કોરોનાને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો રહેશે બંધ

વધતા જતા કોરોનાને કારણે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આટલા દિવસ રહેશે સ્કૂલ કોલેજ બંધ.

image source

દેશ અને દુનિયામાં જેનો ખીફ છે એ કોરોનાને કારણે ગુજરાત સરકાર પણ કટિબદ્ધ થઈ હોય એવું લાગે છે. આજે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જેનાથી કોરોના સામે આમ નાગરિકને ખૂબ લાભ મળશે.

વધતાં જતાં કોરોના વાયરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે, 31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે.

image source

એટલું જ નહીં મોલ અને મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરમાં થૂંકનારને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આ બાબતે હજુ કોઈ સરકારી પરિપત્ર મળ્યો નથી પણ જોવાનું એ રહેશે કે શું આ નિર્ણય સાચો છે કે થોડા દિવસ પહેલા જે અફવા ચાલી હતી એજ છે. આજની પ્રેસ કોંફરન્સમાં તો સરકારે જાહેરાત કરી દીધી છે.

image source

ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ 16 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ તેઓએ કહ્યું કે, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે.

ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપલી કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ શાળા અને કોલેજની આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે.

image source

દેશ ઉપરાંત દુનિયાના 145 દેશો આ કોરોના વાયરસનો શિકાર થઈ ચૂક્યા છે અને હવે આ વાયરસ દુનિયા માટે એક ખતરાની ઘંટી સમાન દેખાય રહ્યો છે. આ પહેલા પણ સરકારે કોરોના પ્રત્યે જાગૃતિ લાવવા માટે કોલરટ્યુનના માધ્યમથી ખૂબ જાહેરાત કરી હતી.

જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે લોકોને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા માટે લોકોને સૂચન કર્યું હતું.

image source

આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, કોરોના વાયરસ માટે 104 હેલ્પલાઈન કાર્યરત છે. અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્ય સવિચ અને આરોગ્ય કમિશનર વચ્ચે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારનાં આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાતનાં ડોક્ટરોએ પણ સરકારનાં આ મહત્વપુર્ણ નિર્ણયને આવકાર્યો હતો. તો ધાર્મિક સંસ્થાનોએ પણ સરકારનાં નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

image source

જો કે, સરકારની આ જાહેરાતથી એક વર્ગ ખુબ જ નિરાશ થયો હતો. અને તે હતો ઓફિસમાં કામ કરનાર વર્ગ. તે લોકોએ પણ મનમાં સરકારને વિનંતી કરી કે, ઓફિસો પણ બંધ કરવામાં આવે તેવો કોઈ આદેશ સરકાર કરે. જેને કારણે તેઓને પણ બે અઠવાડિયા સુધી રજા મળી શકે. આવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ