મોરબીના વિનોદભાઈ જે કરે એ કરવા માટે કરોડોની જીગર જોઈએ

ટુકડો તો હરિ ઢુકડો, આ કહેવત આપણે ત્યાં ખુબ પ્રચલિત છે અને લોકો આ વાતમાં માને પણ છે. કારણ કે ઘણી એવી જગ્યા છે કે જ્યાં અન્નદાનની પ્રવૃતિ ચાલી રહી છે. અન્નદાન એ મહાદાનના નારા લાગતા હોય અને લોકો ભરપેટ જમતા હોય એવી પણ આપણે ઘણી જગ્યા જોઈ છે. ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો છે એ કંઈક અલગ અને હટકે છે. તેમજ હાલમા આ કિસ્સો ચારેબાજુ વખણાઈ પણ રહ્યો છે. આ વાત છે રબીમાં એક એવા સેવકની કે જેમણે પોતે આખું બાળપણ લોટ માગીને વિતાવ્યું પણ આજે દર મહિને આવતું સંપૂર્ણ પેન્શનની રકમ એ ગરીબોને જમાડવા પાછળ ખર્ચી નાખે છે. જાણે તેઓ આ સમાજને ઋણ ચૂકવતા હોય એવું લાગી રહ્યું છે તો આવો વાત કરીએ રેલવેમાં 40 વર્ષ સુધી ફરજ બજાવનાર વિનોદભાઈ નિમાવત વિશે.

image source

જો વાત કરીએ નિવૃતીની તો વિનોદભાઈ છેલ્લે પેસેન્જર ટ્રેનના લોકોપાઇલટ એટલે કે ડ્રાઇવર તરીકે નિવૃત્ત થયા હતા. તો સરકારના નિયમ પ્રમાણે જુલાઈ, 2019માં નિવૃત્ત થયા બાદ તેમને 48 હજાર રૂપિયા જેટલું દર મહિને સરકાર તરફથી પેન્શન મળે છે. હાલમાં ઘરની પરિસ્થિતિની વાત કરીએ તો પોતાના બંને દીકરાઓ સેટ થઈ ગયા હોઈ અને પત્ની ગુજરી જવાથી વિનોદભાઈ સેવા કરવા માટે આતુર હતાં. પણ એ સમજ નોહતી પડતી કે ક્યા કરવું અને શું કરવું. એવામાં જ એ સમયે તેમણે જોયું કે મોરબીમાં ઘણા લોકોને જમવાનું મળતું નથી. તેથી તેમણે ટિફિન સેવા શરૂ કરી. અને લોકોને જમાડવાનું કામ હાથ ધર્યું.

image source

જોતજોતામાં આ ભાઈની સેવા અને ધીમે ધીમે ટિફિનની સંખ્યા વધવા લાગી, આથી તેમણે જમવાનું બનાવવા માટે એક મકાન ભાડે રાખ્યું અને ત્રણ બહેનોને કામે રાખી લીધી કે જેથી વધારે લોકો સુધી તે પહોંચી શકે અને લોકોને લાભ મળે. તેઓ એક સમયે 60થી વધુ ટિફિન આજના દિવસે બનાવે છે. આ સિવાય બીજા એક કામની પણ વાત કરી જ લઈએ તો તેમણે નિવૃત્ત થઈને 125 લોકોને પોતાના ખર્ચે 12 દિવસની જાત્રા કરાવી હતી. આ ઉપરાંત લોકડાઉનમાં પણ રાશનકિટનું વિતરણ કર્યું હતું. આ માટેનો તમામ ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે. મકાનનું ભાડું, બહેનોનો પગાર તથા ટિફિનના ખર્ચમાં તેમનું આખું પેન્શન વપરાઈ જાય છે. એ ઉપરાંત પણ પોતાની બચતમાંથી દર મહિને આ સેવા માટે પૈસા ખર્ચે છે અને સમાજ માટે એક નવું જ ઉદાહરણ બનીને ઉભરી આવ્યા છે.

image source

સૌથી મોટી વાત તો એ છે કે આ ઉંમરે અને નિવૃતિના સમયમાં તેઓ એક પણ દિવસ રજા પાળ્યા વિના દરરોજ જાતે જ ટિફિનો લઈને નીકળે છે અને ગરીબોને જમાડ્યા બાદ જ પરત આવે છે. ટિફિનમાં શું હોય એની જો વાત કરવામાં આવે તો તેમાં પડવાળી રોટલી, શાક, દાળ, ભાત, છાશ, મીઠાઈ અથવા ફ્રૂટ આપે છે. આ માટે તેઓ લોટ, દાળ, સીંગતેલ બધું જ બ્રાન્ડેડ વાપરે છે. ઘી પણ ચોખ્ખું વાપરે છે. શાકભાજી પણ દરરોજ જાતે જ તાજુ લઈ આવે છે. ત્યારે હવે લોકોની વચ્ચે વિનોદભાઈની ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો પ્રેરણા પણ લે એવી આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ