શરીરના આ અંગ પર કોરોના વાયરસની અસર જોવા મળતા હાહાકાર, ગ્રે મેટરના નુકસાનથી વધી ફરીથી ચિંતા

બ્રિટનમાં એક સર્વે થયો છે જેમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ ફેફસા સિવાય મગજ પર પણ ગંભીર અસર કરે છે. શોધમાં ગ્રે મેટરના થનારા નુકસાનને વિશે જણાવાયું છે. એક શોધમાં એમ પણ કહેવાયું છે કે ગંભીર કોરોના વાયરસ સંક્રમણને કારણે મગજને પણ નુકસાન થાય છે અને તેનાથી અનેક બીમારી થઈ શકે છે. તેમાં સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવા લક્ષણો સામેલ છે. આ વાતની જાણકારી બ્રિટિશ ચિકિત્સા પત્રિકા દ લૈસેંટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં મળી છે. ન્યૂરોલોજિસ્ટે પહેલા પણ આ ચેતવણી આપી હતી કે કોરોના ફક્ત ફેફસા સુધી સીમિત રહેતો નથી પણ આ અનેક કેસમાં મગજને પણ પ્રભાવિત કરી રહ્યો છે.

image source

બ્રિટનમાં એક સર્વેમાં અધ્યયન કરાયું છે જેમાં કોરોના સંક્રમણથી પહેલા અને પછી મગજનું સ્કેનિંગ કરાયું છે. તેમાં ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી સાજા થનારા લોકોમાં ગ્રે મેટરના કારણે ઘણું નુકસાન થયું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ગ્રે મેટરના નુકસાનથી ખ્યાલ આવે છે કે મગજના અનેક ભાગને હાનિ થઈ છે. આપણા મગજનું ગ્રે મેટર યાદશક્તિ સંબંધિત ગતિવિધિમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ ઈન્ફોર્મેશનની પ્રોસેસિંગ માટે જરૂરી છે. જેનાથી માણસની મૂવમેન્ટ, સ્મૃતિ અને ભાવનાઓને કંટ્રોલ કરે છે.

હજારો લોકોના મગજનું કરાયું પરીક્ષણ

image source

યૂકે બાયોબેંક નામના ડેટા સેન્ટર જેનેટિક અને સ્વાસ્થ્ય સંબંધી જાણકારીને એકત્રિત કરીને તેને જોડે છે. તેનાથી કોરોના મહામારીની શરૂઆતથી પહેલા 40 હજારથી વધારે લોકોને મસ્તિષ્કની તપાસ કરાઈ હતી. તેમાંથી કેટલાક લોકો પર ફરીથી રિસર્ચ કરાયું હતુ અને તેમને તપાસ માટે બોલાવાયા હતા. શઓધકર્તાઓએ ફરીથી 782 લોકો પર સર્વે કર્યો અને કોરોનાના કારણએ મગજ પર થતી અસરનું અધ્યયન કર્યું હતું. આ લોકોમાંથી અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા.

સૂંઘવાની અને સ્વાદની શક્તિ નબળી થઈ

image source

શોધમાં જાણવા મળ્યું છે કે મગજના અનેક ભાગમાં ગ્રે મેટરને નુકસાન થયું છે. તેનાથી સૂંઘવાની અને સ્વાદની શક્તિ નબળી થઈ છે. સાથે યાદશક્તિ પણ પ્રભાવિત થઈ છે. આ રીતે આ પહેલું અધ્યયન માનવામાં આવી રહ્યું છે. તેના પહેલા જ્યોર્જિયા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ પણ નાના સત્ર પર એક રિસર્ચ કર્યું હતું. તેની શોધમાં જાણવા મળ્યું કે કોરોનાથી ગંભીર રીતે જે દર્દીને તાવ આવ્યો છે અને જેમને ઓક્સીજનની જરૂર પડી છે તેમનામાં પણ ગ્રે મેટરને હાનિ થઈ છે. આ અધ્યયન જનરલ ન્યૂરોબાયોલોજી ઓફ સ્ટ્રેસમાં પ્રકાશિત કરાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong