કિંજલ દવે હવે લાગે છે કંઇક અલગ જ, આ તસવીરો જોઇને તમે કહેશો સાચી વાત

કિંજલ દવેની સફર

image source

કિંજલ દવે નો જન્મ ૨૪ નવેમ્બર, ૧૯૯૯ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કિંજલ દવેના પિતા લલીતભાઈ દવે એક રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.કિંજલ દવે તેના પરિવાર સાથે ગુજરાત રાજ્યમાં બનાસકાંઠામાં વસવાટ કરતા હતા. કિંજલે માત્ર ૭ વર્ષની ઉમરે ગાવાની શરુઆત કરી દીધી હતી.

image source

કિંજલ દવેએ જયારે ચાર ચાર બંગડીવાળું ગીત ગાવામાં આવ્યું ત્યાર પછીથી જ કિંજલ દવેને લોકો ઘરે ઘરે ઓળખતા થયા હતા ત્યાં સુધી કિંજલ દવેની કોઈ મોટી ઓળખ હતી નહી. કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળું ગીત એટલું બધું લોકપ્રિય થયું કે આખા ગુજરાતના લોકો તેનો અવાજ ઓળખવા લાગ્યા. ઉપરાંત વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ કિંજલ આ ગીત ખુબ જ પસંદ આવ્યું છે.

image source

વર્તમાન સમયમાં કિંજલ દવેની ફેન ફોલોઈંગ ફક્ત ગુજરાત પુરતી જ સીમિત ના રહેતા વિદેશોમાં પણ કિંજલ દવેની ફેન ફોલોઈંગ ખુબ જ છે. કિંજલ દવેને ચેહર માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. આથી જયારે પણ કિંજલ દવે સમય કાઢીને દર્શન કરવા જરૂરથી જાય છે.

image source

કિંજલ દવેનું બાળપણ ખુબ સંઘર્ષ ભરેલ પરીસ્થિતિ માંથી પસાર થયું છે. કિંજલ દવેના પિતા લલિતભાઈ દવે એક રત્ન કલાકાર હતા. લલીતભાઈના પગારમાંથી ઘરનું ગુજરાન ચલાવવામાં આવતું હતું. કિંજલ દવેના ઘરમાં નાનપણના સમયે ફક્ત ૨૦૦ ગ્રામ દૂધ આવતું હતું. આ દૂધમાંથી પરિવારના સભ્યો માટે દિવસ દરમિયાન બે વાર ચા બનાવવામાં આવતી હતી.

image source

કિંજલ દવેના પિતા લલીતભાઈ હીરા ઘસવાની સાથે ગીતો પણ લખવાનું ચાલુ રાખ્યું હતું. એક સમય આવ્યો કે કિંજલના પિતા લલીતભાઈનો હીરાનો ધંધો બંધ થઈ ગયો. આથી પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

આ મુશ્કેલી સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે કિંજલના પિતા લલીતભાઈએ કાર્યક્રમમાં ગીતો ગાવાનું શરુ કર્યું. તે સમયે પિતાને આમ ગીતો ગાતા જોઇને કિંજલને પણ ગાવામાં રસ પડવા લાગ્યો. ત્યાર પછીથી કિંજલ દવે ભણવાની સાથે સાથે સ્ટેજ પ્રોગ્રામ પણ પરફોર્મ કરવા લાગી.

image source

કિંજલ દવે માટે જે ગીત તેની ઓળખ બની તે ગીત ગાવાનો અવસર મનુ રબારી દ્વારા આપવામાં આવ્યો હતો. આ ચાર ચાર બંગડીવાળું ગીત ગાયા પછી કિંજલ દવેની કિસ્મત બદલાઈ ગઈ અને આ ગીત દ્વારા કિંજલ દવે ગુજરાતની એક પ્રસિદ્ધ ગાયિકા બની ગઈ. કિંજલ દવેએ આ ‘ચાર ચાર બંગડીવાળું’ ગીત વર્ષ ૨૦૧૭ ગાયું હતું.

image source

આ ગીત જોતજોતામાં લોકોના ઘર સુધી પહોચી ગયું અને કિંજલ દવે રાતોરાત એક સ્ટાર બની ગઈ. લોકોનો સપોર્ટ મળતા કિંજલ દવે એક પછી એક ઘણા હીટ આલ્બમ સોંગ ગાવામાં આવ્યા છે. આ બધા ગીતો પછી કિંજલ દવેના ફેન ફક્ત ગુજરાતમાં જ નહી કિંજલ દવે વિદેશોમાં પણ ફેંસ ધરાવે છે.

image source

કિંજલ દવે એક વર્ષમાં ૨૦૦થી વધારે શોઝ કરે છે. ઉપરાંત કિંજલના એક શોની ફી અંદાજીત ૨ લાખ રૂપિયા ચાર્જ કરે છે. અત્યાર સુધીમાં કિંજલ દવેએ વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિત ઘણા દેશોમાં કાર્યક્રમ કરી ચુકી છે. અત્યાર સુધીમાં કિંજલ દવે ૧૦૦ થી વધુ ગુજરાતી ગીતોને પોતાનો સુરીલો કંઠ આપ્યો છે.

કિંજલ દવેના પરિવારમાં કિંજલના પિતા લલીતભાઈ દવે, માતા ભાનુબેન દવે અને નાનાભાઈ આકાશ દવે સાથે કિંજલ દવે હાલમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ