શ્રદ્ધા કપૂરે ભણતી વખતે કર્યો હતો આ મોટો કાંડ, જે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

પોતાની માસૂમ અદાઓ અને અભિનયથી દર્શકોનું દિલ જીતી લેનાર શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987માં મુંબઈમાં થયો હતો. બધા જાણે જ છે કે એ જાણીતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે. પણ એમને બોલીવુડમાં પગ કેવી રીતે જમાવ્યો એ એક રસપ્રદ વાત છે. તો ચાલો જાણી લઈએ શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલી ખાસ વાતો.

image source

આશીકી 2ની હિરોઇન શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર પંજાબી અને માતા શિવાંગી કોલ્હાપુરી મરાઠી છે. શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ સિદ્ધાંત કપૂર છે અને જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી શ્રદ્ધા કપૂરની માસી છે. તો શ્રદ્ધાનો જાણીતી ગાયિકા લતા મંગેશકર સાથે પણ સંબંધ છે.

image source

શ્રદ્ધા કપૂરના દાદા એટલે કે શક્તિ કપૂરના પિતા લતા મંગેશકરના કઝીન હતા. આ સંબંધ પ્રમાણે લતાં મંગેશ5 શ્રદ્ધા કપૂરની દાદી થાય. બંને વચ્ચે સારું બોન્ડિંગ પણ જોવા મળે છે. શ્રદ્ધા કપૂરે પોતાની સિગિંગ ટિપ્સ પણ દાદી લતા મંગેશકર પાસે લીધી છે.

image source

શ્રદ્ધાએ પોતાનો શાળાનો અભ્યાસ જમનાબાઈ નરસી સ્કૂલ મુંબઈમાં કર્યો હતો. એમને પોતાના સ્નાતકનો અભ્યાસ માટે બોસ્ટન યુનિવર્સિટી, યુએસએમાં એડમિશન લીધું પણ એને એમને વચ્ચે જ છોડી દીધું અને અભિનેત્રી બનવાનો નિર્ણય કરી લીધો. શ્રદ્ધા કપૂર સારી અભિનેત્રી હોવાની સાથે સારી સિંગર અને ડાન્સર પણ છે. ઘણી નાની ઉંમરથી એ ગીત અને કવિતાઓ પણ લખે છે. સાથે જ એ કલામાં પણ હાથ અજમાવતી રહે છે. એ સારી સ્કેચિંગ અને પેઇન્ટિંગ કરી લે છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર ટાઇગર શ્રોફ અને આથિયા શેટ્ટીની સ્કૂલમેટ રહી છે

image source

શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2010માં તીન પત્તી નામની ફિલ્મથી કરી હતી. એમાં એમના પાત્રનું નામ અપરણા ખન્ના હતું. શ્રદ્ધાને ફેશબુક દ્વારા એક મોટી ફિલ્મની ઓફર મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે એક દિવસ ફિલ્મ નિર્માતા અંબિકા હિન્દુજાએ મારા કેટલાક ફોટા ફેશબુક પર જોયા અને મને સંપર્ક કર્યો.આ રીતે શ્રદ્ધાને એમની પહેલી ફિલ્મ તીન પત્તી મળી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. જો કે ફિલ્મ ફ્લોપ ગઈ હતી અને શ્રદ્ધાને કોઈ ઓળખ ન મળી શકી.

image source

શ્રદ્ધા કપૂરની એ પછીની ફિલ્મ લવ કા ધ એન્ડ હતી જેમાં શ્રદ્ધાએ કોલેજ સ્ટુડન્ટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર સફળ ન થઈ શકી. પછી વર્ષ 2013માં જાણે એમનો કિસ્મતનો સિતારો ચમકી ઉઠ્યો, જેને એને સફળતાની ટોચ પર પહોચાડી દીધી. એ વર્ષે આવી ફિલ્મ આશીકી 2માં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવનાર શ્રદ્ધાએ બ્લોકબસ્ટર ફિલ્મ આપી. આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. એ પછી શ્રદ્ધાના કરીયરનો ગ્રાફ ઉપર જ વધતો ગયો. આશીકી 2 ફિલ્મમાં શ્રદ્ધાએ સિંગરની ભૂમિકા ભજવી હતી. એમની સાથે આ ફિલ્મમાં અભીએન્ટ આદિત્ય રોય કપૂર હતા.

image source

પછી શ્રદ્ધા ફિલ્મ એક વિલનમાં વર્ષ 2014માં એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાઈ હતી. આ જ વર્ષે એમને શાહિદ કપિર સાથે હૈદરમાં પણ અભિનય કર્યો હતો. એ પછી વર્ષ 2015માં એબીસીડી 2 રિલીઝ થઈ જેને બોક્સઓફિસ પર ઘણી સફળતા મળી. ફિલ્મમાં શ્રદ્ધાની ઓપોઝીટ એકટર વરુણ ધવન હતા.

image source

શ્રદ્ધાએ વર્ષ 2017માં એકવાર ફરી પોતાના અભિનયથી સૌના દિલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી જ્યારે એ અર્જુન કપૂર સાથે ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડમાં દેખાઈ હતી. અભિનેત્રીનો જાદુ એવો ચાલ્યો કે ફિલ્મ જ નહીં પણ એના ગીત પણ હિટ થઈ ગયા. એ પહેલાં વર્ષ 2016માં એમની ફિલ્મ બાગી 3 પણ આવી હતી જેમાં એને ટાઇગર શ્રોફ સાથે રોમાન્સ કર્યો હતો. એ સિવાય એક્ટ્રેસ ફિલ્મ સ્ત્રીમાં રાજકુમાર રાવ સાથે નવી ભૂમિકામાં સૌને ચોંકાવતી દેખાઈ હતી. પોતાના ભૂતિયા લુકથી દર્શકોને ડરાવ્યા પણ હતા.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા હસીના પાર્કર, ઓકે જાનું અને સાહો જેવી ફિલ્મોમાં લીડ અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. શ્રદ્ધા કપૂર પોતાની આવનારી ફિલ્મોમાં શૂટિંગમાં ઘણા જ વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એક્ટ્રેસ ફિલ્મ નાગીનમાં લીડ રોલમાં દેખાતી દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન ડાયરેકટર વિશાલ ફુરિયાએ કર્યું છે અને એ ફિલ્મ આ વર્ષે 2021માં સીનેમાઘરમાં રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ