શા માટે સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે ? શું બધા જ દેશના સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે ?

22 જુલાઈના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરી દેવામાં આવ્યું અને અડતાલીસ દિવસ બાદ એટલે કે લગભગ 6 સપ્ટેમ્બરના રોજ તે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે અને ભારત એક ઓર કીર્તીમાન પોતાના નામે નોંધાવશે. ચંદ્રયાન લોન્ચ નિમિતે ઘણી બધી બાબતો સામાન્ય લોકોને સેટેલાઇટ તેમજ તેની રચનાને લઈને જાણવા મળી છે. જ્યારે સામાન્ય લોકોના જાણવામાં આવ્યું છે અવકાશમાં તરતા મુકવામાં આવતા સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમને ખુબ આશ્ચર્ય થયું. અને તે વિષે લોકોમાં વધારે જાણવાની ઉત્સુકતા જાગી છે જે આજના આ લેખમાં અમે પુરી કરી રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Curly Tales (@curly.tales) on

શું ખરેખર સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે ?

હા, અવકાશમાં તરતા મુકવામાં આવતા સેટેલાઇટમાં સોનાની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા માટે સોનું માત્ર એક કીંમતી ધાતુ જેટલી જ મહત્ત્વની છે. સામાન્ય માણસને તેના વૈજ્ઞાનિક મૂલ્યથી કોઈ જ નિસબત નથી હોતી. પણ અહીં સેટેલાઈટમાં સોનાનો ઉપયોગ તે ધાતુમાં રહેલા ખાસ ગુણધર્મોના કારણે કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Arbaz hussain (@arbaz_hussai) on

સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ ગોલ્ડ પ્લેટિંગ માટે કરવામા આવે છે. સોનાના ગુણધર્મ પ્રમાણે સોનાની ધાતુ એ સેટેલાઈટની પરિવર્તનશીલતા, તેની ચાલકતા અને તેને કાટ લાગતા રોકે છે. અને તેના કારણે સેટેલાઇટને નુકસાન થતું નથી.

પણ જો તમને એવું લાગતું હોય કે સેટેલાઇટમાં માત્ર કીમતી સોનાની ધાતુનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. તો તેમ નથી સોના સિવાય અન્ય કેટલીક કીંમતી ધાતુઓનો પણ સેટેલાઇટની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કીંમતી ધાતુઓમાં સમાયેલી થર્મલ કંટ્રોલ પ્રોપર્ટી સેટેલાઈટ પર પડતી અંતરીક્ષની નુકસાનકારક ઇનફ્રારેડ રેડિએશન અસરને રોકે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Tripathi (@shreya_tripathi_official) on

તમે કલ્પના પણ ન કરી શકો તેટલી હદે આ રેડિએશન સેટેલાઇટ માટે જોખમી હોય છે અને જો તેને આ રેડિયેશનથી સુરક્ષિત કરવામાં ન આવે તો ખુબ જ થોડા સમયમાં સેટેલાઇટ નષ્ટ થઈ જાય છે અને સેટેલાઇટ મોકલવાનો ઉદ્દેશ પૂરો થઈ શકતો નથી.

તમને જણાવી દઈએ કે 1959 દરમિયાન એપોલો લૂનર મોડ્યુલમાં પણ નાસા દ્વારા સેટેલાઇટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાનું એક પાતળુ લેયર સેટેલાઇટ માટે થર્મલ બ્લેંકેટનું કામ કરે છે. પણ આ લેયરમાં માત્ર સોનું જ નહીં પણ તેની સાથે કાચ, ઉન, એલ્યુમિનિયમ વિગેરે ધાતુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by William Molina (@williammolina811) on

આ સિવાય પણ ચંદ્રયાન-2 સાથે એવી ઘણી બધી વાતો જોડાયેલી છે જે વિષે સામાન્ય લોકો નથી જાણતા તો ચાલો જાણીએ તે વિષે.

– તમને કદાચ ખબર હશે કે નહીં પણ ચંદ્ર નો એક દીવસ એટલે પૃથ્વીના 29.5 દીવસ.

– આપણા ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતારવામાં આવશે. જેનું લક્ષ હશે ચંદ્ર પર પાણીની કાયમી હાજરીને શોધવાનું.

– ઇસરોના ચીફ કે. સિવન જણાવે છે કે આ મિશનનો સૌથી ચિંતાજનક કોઈ ભાગ હોય તો તે લેન્ડરના ઓર્બિટડરમાંથી છુટ્ટા પડ્યા બાદની 15 મીનીટ.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa) on

– રોવર એટલે કે જે ચંદ્ર પર ફરીને પરિક્ષણો કરશે તેના છ પૈડાં છે અને આ પૈડાને તીરંગાના ત્રણ રંગમાં રંગવામાં આવ્યા છે. લેન્ડર અને રોવરે પોતાના પ્રયોગો 15 દિવસમાં પૂર્ણ કરવાના રહેશે.

– ચંદ્રયાન 2 મિશનનો કુલ ખર્ચ 603 કરોડ છે જેમાં રોકેટના ખર્ચાનો સમાવેશ થતો નથી.

– લોંચ તો સફળ થઈ ગયું છે જો આગળ પણ બધું સરસ રીતે પાર પડ્યું તો અપેક્ષા છે કે આપણું યાન ચંદ્રની ધરતી પર 6 સપ્ટેમ્બરે પગ મુકે.

 

View this post on Instagram

 

A post shared by Jayvon Thomas (@jayvon.thomas) on

– હોલીવૂડની હાલમાં જ અવતાર ફીલ્મનો રેકોર્ડ તોડનાર એવેન્જર્સ એન્ડગેમ ફિલ્મે તો કરોડો ડોલરની કમાણી કરી લીધી છે પણ તેનું નિર્માણ 40 કરોડ ડોલર એટલે કે 2700 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું હતું. આટલા રૂપિયામાં તો આપણે ચાર વાર ચંદ્રપર યાન મોકલી શકીએ છીએ. જે એક ભારતીય માટે ગર્વની વાત છે.


– ભારત પહેલાં રશિયા, અમેરિકા અને ચીને પણ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેંન્ડીંગ કરી લીધું છે જો ભારત આમાં સંપૂર્ણ રીતે સફળ જશે તો તે ચોથો દેશ હશે. આ લોન્ચને જોવા માટે શ્રીહરીકોટા ખાતે 7500 લોકો તેને નરી આંખે નીહાળવા માટે હાજર રહ્યા હતા.

– ચંદ્રયાન 2માં કુલ 13 પેલોડ છે. આઠ ઓર્બિટરમાં, ત્રણ પેલોડ લેંડર “વિક્રમ”માં અને બે પેલોડ રોવર “પ્રજ્ઞાન”માં છે. આ 13 પેલોડમાં પાંચ ભારતના છે, ત્રણ યુરોપના છે, બે અમેરિકાના છે અને એક બલ્ગેરિયાનો છે.

 

View this post on Instagram

 

A post shared by Political Hub (@politicalhub24) on

– લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી પાડવામાં આવ્યું છે. જ્યારે 27 કીલોગ્રામના રોવર ‘પ્રજ્ઞાન’નો અર્થ થાય બુદ્ધિમતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ