20 દિવસની બાળકી નું ડિડાઈમર 1000 થી વધુ અને સુગર 600 થી વધુ…

કોરોના ની બીજી લહેર શાંત થઈ છે પરંતુ કોરોના અટક્યો નથી. તેવા માં ત્રીજી લહેર ની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બાળકો પર જોખમ થઈ શકે છે. જો કે કોરોના ની બીજી લહેરમાં પણ અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે. આવો જ એક કિસ્સો રાજકોટ થી પ્રકાશમાં આવ્યો છે.

images ource

કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરો અને નર્સો રાત-દિવસ જોયા વગર પોતાની કામગીરી બજાવી રહ્યા છે. આ કામગીરી અંગે પીડીયાટ્રીક ડો. ચેતન ભલગામિયા જણાવે હતું કે, સામાન્ય રીતે બાળકના જન્મ સમયના રૂદનને “ફર્સ્ટ ક્રાય” કહેવામાં આવે છે. જો બાળક “ફર્સ્ટ ક્રાય” ન કરે તો તે એક ગંભીર બાબત કહેવાય છે. આવો જ એક કેસ હોસ્પિટલ માં આવ્યો હતો.

image source

એક બાળકીનો જન્મ સુરેન્દ્રનગર સીવીલ ખાતે ૧૦ મેના રોજ થયો હતો. જન્મ સમયે રડી ન હોવાથી તેને સિવીલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ૯ દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ત્યાર બાદના ૧૦ દિવસ પછી તા. ૨૮ મેના રોજ શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા થતા સુરેન્દ્રનગર સીવીલ ખાતે દાખલ કરાઇ હતી. રીપોર્ટમાં બાળકીની કિડની પર સોજો હતો તથા સિરમ ક્રીએટીન લેવલ ૪.૦૩ ટકા જેટલુ હતું તેથી બાળકને રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.

image source

20 દિવસની એ બાળકી લક્ષ્મીને સુરેન્‍દ્રનગરથી રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવી. અહિના સિવીલ સર્જન ડો. આર. એસ. ત્રીવેદી તથા પીડીયાટ્રીક વિભાગના હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ તે લક્ષ્મીની સત્વરે સારવાર શરૂ કરવામાં આવી. બાળકીને શ્વાસોચ્છવાસની તકલીફ હોવાથી તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો હતો. જેનું ડી-ડાઈમર ૧૦૫૧ જેટલુ હતું તથા સુગર લેવલ ૬૫૭ જેટલું હતું. તેથી તેને હાઈફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવી હતી.

image source

સારવાર દરમ્યાન ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટવા લાગ્યું હતું. કિડની પરનો સોજો ઘટ્યો તથા સોડીયમનું લેવલ નોર્મલ થયું અને યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો. તેને અપાયેલી હાઈફ્લો નોઝલ કેન્યુલા પરથી હટાવીને લક્ષ્મીને તેની માતાને સોંપવામાં આવી. તેને બ્રેસ્ટ ફિડીંગ આપવાથી તેની તબિયતમાં વધારે સુધારો થવા લાગ્યો. સાત દિવસની સારવાર બાદ લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ થઈ, તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી હતી, તેમ ડો. ભલગામિયાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવીલના પીડીયાટ્રીક વિભાગમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૧ જેટલા કોરોના સંક્રમિત બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પ્રથમ લહેરમાં ૧૨૮ જેટલા બાળકો તથા બીજી લહેરમાં ૬૩ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત, ૧૨ જેટલા બાળકોને MSIDની સારવાર આપવામાં આવી છે.

image source

આ બાળકીના માતા કાજલબેન અશોકભાઈ થરેચા જણાવે છે કે, અમારી નાની બાળકીનું નામ લક્ષ્મી રાખ્યું છે. મારી લક્ષ્મીને ભારે તકલીફ થઈ ગઈ હતી એટલે સુરેન્દ્રનગરથી રાજકોટ સીવીલમાં લઈ ગયા હતા. ત્યાં સાત દીવસ રાખી અને એક પણ રૂપિયો લીધા વગર એને સાજી કરી દીધી. મારી છોકરી નાની છે તો એકલી ન રહે એટલે મને પણ અંદર એના ભેગી રહેવા દેતા હતા. મને અંદર જ ગરમ જમવાનું, ચા-નાસ્તો, આપી જતા હતા. મને અને મારી દિકરીને ખૂબ સારી રીતે સાચવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong