સ્કૂલના સમયનો પ્રેમ માટે હજી કેટલો સંઘર્ષ કરવો પડશે, લાગણીસભર પ્રેમકહાની…

તળાવના કિનારા પર મંદ મંદ પવન વહી રહ્યો છે. રસ્તા પરથી ઓછી સંખ્યામાં વાહનો પસાર થઇ રહ્યા છે. હજુ લોકોની અવર જવર ખુબ ઓછી છે. બાળકો શાળામાં જાવાની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ એક બાળક તળાવના કિનારા પર આવીને સતત ચિંતન મનન કરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. તે શાળામાં જવા માટે તો તૈયાર થઇને આવી ગયો છે પરંતુ શાળામાં તેનું મન થોડુ આકુળ વ્યાકુળ રહેતું હોવાથી શાળા તરફ જવા માટે તેના પગ નથી ઉપડતા. એટલામાં જ અવાજ સંભળાય છે કે નિખીલીયા આમ તળાવના કિનારા પર ક્યાં સુધી ઉભો રહીશ. તારૂ મન ભણવામાં લગાવ.


આ શબ્દો સાંભળતા જ તરત નિખીલ તળાવના કિનારા પરથી સીધો ઘરે જાય છે અને દફતર લઇને શાળામાં પહોચી જાય છે. શાળામાં પ્રાર્થના શરૂ થઇ ગઇ હોવાથી નિખીલને પ્રાર્થના ખંડ બહાર ઉભા રહીને જ પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થના પુરી થયા બાદ બધા વિદ્યાર્થીઓની સાથે નિખીલ પણ વર્ગ ખંડમાં પહોચી જાય છે અને મિત્રોની સાથે મસ્કરી કરવાની શરૂ કરે છે. એટલામાં જ વર્ગ ખંડમાં સાયના તેની સહેલીઓ સાથે આવીને બેસે છે. નિખીલ સાયના પાસે ગૃહકાર્યની નોટ માંગે છે અને નોટ લઇને વર્ગ શિક્ષકની સહિ પણ કરાવી આવે છે. શિક્ષક પણ આશ્ચર્ય ચકીત થઇ જાય છે કે આજે નિખીલ ગૃહકાર્ય લઇને આવ્યો છે. પણ શિક્ષકને ક્યાં ખબર હતી કે આ મહાશય સાયનાની નોટ લઇને ગૃહકાર્ય બતાવી ગયેલ છે.

બધા વિદ્યાર્થીઓ ગૃહકાર્ય બતાવવા માટે વારાફરતી જાય છે પરંતુ નિખીલના કહેવાથી સાયના પોતાની જગ્યાએ જ ગૃહકાર્ય બતાવ્યા વગર બેસી રહે છે. શાળામાંથી એક દિવસના શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તેમાં નિખીલ, સાયના સહિતના વિદ્યાર્થીઓ પણ જોડાય છે. વહેલી સવારમાં શાળાના પ્રાંગણમાંથી બસ ઉપડે છે અને બસમાં અંતાક્ષરી રમતા રમતા નિશ્ચીત કરેલા સ્થાન પર પહોચે છે. અહિ બધા વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. સુર્યાસ્ત થતા પહેલા બધા વિદ્યાર્થીઓ બસમાં બેસી જાય છે અને પરત પોતાના ઘર તરફ આવવા માટે નિકળી જાય છે. પ્રવાસ દરમ્યાન સાયના અને નિખીલ એક બીજા તરફ આકર્ષાય છે તથા એકબીજાની સતત ચિંતા કર્યા કરે છે. શાળાના અભ્યાસ દરમ્યાન નિખીલ તથા સાયના આકર્ષાય છે પણ સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપે છે. આવી રીતે સુવર્ણ યાદો સાથે શાળાનો અભ્યાસ પુર્ણ થાય છે.


શાળામાં અભ્યાસ પુર્ણ થયા પછી નિખીલ અને સાયના થોડા દિવસો સુધી પહેલાની જેમ મળી શકતા નથી. નિખીલ અને સાયના શાળામાં તો મિત્ર બનીને જ રહેતા હતા પરંતુ જ્યારે તેઓ એકબીજાથી થોડા દુર ગયા ત્યારે જ તેમના મનમાં એકબીજા પ્રત્યે પ્રેમ જાગૃત થયો. નિખીલ તથા સાયના એકબીજાને મળવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. તેઓ બન્ને ગામમાં ક્યારેક મળી પણ જાય તો શાળાના મિત્રની જેમ સહજતાથી હાલચાલ પુછીને કે થોડી વાતચીત કરીને છુટા પડી જાય છે.


આવી રીતે શાળાના અભ્યાસ પછી બે વર્ષ જેટલો સમય વિતી ગયો પરંતુ નિખીલ કે સાયનાએ પ્રેમનો એકરાર કરવાની હિમ્મત ન કરી. પ્રેમ બન્ને બાજુ ભરપુર છે પરંતુ કોઇ કહેવાની શરૂઆત કરતુ નથી. એક દિવસ એવો આવે છે જ્યારે બન્ને સંધ્યા સમયે મળી જાય છે અને એકબીજાની આંખોમાં આખો નાખીને જોયા કરે છે. બન્નેના ચહેરા પર મંદ મંદ સ્મિત જોવા મળી રહ્યુ છે. પ્રકૃતિ પણ જાણે કહી રહી હતી કે પ્રણય કર પ્રણય. નિખીલે સાયનાનો હાથ પકડીને કહી દિધુ કે હું તને પ્રેમ કરૂ છુ. સાયનાએ હસીને કહ્યુ કે તને પ્રેમ કરૂ છુ આટલુ કહેવામાં કેટલા વર્ષો કાઢી નાખ્યા. પ્રેમ તો હું પણ તને કરૂ છુ અને જીવીશ ત્યા સુધી પ્રેમ કરતી જ રહીશ. બન્ને ખુબ હસી પડે છે.


પ્રેમથી વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઇ ગયો એ બન્નેને ખબર ન પડી. રાત્રીનો સમય થવા આવતા નિખીલ અને સાયના છુટા પડ્યા પરંતુ સાથે પ્રેમનું ભાથુ લઇને ગયા. નિખીલને રાત્રે ઉંઘ નથી આવતી ને તે સતત સાયનાના વિચારોમાં જ ખોવાયેલો રહે છે તો બીજી બાજુ સાયના પણ ક્યાં ઉંઘી શકે છે. તે પણ નિખીલના વિચારો કર્યા કરે છે. સાયના સવારમાં વહેલી ઉઠીને તળાવના કિનારા પાસે આવી જાય છે અને તેને સુખદ આશ્ચર્ય થાય છે. ત્યા તળાવના કિનારા પાસે પહેલાથી જ નિખીલ આવી ગયો હોય છે અને તે સાયનાની રાહ જોઇ રહ્યો હોય છે.

સવારે એકબીજાને મળવાનુ નક્કી નહોતુ કર્યુ પરંતુ પ્રેમની આગ બન્ને તરફ સમાન લાગેલી હોઇ નિખીલ તથા સાયના પ્રેમના વિશ્વાસના સહારે એકબીજાને મળવા માટે તળાવના કિનારા પાસે આવી જાય છે અને બન્નેની મુલાકાત પણ થઇ જાય છે. નિખીલ તથા સાયના ઘણા દિવસો સુધી આ રીતે એકબીજાને સતત મળતા રહે છે અને પ્રેમથી સુખ દુઃખની વાતો કરતા રહે છે. રોજીંદા ક્રમ મુજબ સાયના નિખીલને મળવા માટે ઘરથી બહાર નિકળે છે અને નિખીલ પાસે જાય છે. નિખીલ સાયનાને પરીવારના હાલચાલ પુછે છે ને સાથે થોડી મસ્તી પર કરે છે.

પરંતુ સાયનાની મોટી બહેનને આ વાતની જાણ થઇ જાય છે કે સાયના કોઇના પ્રેમમાં પડી છે. તેને તપાસ કરતા જાણવા મળે છે કે સાયના બીજા કોઇના નહિ પરંતુ તેની સાથે શાળામાં અભ્યાસ કરતા નિખીલના પ્રેમમાં પડી છે અને તેઓ એકબીજાને નિયમીત મળી રહ્યા છે. સાયનાની બહેન સાયનાને ઠપકો આપે છે અને કહે છે કે પ્રેમ જેવુ કઇ હોતુ જ નથી. આ છાકરો અત્યારે ભલે તને પ્રેમ કરે પરંતુ સમય આવ્યે તને તરછોડીને જતો રહેશે. સાયનાએ તરત જ કહ્યુ કે પ્રેમની તમને શુ ખબર પડે. નિખીલ એ તો મારી જીંદગી છે અને હું તેને કાયમ ચાહતી રહીશ.


વારંવાર સમજાવવા છતાં પણ સાયના કઇ પણ સમજવા માટે તૈયાર ન થતા સાયનાની બહેન નિખીલના ઘરે જઇને તેને સમજાવવાનું અને ન સમજે તો ધમકાવવાનું પણ નક્કી કરે છે. એક દિવસ સાયનાની બહેન નિખીલના ઘરે પહોચી જાય છે અને નિખીલને સાયનાને ભુલી જવા માટે કહે છે. પરંતુ નિખીલ સાયનાને ભુલવા માટે તૈયાર ન થયો એટલે સાયનાની બહેન ઘરની બહાર ઉભી રહીને મોટેથી બુમો પાડીને નિખીલના પરીવાર સાથે ઝગડો કરવાનું શરૂ કરે છે અને સાયનાને ભુલી જવાની ધમકી પણ આપે છે. નિખીલના ઘરે હોબાળો તથા આસપાસના વિસ્તારના લોકો પણ ભેગા થઇ જાય છે અને સમજાવીને આખો મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરે છે. નિખીલ તેના પરીવારને કહી દે છે કે તે સાયનાને પ્રેમ કરે છે અને કાયમ માટે તેની સાથે જ રહેવા માગે છે.


પરીવારના સભ્યો પણ નિખીલની વાતને માને છે અને સાયનાને પોતાના ઘરની વહુ બનાવવા માટે તૈયાર થઇ જાય છે. તો બીજી બાજુ સાયના નિખીલની યાદમાં પોતાના ઘરમાં સતત રડ્યા કરે છે. તેની બહેને નિખીલના ઘરે જઇને હોબાળો કર્યો હોવાની સાયનાને જાણ થતા તે ખુબ જ દુઃખી થાય છે અને સતત નિખીલની ચિંતા કર્યા કરે છે. મોબાઇલ લઇ લીધો હોવા છતાં પણ સાયના પરિવારના સભ્યોની નજર ચુકવીને જ્યારે સમય મળે ત્યારે કોઇનો પણ મોબાઇલ લઇને નિખીલ સાથે વાતચીત કરી લે છે અને ગામમાં સહેલીના ઘરે જવાનું કહીને નિખીલને મળવા માટે પહોચી જાય છે.


સાયના વધુ સમય રોકાઇ શકે તેમ ન હોવાથી તે ઝડપથી નિખીલ સાથે પ્રેમથી વાતો કરે છે અને સાયના તથા નિખીલ એકબીજાની સાથે જીવવાના સોગંદ ખાય છે. નિખીલ તથા સાયનાની આ ટુંકી મુલાકાત પણ યાદગાર રહી જાય છે. સાયના પર તેના પરીવારના સભ્યો સતત નિખીલને ભુલવા માટે દબાણ કર્યા કરે છે અને યાતનાઓ આપી રહ્યા છે ત્યારે સાયના પણ પરીવારના સભ્યોને સ્પષ્ટ કહી દે છે કે હું લગ્ન તો નિખીલ સાથે જ કરીશ. સાયના તથા નિખીલ હિમાલયની જેમ અડગ રહીને પ્રેમ કરતા રહે છે. સાયના નિયમીત માતાજીના મંદિરે જવાનું શરૂ કરે છે અને નિખીલને મેળવવા માટે પ્રાર્થના કરે છે. (સત્ય ઘટના પર આધારીત, નામ બદલેલ છે)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ