આ ઘરગથ્થુ ઉપાયોથી ચહેરા પરના તલ અને મસાને કરી દો દૂર, ફેસ થઇ જશે ક્લિન

આપણા શરીર પર રહેલ તલ હાનિકારક હોય છે. એનાથી આપણા શરીરને કોઈ નુકસાન નથી થતું, ચહેરા પર એક કે બે તલ હોય તો તે આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે અને તેને સુંદરતા સાથે જોડી દઈએ છીએ, પરંતુ જો તલની સંખ્યા ચેહરા પર વધારે થઈ જાય તો ચેહરા પર કાળાપણું આવી જાય છે અને ચેહરાની ખૂબસૂરતીને ખરાબ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મેકઅપ કરીને આપ એને થોડા સમય માટે છુપાવી શકો છો, પરંતુ તેનાથી હમેશા છુટકારો નથી મળતો. શરીર પર ૪૦ થી ૫૦ તલ સામાન્ય હોય છે. તલના પણ કેટલાક પ્રકાર હોય છે, જેવા કે કાળા, ભૂરા, કોમળ, કઠોર,નાના, મોત વગેરે. ઉમરની સાથે કેટલાક તલ જાતે જ નષ્ટ થઈ જાય છે અને કેટલાક હમેશા માટે રહી જાય છે.

આજે અમે આપને હમેશા માટે છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય જણાવીશું. તલને કાપવાની ભૂલ કરવી નહિ. એનાથી આપને ઇન્ફેકશન પણ થઈ શકે છે. ….

image source

તલ કે મસા થવાના કારણો:

  • ૧. જાડાપણાના કારણે તલ થઈ શકે છે.
  • ૨. પ્રેગ્નેન્સીમાં પણ તલ આવી શકે છે.
  • ૩. ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ તકલીફ જોવા મળે છે.
  • ૪. સ્ટેરોઇડના સેવન કરવાથી પણ તલ થઈ શકે છે.
  • ૫. વારસાગત હોર્મોનમાં બદલાવના કારણે તલ થઈ શકે છે.
  • ૬. કોશિકાઓનું એક જ જગ્યાએ એકત્રિત થવાથી પણ તલ થઈ શકે છે.

ચેહરા પરથી તલ અને મસાને હટાવવા માટે ૧૨ સરળ ઘરેલુ ઉપાય:

હવે જાણીશું ઘરેલુ ઉપાયો વિષે :

image source

૧. લસણને છોલીને પીસી લેવું. પછી તેને પટ્ટી કે સુતરાઉ કાપડની મદદથી તલ કે મસા પર આખીરાત બાંધી રાખવું. આવું આપે અઠવાડિયામાં ત્રણવાર કરવાનું છે. આમ કરવાથી તલ કે મસા પર પોપડી જામી જશે અને ધીરે ધીરે આકાર નાનો થતો જશે અને અંતમાં તે નષ્ટ થઈ જશે ધ્યાન રાખવું કે તલ પર જામેલી પોપડીને હાથથી હટાવવી નહિ. આમ હાથથી હટાવવાથી દાગ પડી જાય છે.

૨. મસા અને તલને હટાવવા માટે એલોવેરા પણ ઘણું ઉપયોગી છે. જો આપ જલ્દી જ તલ અને મસા હટાવવા ઇચ્છી રહ્યા છો તો એલોવેરાનો પ્રયોગ કરી શકો છો. એલોવેરાની પતામાંથી રસ કાઢીને રાતે સૂતા પહેલા આપ પોતાના આખા ફેસ પર લગાવો. સવારે ચેહરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આપ દિવસમાં પણ એલોવેરાને ૨૫ થી ૩૦ મિનિટ માટે લગાવી શકો છો. અને ચોખ્ખા પાણીથી ફેસ ધોઈ લેવો. જલ્દી જ આપને ફાયદા જોવા મળશે. જો આપની પાસે એલોવેરાનો છોડ નથી તો આપ એલોવેરાની જેલ પણ લગાવી શકો છો.

૩. તાજા અનનાસની એક સ્લાઈસ કાપીને ચેહરા પર ધીરે ધીરે માલિશ કરો. આવું રોજ કરવાથી જલ્દી જ આપના ચેહરા પરથી તલ અને મસા ગાયબ થઈ જાય છે.

image source

૪. લીલા ધાણા માર્કેટથી લાવો અને તેની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને મસા પર લગાવો. આમ કરવાથી આપના મસા નરમ થઈને જાતે જ ખરી જશે.

૫. રાતે સૂતા પહેલા આપના ચેહરાના મસા પર મધ લગાવો. અને સવારે તેને ધોઈ લો. આમ કરવાથી પણ આપના ચહેરાના મસા ગાયબ થઈ જશે.

૬. સફરજનના વીનેગરમાં થોડું રૂ ડૂબાડીને તેને તલ અને મસા પર ટેપની મદદથી રોકી દો. તેને ૪ થી ૫ કલાક બાંધીને રાખ્યા પછી ટેપને હટાવી દો . આવું ત્યાં સુધી કરો જયા સુધી આપના તલ અને મસા પર પોપડી બનવા ના લાગે. આમ કરવાથી આપો આપ જ પોપડી બનીને નીકળી જશે. હાથથી પોપડીને હટાવવી નહિ.

image source

૭. ત્રણ ટીપા મધ અને ત્રણ ટીપાં અળસીનું તેલ ભેળવીને તલ પર ૧-૨ કલાક લગાવવાથી તલથી છુટકારો મળી શકે છે. જલ્દી ફાયદા માટે આપ તેને દિવસમાં બે વાર લગાવી શકો છો.

૮. ડુંગળી પણ આપણા તલ અને મસાને હટાવવામાં ઘણી મદદગાર સાબિત થાય છે. એટલા માટે આપ ડુંગળીનો રસ કાઢી લો અને તેને પોતાના તલ અને મસા પર ૧-૨ કલાક સુધી લગાવીને રહેવા દો. પછી સાફ અને ઠંડા પાણીથી ચેહરો ધોઈ લેવો. આમ કરવાથી આપને તલ અને મસાથી છુટકારો મેળવી શકો છો.

૯. કેળાંના છોતરાંના અંદરના ભાગને તલ અને મસાવાળી જગ્યા પર માલિશ કરો. આમ રોજ કરવાથી આપને તલ અને મસાથી છુટકારો મળી જશે.

image source

૧૦. ફુલાવરનો રસ કાઢીને તલ મસા પર લગાવવાથી લાભ મળે છે.

૧૧. ખાટું દહી આપણા તલ અને મસા માટે ખૂબ જ લાભદાયક છે. ખાટા દહીંને પોતાના ચેહરા પર ૧૫ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો અને ૧ કલાક સુધી લગાવી રાખો. ત્યારપછી ચેહરાને ચોખ્ખા ઠંડા પાણીથી ધોઈ લેવો. ત્યારબાદ આપે થોડું ગુલાબજળ અને થોડું ગ્લિસરીનને બરાબર પ્રમાણમાં ભેળવીને ચેહરા પર માલિશ કરવી અને ત્યારબાદ એક કલાક પછી ધોઈ લો. આમ કરવાથી આપના ચેહરના તલ અને મસા હટી જવાની સાથે જ પીંપલથી પણ છુટકારો મળી જશે.

image source

૧૨. મધમાં લીંબુનો રસ બરાબર પ્રમાણમાં ભેળવીને ચેહરા પર હળવા હાથે માલિશ કરવાથી ચેહરાના બધા દાગ ધબ્બા દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ