SBIએ પણ ભારે વસુલી કરી, શૂન્ય બેલેન્સના ખાતા ધારકો પાસેથી 300 કરોડ વસુલ્યા, RBIએ કહ્યું- આ અયોગ્ય છે

ગરીબ ખાતા ધારકોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરનારા ઝીરો બેલેન્સ ખાતા વધારે ટ્રાન્જેક્શનના કારણે ખાતાધારકોના ખિસ્સા પર જ ભારે પડી રહ્યા છે. આઈઆઈટી બોમ્બે દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર આ મૂળભૂત બચત ખાતાઓ દ્વારા એસબીઆઈએ તેના ખાતા ધારકો પાસેથી 2015-2020 દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી છે. રિપોર્ટમાં આ રીતે પૈસાની વસુલાત કરવાની પ્રકિયાને રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

image source

આઈઆઈટી બોમ્બેએ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ પર પોતાનો સર્વે કર્યો છે. આમાં જન ધન યોજના હેઠળ આપવામાં આવેલા ખાતાઓનો સમાવેશ થાય છે. સર્વે રિપોર્ટ અનુસાર આ ખાતાઓમાંથી એક મહિનામાં માત્ર 4 વાર રોકડ ઉપાડવામાં આવી શકે છે, બેન્કોએ વધુ રોકડ ઉપાડ પર ઘણી ધરખમ ફી લગાવી દીધી છે, જેનાથી બેંકોને કરોડો રૂપિયાની આવક થઈ છે. તે જ સમયે ગ્રાહકોએ 4 કરતા વધુ વખત રોકડ ઉપાડવાની ફી ચૂકવવી પડી રહી છે.

image source

સર્વેમાં જણાવાયું છે કે એસબીઆઈએ શૂન્ય બેલેન્સ ખાતા ધારકોને એટલે કે બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (બીએસબીડીએ) ધારકો માટે ચાર કરતા વધુ વખત ઉપાડવા માટે દર વખતે 17.70 રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે. આ અધ્યયન કરનારા આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર આશિષ દાસના જણાવ્યા મુજબ આ ફીનું સંગ્રહ એ રિઝર્વ બેંકના નિયમનું આયોજિત ઉલ્લંઘન છે. ખાસ વાત એ છે કે ગરીબોના શૂન્ય બેલેન્સ સાથે એસબીઆઈના ખાતા સૌથી વધુ છે. તેમણે કહ્યું કે સેવા ચાર્જના નામે આવા ખાતાધારકો પાસેથી વસૂલાત કરવી એ અયોગ્ય છે.

image source

સર્વે અનુસાર એસબીઆઈએ 4થી વધુ વખત રોકડ ઉપાડવાની ફીને કારણે 2015 થી 2020 ની વચ્ચે લગભગ 12 કરોડ બેઝિક એકાઉન્ટ ધારકો પાસેથી 300 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી છે. તે જ સમયે, ભારતની બીજી સૌથી મોટી બેંક પીએનબીએ આ જ સમયગાળા 3.9 કરોડ ગરીબ ખાતાધારકો પાસેથી 9 .9 કરોડની વસૂલાત કરી છે. અભ્યાસમાં જણાવાયું છે કે એસબીઆઈ દ્વારા બીએસબીડીએ ખાતા ધારકોને દૈનિક કેશલેસ ડિજિટલ ટ્રાંઝેક્શન સેવા પર ભારે ફી પણ લેવામાં આવે છે.

image source

તેમણે કહ્યું કે, જ્યારે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે એસબીઆઈ આવા લોકો પર ચાર્જ લગાવીને તેમને નિરાશ કરી રહ્યા છે અને કોટી વસુલાત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2013 માં, ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા ખાતા ધારકોને એક મહિનામાં ચાર કરતા વધુ વખત ઉપાડવાની છૂટ આપવામાં આવશે. બેંકો આવા વ્યવહાર પર કોઈ પ્રકારની ફી લઈ શકે નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!