શાસ્ત્રોના નિયમ: આ સાત કામ ભૂલથી પણ મહિલાઓએ ન કરવા

હિન્દુ શાસ્ત્રોમાં એવા મહિલાઓ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ કોઈ રૂઢિઓ નથી પણ આ રિવાજ કોઈને કોઈ કારણ આપીને ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે જેમાં સ્ત્રીના સુહાગની નિશાનીઓ અને પૂજા પાઠની કેટલીક વિધિઓ માટે ખાસ નિયમો છે આવો જાણીએ કયા કયા નિયમો અને કયા કયા કામ માટે મહિલોને શાસ્ત્રોએ મનાઈ કરી છે.

શાસ્ત્રોમાં મંગળસૂત્ર અને સિંદુર માટે છે આ પાંચ નિયમો

image source

1. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓએ ભૂલથી પમ તુટેલું મંગળસૂત્ર ન પહેવું, એ અશુભ છે અને તેના પતિ સાથે કોઈ અનહોની કે દૂર્ઘટના થવાના સંકેત છે. એટલે યાદ રાખો કે તુટેલું મંગળસૂત્ર ક્યારેય ન પહેરશો.

image source

2. મંગળસૂત્રમાં કાળા મોતી હોય છે તે પતિને દુનિયાની અને બીજા લોકની કાળી નજરથી બચાવે છે એટલે મંગળસૂત્રમાં હંમમેશા કાળા મોતી હોવા જોઈએ.

image source

3. મહિલાઓએ ક્યારેય બીજી મહિલાઓ પાસેથી મંગળસૂત્ર માંગીને ન પહેરવું આ અશુભ છે. એટલું જ નહીં બીજી મહિલા પાસેથી સિંદુર લઈને પણ પોતાની માંગમાં ક્યારેય ન ભરો.

4. કોઈની પાસેથી પૈસા ઉધાર લઈને મંગળસૂત્ર ક્યારેય ન ખરદો. તે તમારા પતિ માટે મુસિબત ઉભી કરી શકે છે.

5. વળી ક્યારેય સિંદુર જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવું અને જો તે જમીન પર પડે છે તો તે અપશુકન માનવામાં આવે છે.

image source

આ સાત કામ ક્યારે ન કરવો

1. નારિયેળ ન વધેરવું

મહિલાઓએ ક્યારે નારિયળ ન વધેરવું. નારિયેળને લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતીક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે અને તેને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે એટલે જ નારી બાળકને જન્મ આપનારી હોવાના કારણે તેને બીજ રૂપી નાળિયેળ ફોડવાની શાસ્ત્રોમાં ના પાડવામાં આવી છે. તેથી દેવી-દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરૂષ જ શ્રીફળ વધેરે છે.

2. યજ્ઞોપવિત ધારણ ન કરવી

image source

મહિલાઓએ ક્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ ન કરવી જોઈએ. પણ આજકાલ મહિલાઓ પણ જનોઈ ધારણ કરે છે ત્યારે તે માટેના નીતિનિયમો પાળવા પડે છે અને જન્મ-મરણના સૂતક અને માસિક ધર્મમાં જનોઈ બદલવી પડી છે.

3. મંત્રનો જાપ

મહિલાઓએ ઓમ મંત્રનો જાપ ન કરવો જોઈએ. એવુ કહેવાય છે કે ઓમ મંત્રના જાપથી નાભિ ક્ષેત્ર પર દબાણ પડે છે. જે મહિલાઓ માટે સારુ નથી માનવામાં આવતુ. તેથી મહિલાઓએ મંત્ર જાપ કરતી વખતે ઓમ મંત્રને છોડીને સીદ હો મંત્રનો જાપ કરવો જોઈએ જેવુ કે ઓમ નમ શિવાયને બદલે નમ: શિવાય નો જ જાપ કરવો જોઈએ.

4 હનુમાનજીની પૂજા

image source

હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરી શકે છે પણ મહિલાઓ માટે હનુમાનજીનો સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે.

5. ગાયત્રી મંત્રનો જાપ

image source

ગાયત્રી મંત્રને શાપિત મંત્ર માનવામાં આવે છે. તેથી શાસ્ત્રો મુજબ ગાયત્રી મંત્રનો જાપ પણ મહિલાઓ માટે વર્જિત છે. પણ આજ કાલ મહિલાઓ પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા માંડી છે. જેની પાછળ ગાયત્રી પરિવારના સભ્ય કહે છે કે ગાયત્રી પરિવારના પ્રમુખ આચાર્ય શ્રી રામશર્માએ આ મંત્રને શાપ મુક્ત કરી દીધો છે.

6. બલિ આપવી

શાસ્ત્રો મુજબ દેવીઓને બલિ ચઢાવવાનો નિયમ છે. પણ આ કામ ફક્ત પુરૂષ જ કરી શકે છે. જેની પાછળનુ કારણ છે કે સ્ત્રી એ મમતાની મૂર્તિ છે. તે જન્મદાયિની છે. તેથી તેની અંદરની મમતા કાયમ રહેવી જરૂરી છે. એવુ કહેવાય છે કે બલિ આપવાથી મનની કોમળતા નષ્ટ થઈ જાય છે તેથી સ્ત્રીઓ દ્વારા બલિ આપવી વર્જિત છે.

7. આખુ સીતાફળ કે કોળુ કાપવુ

image source

કેમ કે કોળાને બલિ રૂપે ધરાવવામાં આવે છે. એવુ કહેવાય છે કે સીતાફળ અને કોળુ સ્ત્રીઓએ ન કાપવુ જોઈએ. તેને પહેલા પુરૂષ કાપે છે કે ફોડે છે ત્યારબાદ જ સ્ત્રીઓ તેને કાપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ