

શિલ્પા શેટ્ટીએ પત્નીઓની મઝાક ઉડાવતા પતિઓને આ રીતે પાડ્યા ઠેકાણે – જુઓ વાયરલ વિડિયો, પોતાની પત્નીઓને આફત ગણતા પતિઓને હડફેટે લીધા શિલ્પા શેટ્ટીએ – જુઓ વાયરલ વિડિયો

image source

છેલ્લા બે દિવસથી શિલ્પા શેટ્ટીનો એક ટીકટોક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં શિલ્ટા શેટ્ટી એવા પતિઓને હડફેટે લેતી જોવા મળી છે જે પોતાની પત્નીઓને આફત સમજે છે. અને આ વિડિયોને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને ખૂબ શેર પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty fc (@shilpa_shetty_tiktok) on

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ઘણા લાંબા સમયથી સોશિયલ મિડિયાના લગભગ દરેક માધ્યમ પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે. જો કે ટીકટોકમાં જોડાયાને તેને હજુ વધારે સમય નથી થયો અને જ્યારે તેણી ટીકટોકમાં જોડાઈ ત્યારે માત્ર એક જ દિવસમાં તેણીના 10 લાખ ફોલોઅર્સ બની ગયા હતા.

image source

શિલ્પા શેટ્ટીની એક-એક તસ્વીર તેમજ વિડિયોને લોકો ખૂબ પસંદ કરે છે. હાલ વાયરલ થયેલી ટીકટોક વિડિયોમાં તેણીએ તેવા પતિઓને રોકડું પરખાવી દીધું છે જેઓ પોતાની પત્નીને આફત સમજે છે.

આ વિડિયોમાં શિલ્પા શેટ્ટીએ માથા પર દુપટ્ટો ઓઢ્યો છે અને કપાળે મોટો ચાંદલો લગાવ્યો છે અને પતિઓને જણાવી રહી છે, ‘જે લોકો પોતાની પત્નીઓને મુસીબત સમજે છે, હું તેમને એટલું જણાવી દઉં કે આ મુસીબત સામે ચાલીને નહોતી આવી, પણ તમે પોતે જ તેને બેંડ બાજા લઈને લેવા ગયા હતા.’ અને આ ટીકટોક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

શિલ્પા ભલે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહી હોય પણ રિયાલીટી શોમા જજ બનીને તેમજ સોશિયલ મડિયા પર એક્ટિવ રહીને તેણી પોતાની હાજરી સતત પોતાના ફેન્સને દર્શાવતી રહે છે. અને તેમના ફેન્સ માટે એક ખુશ ખબર એ છે કે તેણી ફરી એકવાર મોટા પરદા પર જોવા મળશે.

image source

આ ફિલ્મ હંગામાં ફિલ્મની સીક્વલ હશે જેમા તેણી પરેશ રાવલ સાથે જોવા મળશે આ ઉપરાંત તેણી નિકમ્મા નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. શિલ્પા સોશિયલ મિડિયા પર હેલ્થ વિડોઝ, પોતાની હેલ્ધી રેસિપિઝ, પોતાના અંગત જીવનની ઝલક આપતી તસ્વીરો ફેન્સ સાથે શેર કરીને અવારનવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ