જો તમે આ રીતે પ્લાનિંગ કરશો તો ઓછા રૂપિયામાં ફરવાની આવશે જોરદાર મજા, જાણો અને ડાયરીમાં નોટ કરી લો આ ટિપ્સ

આપણે જ્યારે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ ત્યારે જે તે સ્થાન વિશે વિચારીને ઘણા ખુશ થતા હોઈએ છીએ અને ત્યાં જવા માટેની અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં લાગી જઈએ છીએ. ફરવા જવા માટે મોટેભાગે આપણે આપણા પરિવાર અને મિત્રો સાથે જઈએ છીએ. પરંતુ ક્યારેક ઉતાવળમાં એવું પણ બનતું હોય છે કે આપણે જ્યાં ફરવા જવાના હોઈએ ત્યાં ખર્ચ કેટલો થશે તેનું આયોજન જ નથી કરતા. અને ત્યાં કયો સામાન લઈ જવો અને કયો નહીં તે વિશે વિચારવાનું પણ ભૂલી જઈએ છીએ જેના પરિણામે આપણને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે એ જ વિષયે ચર્ચા કરીશું કે પ્રવાસ પર જતાં પહેલાં આપણે કેવી કેવી તૈયારીઓ કરવી જરૂરી છે.

image source

અસલમાં આપણે જ્યારે પણ ફરવા જવાનો પ્લાન કરીએ છીએ ત્યારે મોટાભાગે તે સ્થાન હિલ સ્ટેશન જ હોય છે કારણ કે ત્યાં આપણે પ્રકૃતિને નજીકથી માણી શકીએ. તમે એવું કરી શકો કે ફરવા જવા માટે ઓફ સિઝન પસંદ કરો. આમ કરવાથી તમારે અલગ અલગ જગ્યાઓએ ઓછા પૈસા ખર્ચવા પડશે અને એ સિવાય તમને ઓફ સિઝન હોવાને કારણે બહુ ભીડ પણ જોવા નહીં મળે જેથી તમને મોકળાશ પણ અનુભવાશે. એ જ રિતે હોટલ બુક કરાવતા પહેલા પણ તમે વિવિધ વેબસાઈટ જોઈ લો જેથી સસ્તી અને કિફાયતી હોટલ બુક કરી શકાય. જો કે આ સમયે જે તે હોટલના ઓનલાઇન રીવ્યુ પણ જાણી લેવા.

image source

ઉપરાંત તમારે હોટલ બુક કરતી વખતે ચેક ઇન અને ચેક આઉટ એટલે કે સમયનું પણ ખાસ ધ્યાન રાખવું. અમુક વખતે એવું પણ બની જતું હોય છે કે માત્ર બે કે ત્રણ કલાક માટે આખા દિવસનું ભાડું ચૂકવવું પડે છે. એટલા માટે સમય અંગે ખાસ તકેદારી રાખવી. એ સિવાય તમે જ્યાં ફરવા જવાના હોય તે સ્થળની જરૂરી માહિતી પણ મેળવી લેવી. દાખલા તરીકે એવા કયા સ્થળો છે જ્યાં તમે ફરવા જઈ શકો છો ? જે તે સ્થળથી હોટલ કેટલી દૂર છે ? ત્યાં પહોંચવા માટે કયા વાહનો ઉપલબ્ધ છે ? વગેરે જેવી બાબતોએ પહેલાથી જ જાણકારી મેળવી લેવી.

image source

તમે જે જગ્યાએ ફરવા જઈ રહ્યા હોય ત્યાં તમારે ગાડી લઈ જવી જોઈએ ? ટેક્સી કરવી જોઈએ કે પછી બસ કે ટ્રેન દ્વારા પહોંચવું જોઈએ ? ફરવા જવાના સ્થળે તમે ટેક્સીના બદલે બાઈક કે સ્કુટી ભાડે લઈ શકાય તેમ છે કે કેમ ? આ બાબતો પણ ઓછા ખર્ચે પ્રવાસ કરવામાં ઉપયોગી છે. જો તમે જે તે સ્થળે જવા ટેક્સી બુક કરી રહ્યા હોય તો તમારે માત્ર એટલા સમય માટે જ ટેક્સી બુક કરવી જોઈએ જ્યારે તમારે તેની જરૂર હોય. એમ નહિ કે તમારે પાંચ કલાક પછી ટેક્સીની જરૂર જોય અને તમે તેના આખા દિવસનું ભાડું ચૂકવો.

image source

એ ઉપરાંત તમે જે સ્થાને ફરવા જવાના હોય ત્યાં પહેલા ફરવા ગયેલા મિત્રો કે સંબંધીઓને પ્રવાસ સંબંધી પૂછપરછ કરી શકો છો. એ સિવાય જો તમે ઘરેથી જ ખાવાપીવાની વસ્તુ સાથે લઈને જતા હોય તો એ બેસ્ટ વિકલ્પ છે કારણ કે ઘરની ચીજવસ્તુઓ ખાવાથી તમારી તબિયત પણ નહીં બગડે અને બહારના નાસ્તા ખરીદવાના પૈસા પણ બચશે. એ સિવાય તમે યાત્રા કરવા માટે પ્લાન કરો ત્યારે એક નાનકડી નોંધ પણ કરતા રહો જેમાં જરૂરત મુજબનો સામાન નોંધી શકાય અને છેલ્લા સમયે ભૂલી જવાથી પણ બચી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ