મોટો થઈ ગયો “ગદર એક પ્રેમ કથા” ફિલ્મનો એ નાનકડો સરદાર, લેટેસ્ટ તસવીરોમાં નહિં ઓળખી શકો તમે પણ

સની દેઓલ અને અમિષા પટેલીની સુપરહિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ફિલ્મ તો તમને યાદ જ હશે. આ ફિલ્મ જ નહીં આ ફિલ્મના ગીત પણ સુપરડુપર હિટ રહ્યા હતા. એ સમયે ગદર એક પ્રેમ કથા એ સની દેઓળના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. ગદર એક પ્રેમ કથા અમિષા પટેલની બીજી ફિલ્મ હતી અને એમને 500 છોકરીઓના ઓડિશન લીધા બાદ પસંદ કરવામાં આવ્યા હતા. તો સની દેઓલની તો બલ્લે બલ્લે થઈ ગઈ હતી. આ ફિલ્મ પછી લોકો સની દેઓલને પાકિસ્તાનના દુશ્મન સમજવા લાગ્યા હતા.

image source

આ ફિલ્મમાં એક ચાઈલ્ડ એકટર પણ હતો જેને પોતાના અભિનયથી બધાને દીવાના બનાવી દીધા હતા. આ ચાઈલ્ડ એકટર અન્ય કોઈ નહિ પણ ઉતકર્ષ શર્મા હતા. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં એમના દિકરા ચરણજીતનો રોલ કરનાર આ ચાઈલ્ડ એકટર હવે ઘણો મોટો થઈ ગયો છે અને મોટો થઈને એ વધુ હેન્ડસમ લાગવા લાગ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ સીનેમાઘરોમાં તહેલકો મચાવી દીધો હતો. એટલું જ નહીં ફિલ્મના બધા ગીત પણ સુપરહિટ સાબિત થયા હતા. ફિલ્મેં કમાણીમાં પણ બોક્સ ઓફીસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મને હિટ કરાવવામાં દરેક પાત્રનો એટલો જ મોટો હાથ હતો જેટલો કે લીડ એકટર સની દેઓલ અને લીડ એક્ટ્રેસ અમિષા પટેલનો રહ્યો. આ ફિલ્મનો એ નાનકડો સરદાર હવે એટલો મોટો થઈ ગયો છે કે ફિલ્મો પણ કરવા લાગ્યો છે.

image source

ઉતકર્ષ શર્મા હવે 27 વર્ષના થઈ ગયા છે અને પોતાના ગુડ લુકના કારણે ખૂબ જ ફેમસ પણ છે. ઉતકર્ષ શર્માનો જન્મ 22 મે 1994માં મહારાષ્ટ્રમાં થયો હતો અને એ ગદર એક પ્રેમ કથા, સિંહ સાહેબ ધ ગ્રેટ અને અપને જેવી સુપરહિટના ડાયરેકટર અનિલ શર્માના દીકરા છે.

image source

ચાઈલ્ડ એકટર તરીકે કામ કર્યા પછી ઉતકર્ષ શર્માના પિતા અનિલ શર્માએ એમને અભ્યાસ માટે વિદેશ મોકલી દીધા હતા. ત્યાં જ રહીને એમને ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. એ પછી જ્યારે એ વતન પાછા ફર્યા ત્યારે એમના પિતા અનિલ શર્માએ નક્કી કર્યું કે એ ઉતકર્ષ શર્માને લોન્ચ કરશે. ઉતકર્ષ શર્મા વર્ષ 2018માં આવેલી ફિલ્મ જીનીયસના લીડ હીરો હતા.

image source

ઉતકર્ષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટા પણ શેર કરતા રહે છે. એમના ફેન્સને ગદર 2 ફિલ્મની આતુરતાથી રાહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong