જસપ્રીત બુમરાહ આ હિરોઇન સાથે કરશે નવી ઇનિંગની શરૂઆત! જાણો લગ્નની વાતને લઇને શું થઇ રહી છે ચારેબાજુ ચર્ચાઓ

જ્યારે પણ ભારતના કોઈ પણ સેલેબ્સના લગ્ન હોય ત્યારે તે ખાસ બની જાય છે. આ લગ્નની જે તે કપલમાં જ નહીં પણ દેશભરમાં ચર્ચા રહે છે. તેમના ફેન્સ તેમના લગ્નને લઈને વધારે આતુર રહે છે. આવું જ કંઈક ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના કેસમાં પણ બન્યું છે.

image source

મળતી માહિતી અનુસાર બુમરાહ આ અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેઓએ લગ્નની તૈયારીઓ માટે બીસીસીઆઈ પાસે રજા માંગતા વાત બહાર આવી છે. બીસીસીઆઈએ તેમના લગ્નની રજાઓ માન્ય રાખી છે. માહિતી મળી રહી છે કે બુમરાહ મુંબઈની એક યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.

image source

જસપ્રીત બુમરાહની જીવનસંગિનીને લઈને થઈ ચર્ચાઓ

ફેન્સમાં ચર્ચા છે કે આખરે જસપ્રીત બુમરાહ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. આ અનેક અટકળો વાયુવેગે પ્રસરી રહી છે. પરંતુ આ માટે કોઈ પણ તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ફક્ત એક માહિતિ મળી છે કે જસપ્રીત બુમરાહ ગોવામાં સાત ફેરા લેશે.

image source

એક મેસેજ એવો પણ વાયરલ થયો છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દક્ષિણ ભારતની ખાસ અભિનેત્રી અનુપમા પરમેશ્વરમની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનેક સમયથી આ બંને એકબીજાને ડેટ કરતા હોવાનું વાયરલ થયું છે. જસપ્રીત બુમરાહ અને અનુપમાન બંને પોતાની કરિયરમાં એક ખાસ સ્થાન બનાવી ચૂક્યા છે. અને હવે તેઓએ લગ્ન માટેની તૈયારી દર્શાવી છે. બોલર જસપ્રીત બુમરાહ અને અભિનેત્રી અનુપમા પરમેશ્વરે એકમેકને સોશ્યલ મીડિયા પર પસંદ કર્યા અને પછી એક પછી એક મુલાકાત અને ટ્વિટ પણ કર્યા.

image source

અનુપમા પરમેશ્વરમના જન્મદિવસના એક દિવસ પહેલા હાલમાં જ બુમરાહે એક એવી પોસ્ટ કરી જેનાથી ચર્ચાએ વેગ પકડ્યો. પહેલા તો પોસ્ટને ભૂલ ગણવામાં આવી. અનુપમા 25 વર્ષની છે અને દક્ષિણની ફિલ્મમાં સારો દેખાવ કરી ચૂકી છે. 2015માં એક ફિલ્મની મદદથી તેણે ખૂબ નામ કમાયું છે.