જોઇ લો શિલ્પા શેટ્ટીની નણંદની તસવીરો, જે છે એટલી સ્માર્ટ કે એક વાર જોશો આ તસવીરો તો વારંવાર થશે જોવાનું મન

શિલ્પા શેટ્ટીની નણંદ ખૂબ જ સુંદર લાગે છે, તે બે પુત્રીની માતા પણ છે, એક વર્ષ પહેલા જ આ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.

image source

દરેક શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને તેના પુત્ર વિઆન કુંદ્રા વિશે તો જાણે જ છે. તેમજ, શિલ્પાની શેટ્ટીની માતા અને બહેન શમિતા શેટ્ટી પણ એક જાણીતો ચહેરો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે શિલ્પાની બે નાની નણંદો પણ છે, જેમના નામ રીના અને રેનુ છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રીનાના બીજા લગ્ન થયા હતાં. રીનાના છૂટાછેડા થયેલા છે અને તેને બે પુત્રીઓ પણ છે. તેમજ, રીનાની તેની ભાભી શિલ્પા શેટ્ટી સાથે ઉત્તમ ટ્યુનિંગ પણ છે. તમને એ પણ જણાવી દઈએ કે, શિલ્પાની બે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

image source

 

ભાભી શિલ્પા શેટ્ટીએ નણંદ રીનાના લગ્નમાં ઘણા હરખથી ભાગ લીધો હતો. શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ રાજ કુંદ્રા સાથે નણંદ રીનાના સંગીત સમારોહમાં ભાગ લઈ ડાન્સ કરી ધૂમ મચાવી હતી. શિલ્પા શેટ્ટીની નણંદ રીના છૂટાછેડા લીધેલી અને બે પુત્રીઓની માતા છે.

તમને એ જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીની નણંદ રીનાના આ બીજા લગ્ન હતા. તેમજ, રીનાએ જેની સાથે લગ્ન કર્યા છે તે વ્યક્તિ પણ છૂટાછેડા લીધેલ છે. બંનેના પહેલા લગ્નથી 2-2 બાળકો છે.

image source

શિલ્પા શેટ્ટીએ નણંદ રીનાને જીવનની નવી શરૂઆત કરવા માટે અભિનંદન આપ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો સહિત એક વિશાળ પોસ્ટ લખી શેર કરી હતી અને નણંદ અને નણંદોઇનું સ્વાગત કર્યું હતું.

image source

શિલ્પા શેટ્ટીએ નંદ રીના માટે લખ્યું હતું કે, મારી બહેન રીનાને ખૂબ ખૂબ અભિનંદન, ફક્ત લગ્ન માટે જ નહીં પરંતુ એક હિંમતવાન પગલું ભરવા બદલ. તમે જે રીતે જીવનનો સામનો કર્યો, તમે તે જ રીતે આગળ પણ ઉભા રહો. તમે જે રીતે એક સિંગલ પેરેન્ટિંગની ફરજ નિભાવી તે જોઈને આનંદ થાય છે. તમે બંને બાળકોને તણાવ, બલિદાન અને આંસુની વચ્ચે ઉછેર્યા. બેવડી ભૂમિકા ભજવી પણ કદી માથું નમાવ્યું નહીં. તમે આદર અને પ્રેમ માટે ડબલ હકદાર છો.

image source

શિલ્પાએ પોતાની નણંદ રીના માટે લખ્યું હતું કે,- ‘તમારી શક્તિ અને વિશ્વાસ જોઈ મને પ્રેરણા મળે છે. તમને જોઈ ને મારામાં વિશ્વાસ ઉતપન્ન થાય છે. તમે દરેક એવા લોકો માટે પ્રેરણા છો, જે એવું વિચારે છે એક અસફળ લગ્નજીવન અને બાળકો સાથે જીવનને આગળ ન વધારી શકાય. પ્રેમ ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. જો તમે વિશ્વાસ રાખતા હોવ તો. અંશુલ અને ગુડલક પરિવારમાં તમારું સ્વાગત છે. હવે તમે આપણે બે અને આપણા ચાર સાથે નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છો.

image source

નણંદ રીનાના લગ્નમાં શિલ્પા શેટ્ટીએ ખૂબ આનંદ માણ્યો. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ લગ્નમાં સામેલ થઈ હતી.

શિલ્પા શેટ્ટીની નણંદ રીના કુંદ્રા તેની બંને દીકરીઓ સાથે જોવા મળી હતી. રીના ખૂબ જ સુંદર લાગે છે.

image source

રીનાના લગ્નમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી પણ સામેલ થઈ હતી. શમિતા શેટ્ટી અને રીના કુંદ્રા વચ્ચે પણ ઉત્તમ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ