દીકરાઓએ પિતા સાથે કર્યું આવું કે પિતાએ છોડી દીધું ઘર, આ ઘરડાં બાપની કહાની સાંભળીનેે રડવું આવી જશે

આજે દુનિયાભરમાં ફાધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે યુવાનો વોટ્સ એપ પર તેમના સંબંધિત પિતૃઓ માટે અનેક સ્ટેટસ મૂકશે અને જાણે તેઓ તેમના જન્મ આપવાના ઉપકારથી તેમનાં પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે તેવું દેખાડતા જોવા મળશે. પરંતુ આજના સમયમાં આ સ્થિતિ કેટલી સત્ય છે તેનો અંદાજો વૃદ્ધશ્રમ પરથી સમજી શકાય છે. વૃદ્ધાવસ્થામાં તેમને ઘર છોડીને આશ્રમમાં આવવું પડશે તેવું તેમણે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય. તમારી આખી જીંદગી સારી બની શકે તે માટે એક પિતાની ભૂમિકા ખુબ મહત્વની હોય છે તેઓ રાત દિવસ મહેનત કરીને સંતાનનું સારું ભવિષ્ય બને તે માટે મહેનત કરતા હોય છે. બીજી તરફ આજે એ જ પિતાને આશ્રમમાં પોતાનો વૃદ્ધાવસ્થા પસાર કરવાની ફરજ પડી રહી છે.

વૃદ્ધાવસ્થાની પિતાની લાકડી બનવાને બદલે દીકરાઓ પીઠ બતાવી રહ્યાં છે. આજે અહી આવા જ કિસ્સાઓ વિશે વાત કરવામાં આવી રહી છે જ્યાં દીકરાઓએ તેમને તરછોડ્યા છે. કૌશમ્બી જિલ્લામાં ભૈરવ પ્રસાદ એક વેપારી હતા. તેમને બે પુત્રો હતા. એક પુત્રો રાજેશ કુમાર અને બીજો સુરેશ કુમાર. બંનેને સારું ભવિષ્ય આપવા પાછળ પિતાએ પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. બંનેના લગ્ન કરાવી દીધા બાદ આ પિતા તેમની સાથે પોતાનું જીવન શાંતિથી પસાર કરવા માંગતો હતા પરંતુ પત્નીના અવસાન પછી બંને પુત્રોએ તેમને પીઠ દેખાડી હતી. આ પછી તે પિતાએ દુઃખી થઈને ઘર છોડી દીધું હતું.

મળતી માહિતી મુજબ હવે તેઓ છેલ્લા આઠ મહિનાથી આધારશીલા વૃદ્ધાશ્રમ આશ્રમમાં રહી જીવન પસાર કરી રહ્યા છે. તેમની સાથે જ્યારે પરિવાર વિશે વાત કરવામાં આવી કે તરત તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ ફ્કત એટલું જ બોલી શકયા કે હવે સારું લાગે છે. હવે બસ તેમને અહી રહીને જીવન પસાર કરવું પડશે. આવી જ દુઃખદ બીજી કહાની છે સુલતાનપુર જિલ્લાના ધમ્મૌર ગામનો રહેવાસી ભોલા પ્રસાદ બુલિયનની. તેઓ પણ એક સારા વેપારી હતા. તેમને બે પુત્રો સંતોષકુમાર સોની અને નીરજ કુમાર હતાં. બંનેને શિક્ષિત કરી તેમના પગભર કર્યાં.

આ પછી જ્યારે ભોલા પ્રસાદને વૃદ્ધ થયા ત્યારે તેમને દીકરાઓના સહારાની જરૂર હતી ત્યારે બંને પુત્રોએ મોઢું ફેરવી લીધું હતું. જાણવા મળ્યું છે કે તેમની પત્ની વિદ્યા દેવી પણ પુત્રો સાથે રહેવા લાગી પણ તેમને ઘરમાં ગૂંગળામણ થવા લાગી હતી. એક દિવસ તે ઘરેથી નીકળી ગયા અને કોઈ તેને વૃદ્ધાશ્રમમાં સુધી પહોંચાડી દીધા હતા. હવે તેઓ છેલ્લા 5 વર્ષથી અહીં રહે છે. આવી જ એક અન્ય કહાની છે મધ્યપ્રદેશના પન્ના જીલ્લાના સુરત સેમરી ગામનો રહેવાસી ભોપાલસિંઘની. તેઓ પરિવાર વિશે જણાવતાં સમયે ખુબ ભાવુક થઈ ગયા હતા. ખેતરમાં મહેનત કરીને બે પુત્રોને મોટા કર્યા. બંનેના લગ્ન કર્યા. પરંતુ લગ્ન બાદ બંને પિતાને ભૂલી ગયા હતા.

દીકરાઓના આવા વહેવાર બાદ પણ તેમની પત્ની મુન્નીએ પુત્રો સાથે જ જીવન ગાળવાનું નક્કી કર્યું. આ વાતથી તે એટલા નારાજ થઈ ગયાં કે ઘર જ છોડી દીધું હતું. એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જબલપુરથી રામેશ્વર ભટનાગર ધંધો કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેમના એકમાત્ર પુત્ર અનુરાગ ભટનાગરે સન્યાસ લઈ લીધો હતો. આ પછી બંને પતિ પત્ની એકલા પડી ગયા હતા અને બધુ છોડીને વૃદ્ધાવસ્થામાં આશ્રમમાં રહેવા જતાં રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દીકરો ક્યારેક તેની મુલાકાત લેવા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong