72 વર્ષના આ દાદા 43 વખત કોરોના પોઝિટિવ આવતા અંતે કંટાળીને પત્નીને કહ્યું..’હવે મને આ દુનિયા છોડવા દો, પણ કિસ્મતમાં…’

યુકેમાં કોરોના વાયરસનો એક એવો મામલો સામે આવ્યો છે જેની ચારે બાજુએ ચર્ચા થઈ રહી છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ ખાતે રહેતા 72 વર્ષના એક વૃદ્ધને 43 વખત કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધનું નામ ડેવ સ્મિથ છે. બીબીસીના અહેવાલ મુજબ આ વૃદ્ધ સતત 10 મહિના સુધી કોરોના પોઝિટિવ રહ્યા છે.

image source

કોઈપણ વ્યક્તિને આટલા લાંબા સમય સુધી કોરોના પોઝિટિવ રહ્યો હોય તેવો આ પ્રથમ કેસ છે. વ્યવસાયે રિટાયર્ડ ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રકટર ડેવ સ્મિથને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાત વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્મિથએ જણાવ્યું હતું કે કઈ રીતે તેના શરીરમાં સતત કોરોના વાયરસ રહ્યો.

image source

સ્મિથે જણાવ્યું હતું કે, મારી એનર્જી સાવ પુરી થઈ ગઈ હતી અને હું બહુ મુશ્કેલીથી ઉઠી શકતો હતો. એક રાત્રે મને સતત 5 કલાક સુધી ખાંસી થઈ. હું બધી આશાઓ છોડી ચુક્યો હતો અને મેં મારા પરિવારના સદસ્યોને બોલાવ્યા અને બધા સાથે શાંતિથી વાત કરી અને બધાને ગુડબાય કહ્યું.

image source

આટલા લાંબા સમય સુધી બીમાર રહેવા દરમિયાન સ્મિથનું વજન લગભગ 63 કિલો જેટલું ઘટી ગયું. સ્મિથે તેની પત્નીને જણાવ્યું કે, જો આ જે રાત્રે મારુ મૃત્યુ થઈ જાય તો તમે હેરાન ન થતા, જ્યારે હું ઊંઘવા માટે જતો ત્યારે એમ વિચારતો કે કદાચ ઊંઘતા ઊંઘતા જ હું મરી જઈશ.

image source

સ્મિથે જણાવ્યું કે, મેં મારી પત્નીને કહ્યું કે મને જવા દો, હું પોતે પણ પોતાની જાતને ફસાયેલો હોય તેવું માનું છું. આ બધું હતું બદ થી બદતર થઈ રહ્યું છે. જ્યારે લિનએ જણાવ્યું કે, ઘણી વખત અમને એમ લાગ્યું કે સ્મિથ હવે લાબું નહીં ખેંચી શકે.

image source

સ્મિથનો ઈલાજ એન્ટી વાયરલ દવાઓના નવા મિશ્રણથી કરવામાં આવ્યો અને તેના ઈલાજમાં બે સપ્તાહનો સમય લાગ્યો. જ્યારે તેને ડોકટર તરફથી સમાચાર મળ્યા કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારે તેને પોતાના કાન પર ભરોસો ન આવ્યો.

image source

ત્યારબાદ ડોકટરોએ તેને એક સપ્તાહ સુધી રાહ જોવા અને બાદમાં ફરીથી કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. તેઓએ આમ કર્યું અને સપ્તાહ બાદ તેનો રિપોર્ટ ફરીથી નેગેટિવ આવ્યો.

image source

ડોકટર્સના કહેવા અનુસાર નવી દવાના મિશ્રણ સાથે જ આ વાતની સંભાવનાની ઇનકાર ન થઈ શકે કે સ્મિથ પોતાની દ્રઢઈચ્છાને કારણે પણ સાજો થયો. આ દવાનો એક રીતે પ્રયોગ ક તેના પર કરવામાં આવ્યો હતો અને એ માત્ર સંયોગ જ કહી શકાય કે દવાની અસર પણ થઈ.

image source

કોરોનાથી 290 દિવસ પીડાયા બાદ સાજા થવાના આ કેસ પર વૈજ્ઞાનિકો પણ સંશોધન કરી રહ્યા છે. લ્યુકેમિયા બીમારી અને કિમોથેરેપી ઉપચાર બાદ સ્મિથની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઈ ચૂકી હતી અને આ કારણે જ તેને સાજા થવામાં આટલી વાર લાગી.

image source

બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હવે સ્મિથના આ કેસની સ્ટડી કરી રહ્યા છે. વૈજ્ઞાનિક એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોરોના વાયરસ શરીરની અંદર ક્યાં છુપાઈને રહે છે અને કઈ રીતે તે અંદર મ્યુટેડ રહે છે. સ્મિથે કોરોના પીડિત તરીકે સૌથી વધારે સમય ગાળવાનો રેકોર્ડ બનાવ્યો છે.

image source

સ્મિથ કહે છે કે, આ મારું નવું જીવન છે અને હવે હું વિચારી રહ્યો છું કે આ નવા જીવનમાં હું શું કરીશ ? હવે હું 73 વર્ષનો થવા જઈ રહ્યો છું પરંતુ હું જાણું છું કે હજુ મારી અંદર કંઇક સારું કરવાની ક્ષમતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong