SBIમાં ખોલાવી લો આ ખાસ એકાઉન્ટ, ઈચ્છો ત્યારે જમા કરો રૂપિયા અને મેળવો સારું વ્યાજ

ભારતીય સ્ટેટ બેંકે લોકોને અનેક પ્રકારની બચત સ્કીમ ઓફર કરી છે. જેમાં તમે તમારી ઈચ્છા મુજબ રૂપિયા રોકી શકો છો અને સાથે જ સારું વ્યાજ પણ રિટર્નમાં મેળવી શકો છો. SBIની ફ્લેક્સી ડિપોઝિટ સ્કીમ રિકરિંગ ડિપોઝિટની જેમ આ એક સ્કીમ છે. તેમાં તમારા રૂપિયા જમા કરવાની છૂટ મળે છે. તેનો અર્થ એ કે તમે એક સાથે અનેક મહિનાનું ઈન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ કરી શકો છો.

image source

SBI Flexi Deposit સ્કીમમાં ઈન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ ફિક્સ નથી. ગ્રાહક પોતાની રીતે ઈન્સ્ટોલમેન્ટ અણાઉન્ટ ઘટાડી પણ શકે છે. SBI ફ્લેક્સી ડિપોઝિટ ખાતું ખોવવા માટે તમારે મિનિમમ 5000 રૂપિયા જમા કરવાના રહે છે. એક ઈન્સ્ટોલમેન્ટ માટે મિનિમમ અમાઉન્ટ 500 રૂપિયા છે. તેમાં દર વર્ષે વધારેમાં વધારે 50000 રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. તેમાં મહિનામાં તમે ગમે ત્યારે રૂપિયા જમા કરાવી શકો છો.

મેચ્યોરિટી પીરિયડ

image source

SBI Flexi Deposit સ્કીમ ન્યૂનતમ 5 વર્ષ અને વધારેમાં વધારે 7 વર્ષ માટે હોય છે. તેની પર મળનારું વ્યાજ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજની બરાબર હોય છે. સમયથી પહેલા જો તમે તમારું ખાતું બંધ કરો છો તેમાં તમારે ઓછું વ્યાજ ભરવું પડી શકે છે.

કેવી રીતે ખોલશો ખાતુ

image source

SBI Flexi Depositમાં રોકાણ કરવા તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો અને સાથે તમે ઓનલાઈન ખાતું ખોલી શકો છો. આ ભારતનો કોઈ પણ નાગરિક ખોલાવી શકે છે. સગીર માટે પણ આ સ્કીમ કામ કરી રહી છે. એકાઉન્ટ સિંગલ કે જોઈન્ટમાં ખોલાવી શકાય છે. નોમિનિ રજિસ્ટર કરીને તમે બેંક ન જતા. ખાતું ખોલતી સમયે જ નોમિની રજિસ્ટર કરવાના રહે છે.

મળશે આ ફાયદા

image source

પ્રિસિંપલ ડિપોઝિટના 90 ટકા સુધીની લોન કે ઓવરડ્રાફ્ટ લેવાની સુવિધા મળી રહે છે. સીનિયર સિટિઝનને માટે વ્યાજ દર, લાગૂ દરથી 0.50 ટકા વધારે રહેશે. જો આ એકાઉન્ટને ખોલાવ્યા બાદ 7 દિવસ પૂરા થયા પહેલાં બંધ કરાવવામાં આવે તો વ્યાજ શૂન્ય રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ