શરીરમાં આયર્નનું સ્તર વધારવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ

શરીરમાં આયર્નનું સ્તર વધારવા માનો ટ્વિંકલ ખન્નાની આ સલાહ – ચોક્કસ લાભ થશે

મોટા ભાગના ભારતીયોમાં આયર્નની કમી રહેતી હોય છે. અને જ્યારે તમે આયર્ન તેમજ પ્રોટીન યુક્ત ખોરાક ન લેતા હોવ ત્યારે આ પ્રકારની ઉણપ ઉભી થવી તે સામાન્ય છે. તમને જણાવી દઈએ કે શરીરમાં જ્યારે આયર્નનું સ્તર નીચુ હોય ત્યારે અન્ય ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે જેની સીધી જ અસર તમારી ત્વચા પર પણ દેખાઈ આવે છે.

image source

જેમ કે તમારી ત્વચાનો રંગ જાંખો પડી જવો કારણ કે તમારા લાલ રક્ત કોષોના ઉત્પાદનમાં ઘટાડે થયો હોય છે આ ઉપરાંત આયર્નની કમીના કારણે તમે વધારે થાકેલા થાકેલા લાગો છો. અને છેવટે જ્યારે વધારે તકલીફ ઉભી થાય ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છે અને ડોક્ટરે લખી આપેલી દવાઓ ઠપકારી જઈએ છે. પણ તેના કરતાં કુદરતી રીતે જ તમે તમારા શરીરમાં આયર્નનું સ્તર વધારી શકો છો. જેના માટે જાણીતા અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના કેટલીક સલાહ આપી રહી છે.

ટ્વીંકલ ખન્ના એક હેલ્થ કોન્શિયલ સેલેબ્રીટી છે. તેણીને પણ ભૂતકાળમાં એનેમિયાની સમસ્યા રહી ચૂકી છે અને તેણે દવા લીધા વગર માત્ર પોતાનો ખોરાક સુધારીને જ પોતાના આયર્નના સ્તરને સંતુલિત કર્યું છે. તાજેતરમાં ટ્વિંકલે પોતાના ઇન્સ્ટાગ્રામ પવર પોતાનું ડાયેટ શેર કર્યું છે. તેણી પોતાની આ પોસ્ટમાં લખે છે.

image source

‘તમારી આસપાસ હાજર જ કેટલીક એવી વસ્તુઓ પસંદ કરો અને તમારા આયર્નના સ્તરને બુસ્ટ કરો. મારા માટે પોરીજ ઘણી સારી રહી છે.’

મારું ઇનબોક્ષ આયર્નના સ્તરને વધારવા માટેની પ્રશ્નોત્તરીના મેઈલથી ભરાઈ ગયું છે અને માટે જ હું અહીં કેટલાક આયર્ન વધારતા ઉપાયો શેર કરી રહી છું જે મારા માટે યોગ્ય સાબિત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

1. પાણી અને બદામનું દૂધ સાથે ઓટ્સ

2. સ્પેલ્ટ અથવા અમરાન્થ અથવા ક્વિનુઆ

3. સમારેલા નટ્સ

4. પમકીન એટલે કે કોળાના બીજ

આ રેસેપી ત્રણ મહિના સુધી ચાલુ રાખો અને પછી મને જણાવો.

હવે અમે તમને એ જણાવીએ કે તે કેવી રીતે કામ કરે છે.

ટ્વિંકલે પોતાની પોસ્ટ દ્વારા જે વિકલ્પો દર્શાવ્યા છે તે આયર્નથી ભરપૂર પદાર્થો છે. તેમાં પોષકતત્ત્વો તેમજ ફોલેટનું પ્રમાણ પણ વધારે હોય છે જે તમારા શરીરને સુચારુ રીતે કામ કરવામાં મદદ કરે છે. અમરાંથના બીજ જે ભારતનું પરંપરાગત સુપર ફૂડ છે જેને લોકો ભૂલી ગયા છે. આપણા પૂર્વજો દ્વારા તેનો ખૂબ ઉપયોગ કરવામા આવતો હતો. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષકત્ત્વો સમાયેલા હોય છે.

image source

ક્વીનુઆ, સ્પેલ્ટ, અમરાંથ, કોળાના બીજ આ બધું જ માત્ર નાશ્તા પુરતા જ નથી હોતા પણ તેમાં ઉચ્ચ પ્રમાણમાં લાઇકોપેન સમાયેલ છે. જે એક મહત્ત્વનું આયર્ન સપ્લીમેન્ટ છે જે તમારા શરીર માટે ખૂબ લાભપ્રદ છે.

image source

બીજીબાજુ મુખ્ય નાશ્તાની આઈટમો જેમ કે ઓટને પાણી કે દૂધ સાથે લેવામાં આવે તો તે તમારા માટે એક સરળ નાશ્તાનો વિકલ્પ જ સાબિત નથી થતું પણ તેમાં આયર્નનું પ્રમાણ પણ સારુંએં હેય છે. ઓટ્સ, કે જેને આખા અનાજમાં લેવામાં આવે તો તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષકત્ત્વો રહેલા છે, જેમ કે આયર્ન, મેન્ગેનીઝ જરૂરી એન્ટિઓક્સીડન્ટ્સ. તે તમારા શરીરમાં લોહીના પૂર્વઠાને પણ વધારે છે.

ટ્વિંકલ ખન્ના જણાવે છે કે તમારા ખોરામાં કુદરતી મેડીસીન ઉમેરવામાં કશું જ નુકસાન નથી તે તમારા આયર્ના સ્તરને વધારે છે. તમારે આ પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ