શરીરમાં જો કેલ્શિયમની ખામી થશે તો અનેક રોગોને આમંત્રણ મળશે…

કેલ્શિયમની ખામીથી થઈ શકે છે અનેક ઘાતક બીમારીઓ, આ ઉપાયો કરીને કરી શકો છો શરીરને મજબૂત… દૂધમાં રહેલા કેલ્શિયમનું મહત્વ જાણીને કદી નહીં કરો તેને પીવાનો ઇન્કાર…!! જાણો કેટલી બીમારીઓ સામે કરે છે આપણાં શરીરનું રક્ષણ… શરીરમાં જો કેલ્શિયમની ખામી થશે તો અનેક રોગોને આમંત્રણ મળશે…

દૂધ વૈશ્વિક ખોરાક છે. આરોગ્ય માટે દૂધ અત્યંત અગત્યનું છે. દૂધ વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, નિઆસિન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. ૨૦૦૧થી દર વર્ષે જૂન ૧ના રોજ વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ દૂધ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને દૂધ ઉદ્યોગથી સંબંધિત પ્રવૃત્તિઓને ફેલાવવાની તક પ્રદાન કરવાનો છે. ઘણા દેશોમાં આ દિવસે દૂધ દિવસ મનાવે છે. આજે આપણે દૂધમાંથી સૌથી મહત્વનું પોષક તત્વ મળે છે એ છે કેલ્શિયમ તેના વિશે વાત કરીએ. એવી અનેક બીમારીઓ વિશે આજકાલ સંશોધનો થયાં છે જે કેલ્શિયમની ખામીને લીધે લાગુ પડે છે. આવો એ શું છે અને કઈરીતે કેલ્શિયમની ખામીને દૂર કરીને શરીરને મજબૂત કરી શકાય તેના ઉપાયો જોઈએ.

આંતરરાષ્ટ્રીય ઑસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશન દ્વારા એક અહેવાલમાં ભારતમાં લોકો સામાન્ય રીતે કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ બહુ ઓછા પ્રમાણમાં લેતા હોય છે. તેમના અનુસાર, શરીરના હાડકાંને તંદુરસ્ત રાખવા કેલ્શિયમ ભરપૂર માત્રામાં જરૂરી છે. ભારતમાં પુખ્ત વયના લોકોમાં કેલ્શિયમની માત્રા લગભગ અડધી છે. લોકો તેમના આહારમાં દરરોજ ફક્ત ૪૨૯ મિલિગ્રામ કેલ્શિયમ લે છે, જ્યારે શરીરને દરરોજ ૮૦૦ – ૧૦૦૦ મિલીગ્રામ જેટલી માત્રાની જરૂર પડે છે. લાંબા સમય સુધી શરીરમાં કેલ્શિયમની અછત હોય તો, તે દાંત અને મગજની કાર્યશીલતા પર અસર કરી શકે છે. ગ્લુકોમા અને ઑસ્ટિયોપોરોસિસનું જોખમ વધી શકે છે. જો આનો યોગ્ય સમયે ઉપચાર કરવામાં આવતો નથી, તો આ સ્થિતિ ઘાતક પણ બની શકે છે.

શરીરમાં કેલ્શિયમની અભાવ છે તે કઈરીતે ખ્યાલ આવે તેના વિશે જાણીએ…

કેલ્શિયમની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ શરીર અને સાંધામાં દુખાવો છે. આ સાથે, નબળાઇ અને પીડાદાયક લક્ષણો જોવા મળે છે.

સ્નાયુ દુખાવો થાય

સ્નાયુમાં દુખાવો, ખેંચાણ, અને ટૉર્સન એ કેલ્શિયમની ઉણપનું પ્રારંભિક સંકેત છે. તેના અભાવને કારણે, તે હાથ, પગ અને મોંની આસપાસ ધ્રુજારી પણ અનુભવી શકે છે.

ખૂબ જ થાક લાગે

મોટાભાગના લોકો ઘણીવાર ઘણી થાક, સુસ્તી અને આળસની ફરિયાદ કરે છે. ઊંઘની અછતને કારણે કેલ્શિયમની ઉણપ પણ થઈ શકે છે. કેલ્શિયમની ઉણપને લીધે, એકાગ્રતામાં તકલીફ થાય છે. સામાન્ય બાબતો ભૂલી જવાય અને નાની વાતોમાં પણ મૂંઝવણનો સમાવેશ થાય છે.

ત્વચા અને નખ સાથે સંકળાયેલ લક્ષણો

કેલ્શિયમની અછત તમારી ત્વચા અને નખને પણ અસર કરે છે. ત્વચા કડક અને રતાશ પડતી બની જાય છે અને ચામડીમાં ખંજવાળ પણ થઈ શકે છે. તે જ કારણે, નખ નબળા, બટકણાં અને પોચા બની જાય છે.

દાંતની સમસ્યાઓ

જ્યારે આપણાં શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, ત્યારે શરીર દાંત અને હાડકામાં પહેલાં અસર કરે છે. તેના કારણે, દાંતની સમસ્યાઓ શરૂ થાય છે, જેમ કે દાંત નબળા પડવા, પેઢાંને લઈને થતી સમસ્યાઓ, દાંતમાં ફોલ્લીઓ થવી અને પેઢાંમાંથી લોહી નીકળવું. દાંતમાં સોજો દેખાય અને પેઢાં દર્દ કરે તો કેલ્શિયમ ડેફિશિયન્સીની બાબતે જરૂર ચેતી જવું.

ઑસ્ટિયોપોરોસિસ

ઑસ્ટિયોપોરોસિસ એ એક ગંભીર રોગ છે જેમાં અસ્થિ ઘનતા ઘટતી જાય છે. હાડકાં એટલા નબળા બની જાય છે કે જરા લપસી પડવાથી કે અથવા છીંકતી વખતે હાડકાના અસ્થિભંગનું જોખમ રહે છે. જો કે હાડકાની ઘનતાને ઘટતાં વર્ષો લાગી શકે છે. પરંતુ સ્ત્રીઓમાં આ તકલીફ ૪૦ વર્ષ બાદ શરૂ થઈ શકે છે. તેથી કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ વિશે સભાન રહીને ડોક્ટર્સની સલાહ મુજબ દવા અને ખોરાક જરૂર લેવો જોઈએ.

કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક કયા કયા છે તે જોઈએ.

નિષ્ણાતો કહે છે કે કેલ્શિયમ પ્રાપ્ત કરવા માટેના શ્રેષ્ઠ સ્રોત ડેરી ઉત્પાદનો છે, તેથી લોકો દૈનિક વપરાશમાં દૂધ અને દૂધની બનાવટોને દિવસમાં બેથી ત્રણ વખત લેવી જોઈએ. જે લોકો કે જે દૂધને પચાવી શકતા નથી અથવા લેક્ટોઝનું પાચન સક્રિય રીતે કરી શકતા નથી, તેવા લોકોએ એવી કેટલીક ચીજવસ્તુઓ ભરપૂર માત્રા લેવી જોઈએ જેમાંથી યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે જેમ કે તલ, વિવિધ પ્રકારના ફ્લેક્સ, ડ્રાયફ્રુટ્સ, સૂકા અંજીર અને દહીંને કેલ્શિયમની પૂરતી કરવા માટે દરરોજ ખાવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ