શહનાઝ ગિલે આ શું કર્યુ? વાયરલ તસવીરો જોઇને તમે પણ થઇ જશો છક, કારણકે…

બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી શહનાઝ ગિલ હંમેશા ચર્ચામાં રહે છે. શોમાં શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલાની કેમેસ્ટ્રીને ઘણી જ પસંદ કરવામાં આવી હતી. બિગ બોસના ઘરમાં આ જોડીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને શો ખતમ થયો ત્યાં સુધીમાં તો આ જોડી બધાની ફેવરિટ બની ગઈ હતી.શહનાઝ અને સિદ્ધાર્થના અફેરની ખબર પણ ઘણી ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં ફેન્સ તો એમના લગ્ન સુધીના સપના જોવા લાગ્યા હતા. બિગ બોસ 13ના ખતમ થયા પછીથી જ ફેન્સ સિદ્ધાર્થ અને શહનાઝના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનો એક એવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં શહનાઝ પરણિત સ્ત્રીના લુકમાં દેખાઈ રહી છે.

image soucre

વાયરલ ફોટામાં શહનાઝના માથા પર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર દેખાઈ રહ્યું છે. સિદ્ધાર્થની સાથે પરણિત સ્ત્રીના અવતારમાં શહનાઝને જોઈને બધા ચોંકી ગયા છે અને દરેકના મનમાં એક જ સવાલ છે કે શુ શહનાઝે ગુપચુપ લગ્ન કરી લીધા? આ ફોટાને શહનાઝ ગિલના એક ફેનપેજે શેર કર્યો છે અને એ સાથે જ કેપ્સનમાં લખ્યું છે- આ કોને કર્યું?

image source

ફોટાની સાથે લખેલા આ કેપ્સનને જોઈને લાગે છે કે આ ફોટાની સાથે કોઈએ મસ્તી કરી છે અને ફેક ફોટો બનાવીને શેર કર્યો છે. જો કે માથા પર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને સિદ્ધાર્થ સાથે દેખાઈ રહેલી શહનાઝ ગિલના આ ફેક ફોટા પર પણ એમના ચાહનારાઓએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. એક યુઝરે તો કમેન્ટ કરી હતી કે એ એકબીજા માટે જ બન્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલને પંજાબની કેટરીના કેફ કહેવામાં આવે છે સ્વભાવમાં ચુલબુલી શહનાઝનો મજકિયો અંદાજ એમના ફેન્સને ખૂબ જ ગમે છે. બિગ બોસના ઘરમાં પણ શહનાઝ પોતાની માસૂમિયત અને મજકિયા અંદાજના કારણે દરેકને પોતાના દીવાના બનાવતી હતી. તો બિગ બોસ 13ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુકલાના ચાહનારાઓની પણ કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે
શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલાની દોસ્તી ફેન્સને એટલી ગમે છે કે એમને એમનું નામ સિડનાઝ રાખી દીધું છે. બંનેના અફેરની ખબરો ઘણીવાર મીડિયામાં આવી ચૂકી છે પણ સિદ્ધાર્થ અને શહનાઝે હજી સુધી પોતાના રિલેશનશિપને લઈને કોઈ ઓફિશિયલ બયાન નથી આપ્યું.

image source

ઈન્ટરનેટ પર આ ફોટાના વાયરલ થયા પછી ફરી એકવાર સિદ્ધાર્થ અને શાહનઝના રિલેશનશિપને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. જો કે ફેન્સને એ પળની આતુરતાથી રાહ છે જ્યારે બંને પોતાના રિલેશનશિપ પર ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરે. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ બંનેનું એક ગીત શોના શોના રિલીઝ થયું હતું જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ