શા માટે અમુક લોકો પુશ અપ્સ નથી કરી શક્તા?

શું તમને પણ પુશઅપ્સ કરતાં તકલીફ થાય છે? શું તમે બીજાઓની જેમ પુશઅપ્સ નથી કરી શકતાં ? તો જાણો તેની પાછળના કારણો

છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય લોકો પોતાના શરીરને લઈને થોડા જાગૃત થયા છે અને ખાસ કરીને તેના સારા શેઇપને લઈને થોડા જાગૃત થયા છે અને ટીવી સ્ક્રીન કે પછી ફિલ્મિ પરદા પર જોવામાં આવતા હીરો-હીરોઈનના પર્ફેક્ટ બોડી જેવી બોડી બનાવવા માટે કે પછી સ્વસ્થ રહેવા માટે ઘણોબધો વ્યાયામ કરતાં હોય છે.

image source

થોડા વર્ષો પહેલાં આ બધો જ વ્યાયામ ગણતરીના ફીટનેસ ફ્રીક લોકો દ્વારા જ કરવામાં આવતો હતો પણ હવે ઘણા બધા લોકો વિવિધ વ્યાયામ દ્વારા પોતાના શરીરને સુંદર બતાવવા મથી રહ્યા છે. જેમાંથી કેટલાક સફળ રહે છે તો કેટલાક નિષ્ફળ રહે છે. જેની પાછળ વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. આ વ્યાયામમાં એક વાયાયામ છે પુશઅપ્સ. જેને જમીન પર ઉંધા સુઈને માત્ર બે હાથના પંજા અને પગના અંગુઠા પર સુઈને શરીરને ઉપર નીચે ઉઠાવીને કરવામાં આવે છે.

image source

પુશપ્સ કરવાના વિવિધ ફાયદા છે અને સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ જાતના ઇક્વીપમેન્ટ વગર પુશઅપ્સ કરવામાં આવે છે. અને આ એક્સરસાઇઝમાં શરીરના લગભગ બધા જ અંગોને કસરત મળી રહે છે અને તેનાથી શરીર કસાયેલું બને છે. પણ પુશઅપ્સ બધા જ લોકો કરી શકે છે તેવું નથી હોતું. ઘણા બધા લોકોને પુશઅપ્સ કરવામાં તકલીફ પડે છે અને તેઓ તેને યોગ્ય રીતે કરી નથી શકતાં.

કારણ કે તેના માટે તમારો તમારા શરીર પર કંટ્રોલ હોવો જરૂરી છે. અને જો તમે તેમ ન કરી શકતાં હોવ તેને પરાણે ન કરવું જોઈએ અને તમારા શરીરને તમારે ઓળખવું જોઈએ તે શું ઇચ્છે છે તેને ક્યાં તકલીફ પડે છે તે બાબતે તે તમારે જાણવું જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કે શા માટે તમે પુશઅપ્સ નથી કરી શકતાં.

image source

પુશઅપ્સ કરતી વખતે જો તમે તમારા શરીરનો વચ્ચેનો ભાગ સીધો ન રાખી શકતા હોવ તો તમારા શરીરનો વચ્ચેનો ભાગ એટલે કે તમારી કમરથી લઈને થાઈ સુધીનો ભાગ તમે સીધો ન રાખી શકતાં હોવ. પુશપ્સ કરતી વખતે તમારા શરીરનો આ ભાગ સીધો રહેવો ખુબ જરૂરી છે તો જ તમે તેને યોગ્ય રીતે કરી શકશો અને તો જ તેનો લાભ તમારા શરીરને મળી શકશે. પુશપ્સનો સીધો જ નીયમ એ છે કે તમારા હાથના પંજા તેમજ તમારા પગની આંગળીઓને આધારે તમારે શરીરને ઉંચું રાખવાનું છે અને તેને ફુટપટ્ટીની જેમ સીધું એટલે કે ટટ્ટાર રાખવાનું છે.

image source

જો તમે આમ ન કરી શકતાં હોવ તો તમારે સમજવું કે તમારે તમારું કોર નબળુ છે અને તમારે તેને મજબુત બનાવવું જોઈએ. એટલે કે તમારા શરીરના કેન્દ્ર ભાગને તમારે મજબુત બનાવવો જોઈએ. જો તેમ નહીં કરો તો પુશઅપ્સ કરતી વખતે શરીરનો બધો જ ભાર તમારા સાંધાઓએ સહન કરવો પડશે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. માટે પુશઅપ્સની શરૂઆત કરતા પહેલાં તમારે તમારા કોરને મજબુત બનાવવા માટે પ્લેન્ક એક્સરસાઇઝ કરવી જોઈએ. જે એક પ્રકારે પુશઅપ્સની જ એક રીતે છે પણ તેમાં તમારે એક જ પોઝિશનમાં સ્થિર રહેવાનું હોય છે. પ્લેન્ક્સમાં તમારે તમારા હાથના કોણીથી લઈને પંજા સુધી તેમજ પગના પંજાના આધારે જમીનથી ઉંચુ રહેવાનું હોય છે. આ એક્સરસાઇઝથી તમારા શરીરનો કમર તેમજ થાઈનો ભાગ મજબુત બનશે અને તમે પુશઅપ્સ કરી શકશો.

જો પુશઅપ્સ કરતી વખતે તમારા સાંધા કળતર થાય છે તો..

જો તમે પુશઅપ્સનો વ્યાયામ કરતાં હોવ અને તે કર્યા બાદ તમને તમારા સાંધા એટલે કે તમારા કાંડા, તમારા ગોઠણ વિગેરે દુખતા હોય તો તમારે એ સમજવું કે તમારા શરીરમાં મોબીલીટી અને સ્ટેબિલિટીની કમી છે. અને તમારે તેના પર કામ કરવું જોઈએ.

image source

તમારા શરીરમાં આ મોબીલીટી અને સ્ટેબિલીટી લાવવા માટે તમારે તમારા ખભા, તમારા કાંડા તેમજ તમારા બાવડાને મજબુત બનાવવા જોઈએ. જો તમને તેમ કરશો તો તમને પુશઅપ્સ કર્યા બાદ તમારા સાંધા દુઃખવાની ફરિયાદ નહીં રહે.

તેના માટે તમારે કેટલાક યોગાસનોનો અભ્યાસ કરવો જોઈએ. અથવા કોઈ એવો સરળ વ્યાયામ કરવો જોઈએ જે તમારા ખભા, તમારા બાવડાને લચીલા બનાવે મજબુત બનાવે. આ સિવાય જ્યારે જ્યારે તમે પુશઅપ્સ કરો ત્યારે તમારે તમારા કાંડાની સ્થિતિનું ધ્યાન રાખવું જોઈએ. તમારી હથેળીને જમીન પર સપાટ રાખવી અને તેને તમારા ખભાની સમાંતર જ રાખવી જોઈએ.

પુશઅપ્સ કરતાં જો તમને થાક લાગે તમારો શ્વાસ ચડી જાય તો

image source

બની શકે કે તમે યોગ્ય રીતે પુશઅપ્સ કરી લેતા હોવ પણ પ્રમાણમાં ઘણા ઓછા કરતાં હોવ અથવા તો ખુબ જ થોડા પુશઅપ્સ બાદ તમને થાક લાગી જતો હોય અથવા તો તમને શ્વાસ ચડી જતો હોય. તો તેવું ન થાય તેના માટે તમારે બ્રીધીંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ વ્યાયામ કરવાથી તમે તમારા શ્વાસને અંકુશમાં રાખી શકો છો. સામાન્ય રીતે લોકો એક્સરસાઇઝ કરતી વખતે એક ભુલ કરતાં હોય છે. થાક લાગવાથી તેઓ પોતાના શ્વાસને રોકી રાખવાનો પ્રયાસ કરે છે પણ તેની જગ્યાએ તમારે તે દરમિયાન યોગ્ય રીતે શ્વાસ લેવો જોઈએ. જો તમે એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસ રોકવાનો પ્રયાસ કરશો તો તમને ઓક્સિજન ઓછો મળશે અને તમારા મસલ્સ થાકી જશે. માટે જ્યારે તમે પુશઅપ્સ કરો અથવા કોઈ પણ વ્યાયામ કરો ત્યારે તમારા સ્વાસોચ્છ્વાસને તમારે નિયંત્રણમાં રાખવાના છે.

જો તમે પુશઅપ્સ કરવા માગતા હોવ તો આ સર્વસામાન્ય સલાહ માની લો

image source

જો તમે કોઈની દેખાદેખીમાં બસ એમ જ પુશઅપ્સ કરવાનું શરૂ કરવા માગતા હોવ તો તમારે એક્સપર્ટ વ્યાયામી લોકોની જેમ ઝડપથી પુશઅપ્સ ન કરવા કે પછી એક સાથે ઘણા બધા પુશઅપ્સ ન કરવા. ધીમે ધીમે તેની શરૂઆત કરવી. ટ્રેડીશનલ પુશઅપ્સથી જો તમે શરૂઆત કરશો તો શરૂઆતમાં જ તમારા શરીરને થકવી નાખશો અને તેના પર ખોટો બોજો આવશે. માટે જો તમે નિયમિત પણે પુશઅપ્સ કરવા માગતા હોવ તો તેની શરૂઆત ધીમેથી કરવી.

ટ્રેડીશનલ પુશઅપ્સ કરતાં પહેલાં તમારે વોલ-અપ્સ, ટેબલટોપ પુશ-અપ્સ કરવા જોઈએ અને ત્યાર બાદ એન્કલ પુશઅપ્સ અને છેલ્લે ધીમે ધીમે ટ્રેડીશનલ પુશઅપ્સ શરૂ કરવા જોઈએ. આમ કરવાથી તમે પુશઅપ્સને કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર કરી શકશો અને સ્ટ્રેસ વગર જો કોઈ વ્યાયામ કરવામાં આવશે તો તે લાંબા સમય માટે કરી શકશો અને તેનો જ ફાયદો તમારા શરીરને પહોંચશે.

image source

માટે તમે જ્યારે પણ પુશઅપ્સ કરવા માગતા હોવ ત્યારે ઉપર જણાવેલી બાબત પર ધ્યાન આપવું. એક વાર પુશઅપ્સ યોગ્ય રીતે કરતાં શીખ્યા બાદ તેના અનેક ફાયદાઓ તમારા શરીરને મળશે. નિયમિત પુશઅપ્સ કરવાથી તમારા શરીરના લગભગ બધા જ અંગો તમારા માથાથી તે તમારા પગના અંગુઠા સુધીને લાભ મળશે.

પુશઅપ્સ એક સાવ જ હાથ વગી અને ઓછો સમય માંગતી એક્સરસાઇઝ છે. તેને તમે કોઈ પણ જાતના સાધન વગર ગમે ત્યારે કરી શકો છો અને તેને કરવામાં વધારે સમય પણ નથી લાગતી. માત્ર પાંચથી સાત મિનિટનો સમય આપીને તમે આ વ્યાયામ કરીને તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો. પણ તેના માટે તમારે ઉપર જણાવેલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ