નાની અમથી ટીપ્સ દૂર કરશે પૈસાની તંગી

દરેકની ઈચ્છા હોય કે તેનું જીવનમાં દરેક સપના પૂરા થાય અને સુખ-શાંતીથી તેમજ અઢળક રૂપિયા હોય તેવું જીવન જીવવાનો મોકો મળે, પણ મોટા ભાગના સપના એટલે અધુરા રહી જતા હોય છે કે તે સપનાને પૂરા કરવા કમતા કમાતા જ અડધુ જીવન વીતી જાય છે ત્યારે ઘણા લોકો શોર્ટકટથી લઈને સાચા-ખોટા તમામ રીતે પૈસો કમાવવાનો પ્રયાસ કરે છે પણ જો તમે વાસ્તુની કેટલીક ટીપ્સને ફોલો કરો તો તમારી તમામ ઈચ્છાઓ આકાક્ષાઓ અને અઢળક રૂપિયા કમાવવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે.

ઘરની પૂર્વદિશા છે લક્ષ્મીજીની ફેવરેટ

imge source

ઘરની પૂર્વ દિશા એ સંપત્તિની દિશા છે. આ દિશામાં દર-દાગીના અને તીજોરી રાખશો તો લક્ષ્મીજી મહેરબાન રહેશે. રૂમની ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિવારને અડીને તીજોરી રાખવાથી લાભ થશે. અને આ રીતે તીજોરી ગોઠવવાથી તેના દરવાજા ઉત્તર દિશામાં ખુલશે એટલે તેમાં મૂકવામાં આવેલા દર-દાગીનામાં હંમેશા વૃદ્ધિ થશે. ઘરની તીજોરીમાં બુધવારે પૈસા મૂકવાથી ધન બમણું થશે. અને આ પૈસા પણ આડા-અવળા વપરાવવાને બદલે યોગ્ય દિશામાં વપરાશે.

આ દિવસે કમળનું ફૂલ કરાવશે ધનવર્ષા

image source

સામાન્ય રીતે જો ખરેખર રૂપિયાની બહું ખેંચ રહેતી હોય તો ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં કમળનૂ ફૂલ મૂકવાથી ધનવૃદ્ધિ થશે.

કપૂર છે લક્ષ્મીને પ્રિય

image source

અગ્નિકોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રોજ સાંજે કપૂર સળગાવવાથી પણ ધનવૃદ્ધિ થશે અને લક્ષ્મીજીની કૃપા વરસશે.

વર્ષમાં બે વાર નાની કથા કે હવન જરૂર કરો

image source

ઘરમાં વર્ષમાં બે વાર જરૂર પૂજા પાઠ કરો. બને તો કથા કે હવન કરો. જેનાથી લક્ષ્મીજીની સાથે સાથે સમૃદ્ધિ અને શુખ પણ તમારા ઘેર આવશે.

ઘરના દરવાજે સ્વસ્તિકની સાથે દિપપ્રાગટ્ય

image source

સવારે તો તમે ઉંબરા પૂજન કરતા હોવ જ પણ જો સાંજે ઘરના જમણા દ્વારે એક ઘીનો પ્રગટાવવાથી પણ લક્ષ્મી પ્રસન્ન રહે છે.

ઘરની સ્વચછતા સાથે સાથે સ્વસ્થતા પણ જરૂરી

image source

રોજ જ્યારે ઘરમાં પોતુ કરો તો ત્યારે પોતાના પાણીમાં રોજ થોડી હળદર નાંખો. આ ઉપાયથી જરૂર તમને ફાયદો થશે.

ઘરની ટાંકીમાં છુપાયેલું છે રહસ્ય

ઘરની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો કે તાર, અને કાચાબો રાખવાથી પણ ધનલાભ થાય છે. એટલું જ નહીં આ ઉપાયથી ધનવૃદ્ધિ પણ થશે અને જો દેવું થયું હશે તો તેમાંથી પણ મુક્તિ મળશે.

આ દિશામાં રાખો પિરામિડ

image source

ઉત્તર દિશામાં પિરામિડ રાખશો તો તમારા ઘેર ધનને આવતા કોઈ નહીં રોકી શકે, પિરામિડને ખુબ શુભ માવામાં આવે છે. આનાથી તમારે ત્યાં કદીયે દરિદ્રતા નહીં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ