Shani Jayanti 2021: આ 6 રાશિના લોકોએ શનિજયંતિ પર કરવી જોઈએ શનિદેવની પૂજા, મળશે લાભ

દરેક અમાસનું ધર્મમાં ખાસ મહત્વ કહેવામાં આવ્યું છે. જેઠ અમાસનું પણ વિશેષ મહત્વ છે. કેમકે આ તિથિને ન્યાયકારક ગ્રહ શનિ દેવનો જન્મ થયો હતો. આ વખતે શનિજયંતિ 10 જૂનના રોજ બુધવારે યોજાવવા જઈ રહી છે. આ સાથે શનિનું નામ આવતા લોકો ભય અનુભવે છે. તેનું કારણ છે કે ગ્રહોના રાજા સૂર્યને પુત્ર શનિની દ્ષ્ટિએ સૂર્યદેવને રોગી બનાવ્યો હતો જેનાથી તેઓએ શિવની તપસ્યા દૂર કરી હતી.

image source

10 જૂનના રોજ સૂર્યગ્રહણ પણ યોજાવવા જઈ રહ્યું છે. આ વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ આંશિક ગ્રહણ રહેશે અને ભારતમાં દેખાશે નહીં. આ સિવાય સૂતક કાળની પણ અસર માન્ય રહેશે નહીં. શનિ વક્રી થઈને પોતાની રાશિમાં વિરાજમાન થયો છે. અમાસના દિવસે પિતૃઓને અર્પણ કરાયેલો ભોગ અને તર્પણ આપણા અનેક સંકટને સમાપ્ત કરે છે અને જીવન પથ પર વિકાસનો માર્ગ પણ ઉપલબ્ધ કરાવે છે.

કઈ રાશિના લોકોને મળશે શનિ જયંતિનો લાભ અને કોને થશે નુકસાન

image source

જેમની જન્મ રાશિ મિથુન અને તુલા છે તેની પર શનિની ઢૈય્યા અને જેમની રાશિ ધન, કુંભ અને મકર છે તેમને શનિની સાડા સાતી સામે લડવું પડી શકે છે. આ રાશિના લોકોને આ દિવસે પિપ્પલાદ મુનિની કથા અને પદ્મપુરાણમાં વર્ણિત રાજા દથરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવો.

image source

જો તમે મેષ, વૃષભ, કન્યા, તુલા, મકર અને કુંભ લગ્ન ધરાવો છો તો હાલમાં આ દિવસે તમારે શનિ પૂજા કરવી જોઈએ. પૂજા કરવાથી આજીવિકાના ક્ષેત્રમા ઉન્નતિ અને આવી રહેલા રોગ વગેરેથી મુક્તિ મળશે. ઉધાર ઉતારવાની સાથે સાથે વિવાહની સંભાવના પણ બની રહી છે.

શનિદેવની પૂજા બાદ કરો આ કામ

image source

શનિજયંતિના દિવસે શનિદેવની ખાસ રીતે પૂજા કર્યા બાદ તમે સરસિયાનું તેલ, કાળા તલ, કાળી અડદની દાળ, પાદુકા વગેરેનું દાન કરો. ઉની વસ્ત્રોનું દાન શુભ રહે છે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે તમે વૃદ્ધો, સાસુ- સસરા, માતા પિતા, સેવતોનું સમ્માન કરો.

image source

પીપળાના ઝાડમાં સૂર્યોદય પહેલા જળ ચઢાવો અને પૂજા કરતી સમયે ધ્યાન રાખો કે તમે શનિદેવનું મોઢું ન જુઓ. ફક્ત પગ જ જુઓ. શમીનું વૃક્ષ પણ પૂજા લાયક છે. તેની સેવા કરવાથી પુણ્ય મળે છે. ગણેશમંત્ર અને હનુમાન ચાલીસાના નિયમિત રીતે 7 વાર પાઠ કરવાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે. શનિની સાડા સાતીમાં ભારતના અનેક પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી પણ બન્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong