શનિ દોષ દશામાં પીપળાના વૃક્ષની પૂજા કરો, ખૂબ ફળદાયી છે આ વિધિ…

શનિ દશા દૂર કરવા માટેના આ સચોટ ઉપાય વિશે તમે નહીં જાણતા હોવ, પીપળાની પૂજા કરવાથી દરેક દોષ નાશ પામે છે અને સુખ – સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે… શનિ દશામાં પીપળાના વૃક્ષની પૂજા કરો, ખૂબ ફળદાયી છે આ વિધિ…

સનાતન પરંપરામાં પવિત્ર પીપળાના વૃક્ષની ઉપાસનાનું ઘણું મહત્વ છે. લોકોની આસ્થા સાથે સંકળાયેલા આ વૃક્ષ પાછળનો ઉદ્દેશ તેનું જતન છે કારણ કે વૈજ્ઞાનિક રૂપે, પીપળાનું વૃક્ષ રાત્રે પણ ઓક્સિજન પ્રદાન કરે છે. અનેક એવા વૃક્ષો છે જેનું સ્વાસ્થની રીતે ખૂબ મહત્વ છે પરંતુ તેની સાથે ધાર્મિક મહત્વ ધરાવતાં અનેક વૃક્ષો છે. પીપળાના વૃક્ષ વિશે ધાર્મિક અભિગમથી વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે હું વૃક્ષમાં એક પીપળ છું. જ્યારે આપણે દૈવત્વ સાથે સંકળાયેલા આ વૃક્ષની છાયામાં જઈએ છીએ, ત્યારે આપણે સકારાત્મક ઊર્જા અનુભવીએ છીએ. કુંડળી દોષ સાથે સંકળાયેલ તમામ ગ્રહોના દોષોને શાંત કરવામાં પણ પીપળાની ઉપાસના ખૂબ ફાયદાકારક છે. પીપળાના વૃક્ષની ઉપાસનાને લગતા આવા ચમત્કારિક પગલાં જાણીએ…

૧ શનિ દોષ દૂર કરવા આ ઉપાય છે એકદમ સચોટ…

શનિવારના દિવસે પીવાના સારા પાણીમાં ખાંડ કે ગોળને ઓગાળી લો. આવા મીઠાં પાણીથી પીપળના ઝડને ચડાવવું જોઈએ ત્યાર બાદ તેલનો દીવો કરવો જોઈએ. આમ આ રીતે પૂજા કરવાથી જેમને શનિદોષ હશે તો તે જરૂર દૂર થઈ જાશે, તેવી માન્યતા છે.

૨ હનુમાનજીની ઉપાસના કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે…

શનિ સંબંધિત કોઈ દોષને દૂર કરવા માટે, પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય કરવાથી તમને નડતા રાહુ અને કેતુના ગ્રહો પણ શાંતિપૂર્ણ રહે છે. હનુમાન ચાલિસા બોલવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને નિર્ભયતા પણ આવે છે. પીપળના વૃક્ષ નીચે બેસીને પાઠ કરવાથી અદભૂત ઊર્જાની અનુભૂતિ પણ થાય છે.

૩ પીપળા નીચે બેસીને ધ્યાન ધરવું જોઈએ…

પીપળના ઝાડ નીચે બેસીને, ધ્યાન – સાધના, પૂજા કરીને ભગવાનની પૂજા કરવાથી, તમારા જીવન સાથે જોડાયેલા તમામ અવરોધો દૂર થાય છે અને મનોકામ પૂર્ણ થાય છે. આ ઉપાયને અમાસના દિવસે કરવાથી તો તમને ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે અને તમારા વિચારોમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

૪ નાણા ભીડ જણાંતી હોય તો આ ઉપાય કરી જૂઓ…

કોઈપણ એક સોમવારે અથવા તમારા જન્મ નક્ષત્રના દિવસે ધૂપ દિવા કર્યા બાદ પીપળના પાન તોડ્યા પછી, તેની ઉપર સિંદૂરથી “હ્રિં” લખો અને તેને તમારા કાર્યસ્થળ પર મૂકો. તમારા ઓફિસમાં કે દૂકાનમાં એવા સ્થળે મૂકી દેવું જ્યાં તમે પૂજા દિવા કરતાં હોવ. પીપળાના પાનની આ ઉપાસનાના ઉપાયથી નાણાં સંબંધિત અવરોધો દૂર થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે.

૫ સુખ સંપત્તિ માટે વિષ્ણુ ઉપાસના કરવી…

શાસ્ત્રોમાં લખાયેલ માન્યતા મુજબ પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેના ફરતે ‘ૐ નમો નારાયણ’ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી સુખ – સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તમામ દુઃખ, દર્દ અને દારિદ્રતા દૂર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ