શા માટે કી બોર્ડ પરની કી પરના બધા જ આલ્ફાબેટ તેના ક્રમ પ્રમાણે નહીં અને આડા અવળા છાપવામાં આવે છે ?

કંપ્યુટર એ હવે ડગલે ને પગલે જરૂર પડતું મહત્ત્વનું ઉપકરણ બની ગયું છે. આજે તમે રિલાયન્સની ઓફિસ જુઓ કે સામાન્ય કરિયાણાની દુકાન જુઓ ત્યાં તમને કંપ્યુટર જોવા મળી જશે. કંપ્યુટરનો ઉપયોગ માત્ર હિસાબ-કીતાબ માટે જ નથી થતો તે આપણને બધાને ખ્યાલ છે. કંપ્યુટરથી આજે સામાન્ય ગણતરીથી માંડીને ખગોળ વિજ્ઞાનની ગણતરીઓ પણ થાય છે.

આજે પહેલા ધોરણમાં ભણતા બાળકથી માંડીને માસ્ટર કે પીએચડી ડીગ્રી કરતાં વિદ્યાર્થી માટે કંપ્યુટર એ ખુબ જ જરૂરી સાધન બની ગયું છે. કંપ્યુટરની તમે જ્યારે કલ્પના કરો ત્યારે તમારે તમારા મગજમાં માત્ર કોઈ ડેસ્કટોપની જ કલ્પના નથી કરવાની પણ તેમાં લેપટોપથી લઈને તમારા મોબાઈલનો પણ સમાવેશ થઈ જાય છે. કારણ કે આજે મોબાઈલે પણ તમારા ઘણા બધા કામ સરળ કરી દીધા છે. અને તે પણ એક પ્રકારનું કોમ્પેક્ટ કંપ્યુટર જ છે.

કંપ્યુટરનો ઉપયોગ કરતી વખતે તમારે મુખ્યે બે વસ્તુની જરૂર પડે જ છે અન તે છે કી-બોર્ડ અને માઉઝ. આ બન્ને વગર તમે કંપ્યુટર યુઝ કરી શકતા નથી. તમારે ગુગલ પર સામાન્ય સર્ચ કરવી હોય તો પણ તમારે કીબોર્ડની જરૂર પડે જ છે. પણ શું તમને ક્યારેય કી બોર્ડ વાપરતી વખતે એવું કુતુહલ થયું છે કે શા માટે આ કી બોર્ડ પર સીધા જ એબીસીડી તેના ક્રમ પ્રમાણે નથી લખવામાં આવતા અને આડાઅવળા ક્રમમાં લખવામાં આવ્યા છે. તો તે માટેની જાણકારી આજના આ લેખમાં આપવામાં આવી છે.

કંપ્યુટર સાથે જોડાયેલું મોટું કી બોર્ડ લઈ લો કે પછી લેપટોપ સાથે આવતું કી બોર્ડ હોય કે પછી તમારા મોબાઈલમાં તમે જ્યારે મેસેજ ટાઇપ કરતા હોવ ત્યારે ખુલતું કી-પેડ હોય તે બધાની એક સમાનતા છે અને તે છે તેના પર છાપવામાં આવેલા આલ્ફાબેટ અને તેની એરેન્જમેન્ટ.

તમે હંમેશા ટાઈપ કરતા હશો ત્યારે તમને કુતુહલ થતું હશે કે શા માટે કીબોર્ડ પર છાપવામાં આવેલી એબીસીડી સળંગ તેના ક્રમ પ્રમાણે લખવામાં નથી આવતી. પણ આ રીતો એક વિચિત્ર જ ક્રમમાં લખવામાં આવે છે. આ કી બોર્ડને ક્વર્ટી (QWERTY) કી બોર્ડ કહેવાય છે. તમે જોશો કે કી બોર્ડની આલ્ફાબેટ વાળી પ્રથમ લાઈનના પ્રથમ પાંચ અક્ષર આ જ છે અને માટે તેને ક્વર્ટી કી બોર્ડ કહેવામાં આવે છે. પણ તમને આલ્ફાબેટની આ પ્રકારની એરેન્જમેન્ટ શા માટે છે તે વિષે નહીં ખ્યાલ હોય.

તેની પાછળનું કારણ ઘણું જૂનું છે. અને તે છેક મેન્યુઅલ ટાઈપરાઇટર હતા તે વખતની વાત છે. શરૂઆતના કી બોર્ડમાં તેની કી પર એબીસીડીના ક્રમ પ્રમાણે જ આલ્ફાબેટ છાપવામાં આવતા હતા. પણ ધીમે ધીમે કીબોર્ડ પર માણસની ટાઈપ કરવાની ઝડપ વધી અને આ રીતે ક્રમ પ્રમાણે આલ્ફાબેટ રાખવાની એરેન્જમેન્ટના કારણે વ્યક્તિ જ્યારે ટાઇપ કરતી ત્યારે ટાઇપરાઇટરની કી ગુંચવાઈ જતી અને આ રીતે ટાઇપરાઇટર જામ થઈ જતું.

અને આ સમસ્યાના કારણે એક ઉંડા સંશોધન બાદ QWERTY કી બોર્ડની ડીઝાઈન કરવામાં આવી. આ સંશોધનને લગભગ પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો. જેમાં ઘણી બધી ટ્રાયલો કરવામાં આવી અને ઘણી બધી નિષ્ફળતા પણ મળી પણ છેવટે તેમને સફળતા મળી અને જે અક્ષરોનો સૌથી વધારે ઉપયોગ ઇંગલીશ ભાષામાં થતો તે અક્ષરોને દૂરની કી આપવામાં આવી જેથી કરીને ટાઇપરાઇટીંગ કરનાર વ્યક્તિની સ્પીડ ઘટે અને ટાઇપરાઇટર જામ ન થાય. અને પછી આ જ એરેન્જમેન્ટ એક સ્ટાન્ડર્ડ એરેન્જમેન્ટ થઈ ગઈ અને ત્યારથી તે અત્યાર સુધીમાં આ જ એરેન્જમેન્ટ ચાલતી આવી છે.

આ ક્વર્ટી કી બોર્ડની રૂપરેખા ક્રિસ્ટોફર શૉલ્સે તૈયાર કરી હતી. સૌ પ્રથમ 1873માં આવેલા ટાઇપરાઇટરમાં અક્ષરોનો ઉપયોગ આ રીતે જ થતો. ત્યાર બાદ આ કીબોર્ડ ડીઝાઈનના રાઇટ સફળતાપૂર્વક ઈ. રેમિંગ્ટન એન્ડ સન્સ કંપનીને વેચી દેવામાં આવ્યા. આ કંપની તે વખતે હથિયાર અને લેટર ટાઇપરાઇટર્સ બનાવવાનું કામ કરતી હતી. આ ડીઝાઈન ખરીદ્યા બાદ રેમિંગ્ટને તેમાં ઘણાબધા ફેરફાર કર્યા.

તમને એ હકીકતની ખબર નહીં હોય કે તમે qwerty કી બોર્ડના ડાબા હાથની આંગળીઓ પર આવતા અક્ષરો દ્વારા ઇંગ્લીશ ભાષાના હજારો શબ્દો ટાઇપ કરી શકો છો જ્યારે જમણી તરફ આવેલા અક્ષરોમાંથી કેટલાક સેંકડો શબ્દો જ ટાઈપ કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ