શરુ થતાની સાથે જ ફ્લોપ થઇ ગયા ટીવીના આ 4 શો, જેમાં નંબર 2 તો બાપ રે બાપ…

મિત્રો, અભિનયજગત એ એક એવુ જગત છે કે, જ્યા લાખો લોકો પોતાનુ ઉજ્જવળ ભાવી બનાવવા માટે પ્રવેશતા હોય છે. તે પછી ટેલીવિઝન જગત હોય કે, ફિલ્મજગત અનેકવિધ અભિનયમા રસ દાખવતા લોકો આ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે આતુર હોય છે.

image source

હાલ, ફિલ્મજગત અને ટેલીવિઝનજગત વચ્ચે કોઈ ઝાઝુ અંતર રહ્યુ નથી. બંને ક્ષેત્રમા કાર્ય કરતા કલાકારો આજે સોશિયલ મીડિયા જગતમા ધૂમ મચાવે છે અને બહોળો ચાહકવર્ગ ધરાવે છે. જો કે, આજે આપણે એ ચર્ચા નથી કરવાની કે ટેલીવિઝન જગત બેસ્ટ છે કે ફિલ્મજગત પરંતુ, આજે આપણે અમુક એવા ટેલીવિઝન ધારાવાહિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે શરુ થતાની સાથે જ પુરા થઇ ગયા.

image source

આ વર્ષે ટીવી પર અનેકવિધ નવા શો પ્રસારિત કરવામા આવ્યા છે પરંતુ, તેમાના અમુક શો જ એવા છે કે, જે સફળતા પ્રાપ્ત કરવામા સફળ થયા છે અને અમુક શો એવા પણ છે કે, જે ટી.આર.પી.ની રેસમા ખુબ જ ખરાબ એટલે કે ફ્લોપ સાબિત થઇ ચુક્યા છે. તો ચાલો જાણીએ ક્યા છે આ ધારાવાહિક?

વિષ :

image source

આ શો ૧૦ જૂનના રોજ ટેલીવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જ્યારે આ શો ના ૮૦ જેટલા એપિસોડ ટેલિકાસ્ટ થયા ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ તેને ઓફ એર કરવામા આવ્યો હતો. આ ધારાવાહિકમા અભિનેત્રી ડેવિના બેનર્જી એ મુખ્ય પાત્રમા જોવા મળી હતી.

અઘોરી :

image source

આ શો પણ ગયા જૂન માસ દરમિયાન ટેલીવિઝન ફિલ્મજગત પર પ્રસારિત કરવામા આવ્યો હતો અને હાલ થોડા સમય પહેલા જ આ ધારાવાહિકે ૩૦ જેટલા એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શો હજુ પણ ટી.આર.પી.ની રેસમા ખૂબ જ વધારે પડતુ પાછળ છે અને આવનાર ટૂંક સમયમા જ તે ઓફ-એર થઈ શકે, તેવી સંભાવના દેખાઈ રહી છે.

સંજીવની :

image source

આ લોકપ્રિય અભિનેત્રી સુરભી ચંદના એ આ શોમા જોવા મળી હતી પરંતુ, તેનો જાદુ આ વખતે દર્શકોનુ મનોરંજન કરવામા ખુબ જ નિષ્ફળ રહ્યો છે. આ શો પણ હાલ થોડા સમય પૂર્વે જ બંધ થઇ ચુક્યો છે.

દિલ તો હેપી હૈ જી :

image source

આ શો ટેલીવિઝન પર ૧૫ જાન્યુઆરીના રોજ શરૂ કરવામા આવ્યો હતો અને ૯ ઓગસ્ટ સુધીમા તેના ૧૪૮ જેટલા એપિસોડ પ્રસારિત કરવામા આવી ચુક્યા હતા. આ શોની વાર્તા દર્શકોને કઈ ખુબ જ ખાસ પસંદ પડી ના હતી અને તેના કારણે જ આ શો ઓફ એર થઇ ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ