શ્રીફળના આ સચોટ ઉપાયો આપશે તમને આધિ, વ્યાધિ ઉપાધિથી કાયમ માટે છૂટકારો…

શ્રીફળના આ સચોટ ઉપાયો આપશે તમને આધિ, વ્યાધિ ઉપાધિથી કાયમ માટે છૂટકારો… જીવનમાં આવતી તમામ પ્રકારની આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો થશે દૂર, કરી જુઓ નારિયેળના આ ઉપાયો…


સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં નારિયેળનું ખૂબ જ મહત્વ છે. તેને ભર્યું ફળ અને શ્રીફળ કહેવાય છે. આ નારિયેળને એટલું બધું પવિત્ર મનાય છે કે તેનો ઉપયોગ ઉપાસનામાં, પૂજાથી લઈને પ્રસાદ સુધી વપરાય છે. માનવામાં આવે છે કે શ્રીફળ સુખ અને સમૃદ્ધિ વધારે છે અને જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર કરે છે. શુભકામના પાઠવવા માટે દરેક પ્રસંગોનો પ્રારંભ નારિયેળ વધેરીને કે ધરાવીને થાય છે. ચાલો ‘શ્રીફલ’ તરીકે ઓળખાતા નાળિયેર સાથે સંકળાયેલા મહાઉપાયઓ વિશે જાણીએ. જે અચૂક ફળદાયિ છે.


૧ જો તમારી કોઈપણ ઇચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અને તમે બધા પ્રયત્નોને કરવા છતાં તે સમસ્યાનું નિરાકરણ નથી મળી રહ્યું તો તમે નારિયેળને આધારે આ ઉત્તમ મહાન પગલાં લઈ શકો છો. એક શ્રીફળ લેવું, થોડું સિંદૂર અને તલનું તેલ લો. તલના તેલ સાથે સિંદૂરને ચોળીને તેની જટાના છેડેથી લગાવવાનું શરૂ કરો અને આ રીતે સંપૂર્ણ નારિયેળને સિંદૂરથી રંગી દો. આ પછી, માતા અંબેને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો અને 15 મિનિટ સુધી સાવ ધીમા સ્વરે કોઈને પણ ન સંભળાય એ રીતે ‘ૐ એં હીં ક્લિં હીં એં ૐ’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરો. આ નારિયેળ સાથે સતત સાત દિવસ માટે આ મંત્રનો જાપ કરો. અને સાતમા દિવસે કોઈ નદી અથવા વહેતા પાણીમાં આ નારિયેળ મૂકી આવો.


૨ તમે તમારા બોયફ્રેન્ડ હોય કે તમારી ગર્લફ્રેન્ડ પર ગુસ્સો હોય અને એકબીજાથી દૂરથી જવા જેવા સંજોગો ઊભા થયા હોય તો આ ઉપાય જરૂર કરજો. એક નાળિયેર, ધતુરાનું બીજ અને થોડું કપૂર એકસાથે લેવું. આ બધી વસ્તુઓને એક સાથે લઈને પીસી લેવું. આ મિશ્રણમાં થોડું મધ ભેળવવું. આ તૈયાર થયેલા દ્રવ્યને દરરોજ ઘરની બહાર જતી વખતે થોડું લઈને કપાળ પર તિલક કરી લેવું. આનાથી કહેવાય છે કે તમારી પ્રેમી વ્યક્તિ તમારાથી કદી દૂર નહીં જાય આપને જ્યારે પણ નિરાશા થાય ત્યારે આ ઉપાય અજમાવવો જોઈએ.


૩ જો તમે નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થતા હોવ, તો તમે મા લક્ષ્મીને તેમનું પ્રિય ફળ નાળિયેર અર્પણ કરીને તેમના શુભ આશીર્વાદ મેળવી શકો છો. આ વાત સૌ કોઈ જાણતું હોય છે કે શ્રીફળ એ મા લક્ષ્મીનું અત્યંત પ્રિય છે તેને કારણે નારિયેળને હંમેશાં શુભેચ્છા પાઠવવા માટે બેસ્ટ ઓફ લક કહેવા માટે તેને ભેંટ આપવામાં આવે છે. નારિયેળને ભરેલું ફળ કહેવાય છે. જ્યાં સુધી તેને વધેરીને ખોલવામાં ન આવે ત્યાં સુધી તે કહેવું હશે તેનું આપણે અનુમાન નથી કરી શકતાં તેથી તેને શુદ્ધ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને નાળિયેરના લાડુ, કાચા નારિયેળ કે પછી પાણી ભરેલું લીલું નાળિયેર ત્રોફું અર્પણ કરવાથી શીઘ્ર જ તેમની કૃપા આપણી પર વરસે છે.


૪ જો તમને ક્યારેય એવું લાગે કે ઘરમાં પ્રવેશતાં જ મન ભારી ભારી લાગે. અથવા તો એવું અનુભવાય કે તમારા ઘર પરિવારને અનેક સમસ્યાઓએ ચારેકોરથી ઘેરી વળી છે તો એક ઉપાય અજમાવી જોવા જેવો છે. શ્રીફળને એક કાળા રંગના કપડાંથી બાંધી દેવું અને તેને ઘરની બહાર લટકાવવાથી નકારાત્મક ઊર્જાઓ અને જો કોઈની ખરાબ નજર લાગી હોય તેવું લાગે તો તે જરૂર દૂર થશે અને ઘરમાં સુખ – શાંતિ અનુભવાશે.


૫ એકાક્ષી નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા શ્રીફળને આપના ઘરના પૂજાના સ્થાનમાં જરૂર રાખવું જોઈએ. શ્રીફળને જો તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખવા ઇચ્છતા હોવ તો તેને લાલ રંગના કપડાંમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને દિવસરાત ચારેયકોરથી ઉન્નત્તિના સમાચાર આવશે.


૬ જો પૂજામાં મૂકેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ બનશે, પણ તેનો અર્થ એવો સમજાય છે કે ભગવાને તમારી પૂજાનો પ્રાસદ સ્વીકારી લીધો છે, એટલે જ તે અંદરથી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. તે તમારી મનોકામનાની સમાપ્તિનો સંકેત પન માનવામાં આવે છે. જો યોગ્ય સમયે નારિયેળ વધેરાઈ જાય અને તે સારું નીકળે તો તેને બધા વચ્ચે વહેંચી લેવું જોઈએ. આને ખૂબ શુભ માનવામાં આવે છે.


૭ જો તમારા વ્યવસાથમાં સતત નુક્સાન થતું જણાય તો એક સવા મીટર પીળા રંગના કોરા કપડામાં નારિયેળ એક જનોઈના જોટા સાથે લપેટી લો. તેની સાથે સવા પા કિલો મીઠાઈ લો અને તેને ગુરુવારના પૂજા કરીને ભગવાન શ્રી વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક ચડાવો. ઇશ્વરના આશીર્વાદ તમને તુરંત મળતા થઈ જશે.

૮ જો તમને શનિ દોષ હોય તો સતત સાત શનિવાર સુધી વહેતા જળમાં નારિયેળ તરાવવા જવું જોઈએ. નારિયેળને પધરાવતી વખતે તેની સાથે તમારે ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ.


૯ જો કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય કે તેને નજર લાગી છે એવું લાગતું હોય તો પાણીવાળું ભરેલું શ્રીફળ લેવું અને સંબંધિત વ્યક્તિના માથા પરથી ૨૧ વખત ફેરવી લેવું અને તે નારિયેળને કોઈપણ દેવસ્થાને જઈને ચડાવી આવવું જોઈએ. શનિ અને મંગળવારે હનુમાનજીના મંદિરના દર્શન કરીને હનુમાન ચાલીસા જરૂર બોલવી જોઈએ તથા હનુમાનજીને વાઘા ચડાવવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ