સોનાની ટેક્સીની સાવ ઓછા રૂપિયામાં કરી લો સવારી, વધુ વિગતો જાણી લો જલદી એક ક્લિકે

આવી ગઈ છે સોનાની ટેક્સી – સવારી કરવી છે ? તો ચૂકવવા પડશે આટલા રૂપિયા

image source

પહેલાંના સમયમાં લોકો માત્ર મુંબઈ – કોલકાતામાં જ ટેક્સીની મજા માણી શકતાં હતાં. કારણ કે સામાન્ય શહેરોમાં તો તમારે મુસાફરી કરવા માટે જાહેર બસનો ઉપયોગ કરવ પડતો અથવા તો રીક્ષાનો. પણ હવે ઓલા – ઉબર આવી જવાથી તમે ગામડામાં પણ ટેક્સી બૂક કરાવીને તમારી ઇચ્છા થાય ત્યાં પહોંચી શકો છો.

image source

પણ જો તમારા બૂકીંગ ઓપ્શનમાં સોનાની ટેક્સી પણ આવી જાય તો ? તો શું તમે સોનાની ટેક્સીમાં ફરવાનો વિચાર કરશો ? જો કે પહેલાં તો તમને એવું જ વિચારશો કે વળી સોનાની ટેક્સી હોતી હશે અને હોય તો પણ તેમાં વળી કોણ મુસાફરી કરતું હશે. અને તે ટેક્સિવાળો પોતે જ કરોડપતિ હોય. પણ તેવું નથી કેરલમાં તમને સોનાની લક્ઝરી રોલ્સ રોયસ ટેક્સમાં સવારી કરવાનો મોકો મળી શકે છે.

image source

આપણે અહીં તો રોલ્સ રોય્સની સાદી ગાડી જ અત્યંત ધનવાન લોકો વાપરતા હોય છે ત્યાં રોલ્સ રોય્સ તે પણ સોનાની ! તેની સવારી તો કેવી રીતે થઈ શકે ? તો તમને જણાવી દઈ કે કેરલમાં એક જૂની રોલ્સ રોયસ ફેંટમ પર ટેક્સીની પ્લેટ લાગેલી છે. જેને એક ટ્રક પર ટો કરવામાં આવી રહી હતી. આ કારની બેડી પીળા એટલે કે બિલકુલ સોનાના રંગ જેવી હતી.

image source

આ રોલ્સ રોય્સના માલિકે કહ્યું કે આ સોનાની કાર કેરળમાં આવેલા ઓક્સિજન રિઝોર્ટનું એક પેકેજનો ભાગ છે. અહેવાલ પ્રમાણે આ કારમાં જે લોકો મુસાફરી કરવાનું સ્વપ્ન સેવતા હોય છે તેમના માટે બોબી ચેમ્મનુર નામના એક વ્યક્તિએ આ ખારને ખાસ સોનાની બનાવી છે. અને માત્ર 25000 રૂપિયાનું ભાડૂ ચૂકવીને લોકો તેની સફર કરી શકે છે.

image source

હવે જો તમારે આ કારની કીંમત જાણવી હોય તો રોલ્સ રોય્સ ફેન્ટમનું લેટેસ્ટ મોડેલ ભારતમાં 9.5 કરોડમાં મળે ચે જે એક એક્સ શોરૂમ પ્રાઈઝ છે. દેશના ધનવાન ઉદ્યોગપતિઓ તેમજ બોલીવૂડ તેમજ સાઉથના સુપર સ્ટાર્સ પાસે આ કાર હોય છે.

image source

આ સોનાની કારને લઈને હાલ સોશિયલ મિડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. અને કેટલાકે તો એવું પણ પુછી લીધું છે કે આ કાર ક્યાંક મ્યુઝીક ડીરેક્ટર બપ્પી લહેરીની તો નથી ને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ