કપૂર ખાનદાનના દીકરાની મહેંદી સેરેમનીમાં જાણીતી હસ્તીઓ જોવા મળ્યા ટ્રેડીશનલ લુકમાં, PICS

કપૂર ખાનદાનના દીકરાની મહેંદી સેરેમનીમાં જાણીતી હસ્તીઓ પહોંચી ટ્રેડીશ્નલ અવતારમાં જુઓ તસ્વીરો

કપૂર ખાનદાનની દીકરી દીકરાના લગ્નના ઢોલ વાગવા શરૂ થઈ ગયા છે. લગ્નની સૌ પ્રથમ વિધિ એટલે કે મહેંદી સેરેમની પૂર્ણ થઈ ગઈ છે. જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. પ્રસંગ છે કરિશ્મા, કરીના, અને રનબીરના કઝીન બ્રધર અરમાન જૈનના લગ્નનો.

image source

અરમાન જૈન રાજ કપૂરની દીકરી રીમા જૈનનો દીકરો છે. અરમાન જૈન પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગત રવિવારે સાંજે અરમાનની મહેંદી સેરેમની આયોજીત કરવામા આવી હતી જેમાં સમગ્ર કપૂર ખાનદાન સંપૂર્ણ ટ્રેડીશ્નલ અવતરામાં હાજર રહ્યું હતું.

image source

મહેંદી સેરેમનીમા કરિશ્મા કપૂર પોતાની માતા બબીતા સાથે આવી હતી. કરિશ્માએ મહેંદી કલરનો સિલ્કનો ટ્રેડીશનલ પંજાબી સૂટ પહેર્યો હતો. તેણીએ માંગમાં ટીકો લગાવ્યો હતો અને હેવી ઇયરિંગ્સ પહેર્યા હતાં. તેણી એક પ્યોર પંજાબણ લાગી રહી હતી.

image source

તો કરિશ્મા – કરીનાની માતા બબીતાની વાત કરીએ તો તેણીએ રીંગણ રંગનો સલવાર સૂટ પહેર્યો હતો. તેમની સાથે બીજી કારમાં કરિશ્મા – કરીનાના પિતા અભિનેતા રણધીર કપૂર પણ હાજર રહ્યા હતા. રણધીર કપૂરે બ્લૂ અને ગોલ્ડન રંગનો કૂર્તો પહેર્યો હતો.

image source

અમિતાભ બચ્ચનની દીકરી અને અરમાન જૈનની ભાભી શ્વેતા બચ્ચન નંદાએ પણ મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. તો મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પણ પત્ની ટીના મુનીમ અંબાણી સાથે હાજરી આપી હતી.

image source

આ ઉપરાંત મહેંદી સેરેમનીમાં કપૂર ખાનદાન ઉપરાંત સુનીલ શેટ્ટીએ પણ હાજરી આપી હતી. તો વળી અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર પણ આ સેરેમનીમાં જોડાઈ હતી, તો બોની કપૂર અને બોલીવૂડના જાણીતા ફિલ્મ ડીરેક્ટર રિતેશ સિધવાની પણ જોવા મળ્યા હતા.

image source

અરમાનનો નાના ભાઈ આદર જૈન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ નવોદિતા તારા સુતારિયાને ડેટ કરી રહ્યો હતો. આ પ્રસંગે તેણી પણ ટ્રેડીશ્નલ અવતારમાં જોવા મળી હતી. તેણીએ પીળા રંગનો સૂટ પહેર્યો હતો. થોડા સમય પહેલાં આ બન્ને અરમાનના લગ્નની સંગીત સેરેમની માટે સાથે ડાન્સ રિહર્સલ્સ કરતાં પણ જોવામાં આવ્યા હતા.

image source

ગયા ડિસેમ્બરમાં અરમાન જૈનની રોકા સેરેમની કરવામા આવી હતી, જેમાં કપૂર ખાનદાનના સભ્યો, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, ઋષિ કપૂર, નીતૂ કપૂર, રનબીર કપૂર વિગેરે હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ