ભાવનગરના ટેમ્પાચાલકનો પુત્ર 1.2 કરોડમાં વેચાયો, ચેતન સાકરિયા હવે રાજસ્થાન રોયલ્સમાં ધૂમ મચાવશે

સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય. તો આજે કંઈક એવી જ વાત કરવી છે કે જેની મહેનત રંગ લાવી છે અને આજે આખું ભારત તેમાંથી પ્રેરણા લઈ રહ્યું છે. વાત કઈક એવી છે કે ભાવનગરના વરતેજના ટેમ્પા ચાલકના પુત્ર ચિંતન સાકરીયાનો સંઘર્ષ રંગ લાવ્યો છે. આજે આઈપીએલની રાજસ્થાન રોયલની ટીમમાં રૂપિયા 1.20 કરોડની બોલી બોલીને ખરીદી લીધો છે. આ લેફ્ટઆર્મ આઈપીએલમાં એન્ટ્રી લેતા ભાવનગરના વરતેજ ખાતેના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથીલ જ ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો અને આજે તેને આટલો મોકો મળતા દરેક લોકોમાં ખુશીનો માહોલ હતો.

image source

જો તેની જર્ની વિશે વાત કરવામાં આવે તો તેમને ભલે બાળપણથી જ શોખ હતો પણ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પણ જેમ કહેવાય કે ઈશ્વર બધાને પોતાના પૂરતું કંઈક કંઈક કરી આપતો હોય એ રીતે ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. આ રીતે સરસ મોકો મળ્યો અને ચેતને પછી પાછું વળીને જોયું નથી.

image source

તેની મહેનત અને સંઘર્ષ એને આ તબક્કે લઈને આવી કે આ વખતે IPL ઓક્શનમાં તે હોટ પ્રોપર્ટી તરીકે ઉભરીને આવ્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી. ચેતને ખુદ આ બધી વાતો વિશે વાત કરી હતી કે મેં 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. મારા પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. ભણવામાં મારો ટપ્પો પડતો ન હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી. ક્રિકેટ વિશેની વાત કરતાં તેણે કહ્યું કે યુવરાજ સિંહ મારો ફેવરિટ પ્લેયર છે અને હું તેમને આઈડલાઈઝ કરું છું. જો કે હું ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે.

image source

ચેનતે આગળ વાત કરતાં જણાવ્યું કે, ક્રિકેટ રમવા માટે મે માર પણ બહુ ખાધો છે. 12માં ડ્રોપ આઉટ પણ કર્યું હતું. જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે ઘરે કીધા વગર ક્રિકેટ રમવા જતો રહેતો હતો. મને એ સમયે બહુ ખિજાતા હતા અને મેં મારેય ઘણો ખાધો છે. મેં ડિસ્ટ્રિકટ મેચીસ માટે બોર્ડની એક્ઝામ પણ સ્કિપ કરી હતી અને ડ્રોપ આઉટ કર્યું હતું. જોકે એ સમયે મેચો એટલી સારી નહોતી રહી કે સ્ટેટ ટીમમાં સિલેક્ટ થાઉં. ભવસિંહજી ક્રિકેટ ક્લબે મારી ફી માફ કરી હતી, એ હું ક્યારેય ભૂલીશ નહીં. આ રીતે ચેનતે અલગ અલગ પ્રસંગો યાદ કર્યા હતા.

image source

ચેતને કઈ રીતે બોલર બન્યો એ વિશે પણ વિસ્તારથી વાત કરી હતી કે 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનેદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત આપણા ઘણા સ્ટાર્સને આઉટ કર્યા હતા. ત્યારે મને એ બોલિંગ જોઈને મજ્જા આવી અને હું પ્રભાવિત થયો. બસ પછી તેની એક્શનને કોપી કરતાં કરતાં ફાસ્ટ બોલર બની ગયો. જો કે તેની એક્શન કોપી કરવા ગયો એમાં મારી પોતાની પણ એક અલગ એક્શન બની ગઈ. તેની ટ્રેનિંગ વિશે પણ વાત કરી કે ચેન્નઈ ખાતે આવેલી MRF એકેડમીમાં મેં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી હતી. તેઓ મારી પેસ અને સ્વિંગથી પ્રભાવિત થયા હતા અને મને શિખવાડ્યું હતું કે હું કઈ રીતે સતત 130ની ઝડપ જાળવી બોલ સ્વિંગ કરવો.”

image source

ચેતનના નામે ઘણા રેકોર્ડ પણ છે એમાનો એક એટલે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક ગેમમાં 7 રન ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને મેચ જિતાડી હતી. આ સાથે જ ચેતને વાત કરી હતી કે RCBએ મને નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાવવાની ઓફર કરી હતી. અમે નેટ બોલર્સને જોડે લઈ જશું અને સીઝન દરમિયાન કોઈને ઇજા થાય તો રિપ્લેસ કરીશું. મેં હા પાડી અને મારો RCB સાથે નેટ બોલર તરીકે કોન્ટ્રેકટ થયો. 2.5 મહિના દુબઈમાં રહ્યો, ત્યાં ઘણુંબધું શીખવા મળ્યું. ત્યારે હવે ચેનત ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી સૌ કોઈને આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ