ફેને પૂછ્યું “તમે પણ અમારી જેમ બેરોજગાર છો કે શું? શાહરુખનો આ જવાબ સાંભળીને તમે પણ થઇ જશો ફિદા

દિલ્લીની ગલીઓથી મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરવા આવેલા એક છોકરાને ખરેખર આ દુનિયા એક દિવસ બોલિવુડના બાદશાહ માની લેશે એવું કોને વિચાર્યું હતું. શાહરુખ ખાને મોટા બનવાનું સપનું જોયું અને એ સપનાને પૂરું પણ કર્યું. બોલિવુડના કિંગ ખાનને ઇન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પુરા થઈ ગયા. આજે શાહરુખ દેશની શાન છે. વિદેશોમાં ઘણા બધા લોકો ભારતને શાહરૂખના નામે ઓળખે છે. શાહરુખ ખાને બોલીવુડમાં રોમાન્સની પરિભાષા બદલી નાખી છે. એમની અંદર એવો ચાર્મ છે કે હર કોઈ એમના દીવાના બની જાય છે. શાહરુખ છેલ્લા કેટલાક વર્ષોથી મોટા પડદાથી દૂર છે. એ છેલ્લીવાર આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં દેખાયા હતા.

image source

શાહરુખ ખાન એક જબરદસ્ત અભિનેતા તો છે જ સાથે જ એ ખૂબ જ હાજર જવાબી છે. એ ઘણીવાર સવાલોના એવા જવાબ આપી દે છે કે ઘણી વાર સામેવાળાની બોલતી બંધ થઈ જાય છે. હવે હાલમાં જ શાહરુખ ખાન પોતાના ફેન્સની રૂબરૂ થયા હતા. સોશિયલ મીડિયા પર એમને ફેન્સને સવાલોના જવાબ આપ્યા. એ દરમિયાન એક યુઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે શું એ પણ બેરોજગાર થઈ ગયા છે. હવે કિંગ ખાને એનો ખૂબ જ મજેદાર જવાબ આપ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે #AskSRK દરમિયાન એક યુઝરે ટ્વીટ કરીને શાહરૂખને પૂછ્યું કે તમે પણ બેરોજગાર થઈ ગયા?…અમારી જેમ? એના જવાબમાં શાહરુખ ખાને લખ્યું કે જે કઈ નથી કરતા એ… એ સાથે જ શાહરૂખે એ વાતથી જ જવાબ આપી દીધો. શાહરુખ ઘણીવાર કહે છે કે જે કઈ નથી કરતા એ કમાલ કરે છે. હગે શાહરૂખના આ જવાબ પર ફેન્સે ઘણી કમેન્ટ કરી હતી.

image source

તો એક અન્ય વ્યક્તિએ પૂછ્યું કે પેન્ડેમીકના કારણે હમણાં ફિલ્મો રિલીઝ નથી થઈ રહી. એવામાં ડાન્સ નંબર પર એમનો શુ ખ્યાલ છે? એના પર જવાબ આપતા શાહરૂખે લખ્યું કે નહીં યાર હવે તો ઘણી બધી ફિલ્મો આવી જ જશે. એ સિવાય એક વ્યક્તિએ શાહરુખ ખાનને પૂછ્યું હતું કે એ સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય વિશે શું વિચારે છે? એના જવાબમાં શાહરૂખે કહ્યું કે વેરી કુલ.

image source

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની ફિલ્મ દીવાનામાં શાહરૂખના અભિનયને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. એ પછી શાહરુખ ખાને બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો કરી. પોતાના 29 વર્ષના કરિયરમાં એમને ઘણા તડકા છાયા જોયા. અને ઘણા બધા સંઘર્ષ કર્યા પછી હાલ શાહરુખ ખાનનું કરિયર બોલિવુડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong