ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ પહેલા ડર હતો કે.. ‘યુદ્ધમાં…’ જાણી લો આ ત્રણ રહસ્યો વિશે, જેના કારણે મહાભારતનું યુદ્ધ થયુ કુરુક્ષેત્રમાં

શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુન ને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતુ પરંતુ, આજે પણ મહાભારતને લગતા આવા ઘણા રહસ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે આવા જ રહસ્યનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ અને તમને જણાવીશું કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં જ શા માટે થયું હતું? બીજી કોઈ જગ્યાએ કેમ નહિ?

image source

ભગવાન શ્રીકૃષ્ણ ને યુદ્ધ પહેલા ડર હતો કે યુધ્ધમાં ભાઈ ભાઈ, ગુરુ-શિષ્ય, કુટુંબના સંબંધીઓ એકબીજા ને મરતાં જોઈને યુદ્ધમાં સંધી ન કરી લે. એટલા માટે તેમણે નિર્ણય કર્યો કે એવું સ્થળ શોધવામાં આવે કે જ્યાં ક્રોધ અને દ્વેશ વધારે પ્રમાણમાં હોય. આવું સ્થળ શોધવા શ્રીકૃષ્ણએ તેમના દૂત ને અલગ અલગ દિશામાં મોકલ્યાં. તેમાંથી એક દૂતએ કુરુક્ષેત્ર વિશે તેમને જાણકારી આપી અને જણાવ્યું કે, અહીં આવેલા એક ખેતરની પાળી તુટી જતાં પાણી ત્યાંથી વહી જતું હતું.

image source

તે પાણીને અટકાવવા માટે મોટા ભાઈ એ નાના ભાઈને કહ્યું. નાના ભાઈએ તે કામ કરવાની ના કહી અને તેના જ મોટા ભાઈએ આ વાત થી રોષે ભરાઈ તેના ભાઈ ને હત્યા કરી નાંખી અને તેના મૃત શરીર ને પાળીનું પાણી અટકાવવા માટે રાખી દીધી. આ વાત સાંભળી ત્યાર થી શ્રી કૃષ્ણએ નક્કી કરી લીધું કે આ ભૂમિ પર જ યુદ્ધ થશે.

image source

બીજી માન્યતા કુરુ સાથે જોડાયેલી છે. એક સમયે કુરુ આ જમીન ખેડી રહ્યાં હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર તેમ ની પાસે ગયા અને આમ કરવાનું કારણ તેને પુછ્યું. કુરુ એ તેમને જણાવ્યું કે જે પણ વ્યક્તિ આ સ્થળ પર મૃત્યુ પામશે તે પુણ્ય લોક ને પામે તેવી મારી ઈચ્છા છે. ઈન્દ્ર તેમની વાત પર હસ્યા અને ત્યાંથી સ્વર્ગલોકમાં જતા રહ્યાં. આવું અનેક વાર થયું અને આ વાત અન્ય દેવ સુધી પણ પહોંચી. ત્યારે બધા જ દેવોએ ઈન્દ્ર ને સમજાવ્યા કે તે કુરુ ને તેમના પક્ષમાં કરી લે. ત્યાર પછી ઈન્દ્ર ફરી થી કુરુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે આ ભૂમિ પર માણસ કે પશુ-પક્ષી નિરાહાર રહી ને યુદ્ધ કરશે અને તેનો મોત થશે તો તે સ્વર્ગલોક ને પામશે. આ વાત થી ભીષ્મ, કૃષ્ણ વાકેફ હતા એટલા માટે આ યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું હતું.

image source

શ્રવણ કુમારે તેના માતાપિતા ની તીર્થ યાત્રાની ઈચ્છા પૂરી કરવા માટે તેમને કાવડમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો. તે ચાલતો ચાલતો જ્યારે કુરુક્ષેત્રમાં પહોંચ્યો તો તેણે તેના માતાપિતા ને કાવડમાંથી ઉતારી દીધા અને ચાલવાનું કહ્યું. આ ભૂમિમાંથી પસાર થઈ ગયા પછી શ્રવણને તેના કામ પર પશ્વાતાપ થયો અને તેણે ક્ષમા માંગી. ત્યારે તેના માતાપિતાએ જણાવ્યું કે આ ભૂમિ પર એક સમયે મય નામનો રાક્ષસ રહેતો હતો. તેણે તેના માતાપિતા ની પણ હત્યા કરી નાખી હતી. તેના આ સંસ્કાર કુરુક્ષેત્રમાં રહી ગયા છે. એટલા માટે જ જે પણ આ ભૂમિ પર પગ મુકે છે, તેની બુદ્ધિ બગડી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong