શાહરુખ ખાનની દીકરી સુહાના આ અત્યંત પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરે છે જેની ફી જાણીને નવાઈ લાગશે..

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની દીકરી અવારનવાર સોશિયલ મિડિયા પર થતીં તેની વાયરલ તસ્વીરોના કારણે ચર્ચામા રહ્યા કરે છે હમણા થોડા સમય પહેલા જ તેના ગ્રેજ્યુએશનના પોસ્ટ સેલિબ્રેશનની તસ્વીરો વાયરલ થઈ હતી જેમાં તેણીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

બોલીવૂડની હસ્તીઓ પોતાના સંતાનોને પ્રાથમિક શિક્ષણ તો ભારતમાં જ આપે છે પણ ઉચ્ચ અભ્યાસ માટે તેમને તેઓ વિદેશમાં મોકલે છે. થોડા સમય પહેલા માધુરી પણ પોતાના મોટા દીકરા માટેના એડમિશન માટે ન્યુયોર્કની યુનિવર્સિટીઓમાં રખડતી જોવા મળી હતી.

હાલ શાહરુખ ખાનના બન્ને સંતાનો આર્યાન અને સુહાના ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ લાયન કીંગમાં બાપ-દીકરાએ અવાજ આપીને લોકોમાં ચર્ચા જગાવી હતી તો વળી સુહાના પણ ધીમે ધીમે બોલીવૂડ તરફ આગળ વધી રહી છે. જોકે શાહરુખ ખાને પોતાના સંતાનો સમક્ષ શરત રાખી છે કે તેમણે કંઈપણ કેરિયર પસંદ કરતા પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો પડશે.


સુહાનાએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડની Ardingly કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ કોલેજ દુનિયાની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજમાં અભ્યાસ કરવા માટે તમે વાસ્તવમાં બાદશાહના સંતાન હોવા જોઈએ કારણ કે આ કોલેજની વાર્ષિક ફી સામાન્ય માણસની વિચારક્ષમતાની પણ બહાર છે.

તમને જણાવી દઈએ કે આ કોલેજ 1858થી અસ્તિત્વ ધરાવે છે જેનું જૂનું નામ સેન્ટ સેવિયોર્સ કોલેજ હતું. આ કોલેજ બીબીસીની એક સિરિઝ સ્ટીફ અપ્પર લીપઃ એન ઇમોશનલ હીસ્ટરી ઓફ બ્રીટેનમાં પણ બતાવવામાં આવી હતી. આ કોલેજમાં બ્રીટેનની નામી હસ્તીઓએ અભ્યાસ કર્યો છે જેમાં લેખકો, સંપાદકો, અભિનેતાઓ વિગેરેનો સમાવેશ થાય છે.


આ કોલેજમાં માત્રને માત્ર દુનિયાભરના કરોડપતિઓના સંતાનો જ અભ્યાસ માટે આવે છે. આ કોલેજની એક ટર્મની ફી દસ લાખ રૂપિયા કરતા પણ વધારે છે. તેની વાર્ષિક ફી ગણવામાં આવે તો તે 50 લાખ સુધી પહોંચી જશે.

તેણે પોતાના કોલેજકાળ દરમિયાન ખુબ જ મસ્તી કરી છે જે તેની અવારનવાર અપલોડ કરવામાં આવતી તસ્વીરોમાં જોઈ શકો છો. તેણી ગ્રેજ્યુએટ થઈ તે દરમિયાનની પણ ઘણી તસ્વીરો સોશિયલ મડિયા પર વાયરલ થઈ હતી.


તમને જણાવી દઈએ કે સુહાના વહેલા મોડી તો બોલીવૂડમાં પદાર્પણ કરવાની જ છે કારણ કે પોતાના કોલેજકાળ દરમિયાન તેણે અવારનવાર કોલેજમાં થતાં નાટકોમાં અભિનય કર્યો છે. ગયા વર્ષમાં વોગ મેગેઝીનના કવર પરની તસ્વીર જોઈને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેણી એક દીવા જેવી પર્સનાલીટી ધરાવે છે.

હાલ સુહાના ‘ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ નામની શોર્ટ ફીલ્મમાં કામ કરી રહી છે અને મળેલી માહિતી અનુસાર તેનું શુટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને તેનો ફર્સ્ટ લૂક પણ રિલિઝ થઈ ગયો છે. આ ફિલ્મ તેની સાથે અભ્યાસ કરતાં થિયોડોર ગિમેલો દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે.


સુહાનાએ પોતાનું ગ્રેજ્યુએશન પુરું કરી દીધું છે હવે તેનો ફોકસ તેની કેરિયર બનાવવા પર જ રહેશે. હવે જોવાનું એ રહેશે કે તેણી બોલીવૂડમાં પદાર્પણ ક્યારે કરે છે. સુહાના બોલીવૂડમાં જ્યારે આવે ત્યારે પણ તે પહેલાં જ તે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ